ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 86 રનની ધમાકેદાર ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. તેણે IPL કરિયરની 50મી અડધી સદી ફટકારી હતી આ સાથે જ ધવને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. શિખર ધવન IPLના ઈતિહાસમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 50 વખત 50+ સ્કોર બનાવનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. ધવને તેની IPL કરિયરમાં 207 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જયારે વિરાટ કોહલીએ 216 ઇનિંગ્સમાંઆ રેકોર્ડ બનાવ્યો હતો.
શિખર ધવન IPLના ઈતિહાસમાં 50મી અડધી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર આ રેકોર્ડ બનાવી ચુક્યા. સૌથી ઓછી ઇનિંગ્સમાં 50 વખત અડધી સદી ફટકારનાર બેટ્સમેન ડેવિડ વોર્નર છે, જેમના નામે માત્ર 132 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો. વોર્નર આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન છે. વોર્નરે IPLમાં 60 અડધી સદી ફટકારી છે.
બુધવારના મેચની વાત કરીએ તો ઓપનર કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરન સિંહની અડધી સદી બાદ નાથન એલિસની ધારદાર બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બીજી જીત નોંધાવી હતી. ધવન (56 બોલમાં 86, નવ ચોગ્ગા, ત્રણ છગ્ગા) અને પ્રભસિમરન (34 બોલમાં 60, સાતચોગ્ગા, ત્રણ છગ્ગા) વચ્ચે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી થઇ હતી. પંજાબે ચાર વિકેટે 197 રન બનાવ્યા હતા.
That’s that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs.
Scorecard – https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C
— IndianPremierLeague (@IPL) April 5, 2023
“>
નાથન એલિસે રાજસ્થાન રોયલ્સ સામે ધારદાર બોલિંગ કરી 30 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 42 (25 બોલમાં)રન નોંધાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી શિમરોન હેટમાયર (17 બોલમાં 36 રન, ત્રણ છગ્ગા, એક ચોગ્ગા) અને ધ્રુવ જુરેલ (15 બોલમાં અણનમ 32 રન, બે છગ્ગા, ત્રણ ચોગ્ગ) સાતમી વિકેટ માટે 26 બોલમાં 61 રનની ભાગીદારી નોંધાવી હતી. છતાં ટીમ સાત વિકેટે 192 રન જ બનાવી શકી હતી.