મુંબઈ: એનસીપી સુપ્રીમો શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારના દુગ્ધજન્ય (ડેરી) ઉત્પાદનો જેમ કે બટર અને ઘીની આયાત કરવાના નિર્ણયનો વિરોધ કરે છે.
કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાને લખવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે બટર અને ઘી (ક્લેરિફાઈડ બટર)ની આયાતને કારણે સ્થાનિક દુધ ઉત્પાદકોની આવક પર અસર થશે.
કેટલાક અખબારી અહેવાલોમાં ગુરુવારે કેન્દ્ર સરકાર દુગ્ધજન્ય પદાર્થો આયાત કરવાની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું, તેને પગલે આ પત્ર લખ્યો હતો એવી સ્પષ્ટતા પણ પવારે કરી હતી. તેમણે કહ્યું હતું કે આવો નિર્ણય સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.
દુધ ઉત્પાદક ખેડૂતો હમણાં જ કોરોના કાળના સંકટમાંથી બહાર આવ્યા છે. આવો નિર્ણય તેમને માટે ઘાતક પુરવાર થશે.