વિરોધના સુર વચ્ચે શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાન’ રિલીઝના પહેલા જ એક પછીએ એક રોકોર્ડ બ્રેક કરી રહી છે. પઠાન વિદેશમાં રિલીઝ થનારી સૌથી મોટી ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે. માહિતી અનુસાર, યશ રાજ ફિલ્મ્સ પઠાનને 100થી વધુ દેશોમાં રિલીઝ કરવાની જઈ રહી છે. આ ફિલ્મ વિદેશમાં જ 2500 થી વધુ સ્ક્રીન્સ પર જ રિલીઝ થવા જઈ રહી છે. વિદેશમાં અત્યાર સુધી ભારતીય ફિલ્મને મળેલી આ સૌથી વધુ સ્ક્રીન છે. આ દરમિયાન ફિલ્મ ‘પઠાન’ની એડવાન્સ બુકિંગથી કમાણી 24 કરોડ રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે.
#Xclusiv: ‘PATHAAN’ AT RECORD 100+ COUNTRIES, 2500+ SCREENS *OVERSEAS*… #Pathaan hits a century… Will be released in 100+ countries, the HIGHEST for any #Indian film ever… Total screen count: 2500+ [#Overseas]… A heartening sign for theatrical biz, especially post pandemic. pic.twitter.com/LFzzpYYKlI
— taran adarsh (@taran_adarsh) January 24, 2023
“>
દેશમાં અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘પઠાન’ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે. એડવાન્સ બુકિંગ ટિકિટ વેચવાનો ‘બાહુબલી 2’નો રેકોર્ડ ‘પઠાન’ ફિલ્મે તોડી નાખ્યો છે. 25 જાન્યુઆરી બુધાવરે રિલીઝ થઈ રહેલી ફિલ્મની મંગળવારે સવાર સુધી 8,05,915 ટિકિટો વેચાઈ ચૂકી છે. ‘પઠાન’નું એડવાન્સ બુકિંગ તેલુગુ અને તમિલમાં પણ જોર પકડી રહ્યું છે. યશ રાજ ફિલ્મ્સને આશા છે કે આ ફિલ્મ દક્ષિણ ભારતમાં પણ સારો બિઝનેસ કરશે.
માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ શાનદાર ઓપનિંગ કરશે. ફિલ્મ નોન-હોલિડે પર રિલીઝ થઈ રહી છે. અત્યાર સુધીના આંકડા કહી રહ્યા છે કે ફિલ્મની ઓપનિંગ 40 થી 50 કરોડની વચ્ચે થઇ શકે છે.