શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાનને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. હાલમાં આ ફિલ્મને લઈને વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. મળતી માહિતી અનુસાર ફિલ્મનું વિવાદાસ્પદ ગીત બેશરમ રંગના પોસ્ટરને એડિટ કરીને કરીને દીપિકાની જગ્યાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથની તસવીર મોર્ફ કરવામાં આવી છે.
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હોવાને કારણે નવો વિવાદ સર્જાયો છે, જેને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મળતી માહિતી અનુસાર લખનઉમાં આ મામલે ગુનો નોંધાયો છે. સાયબર ક્રાઈમ પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.