ઓનલાઈનના જમાનામાં સાઈબર ફ્રોડના બનાવોમાં વધારો થતો જાય છે ત્યારે ગુજરાતના એક વિધાનસભ્યનું અકાઉન્ટ હેક કરી નાણા પડાવવાનું કાવતરું થયું હતું. પાટણ કોંગ્રેસના વિધાનસભ્ય ડૉ. કિરીટ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. હેકર્સે કિરીટ પટેલના મિત્ર વર્તુળને મેસેજ કરી પૈસાની માગણી કરી હતી. જેની જાણ ડૉ. કિરીટ પટેલને થતા તેમણે મિત્રોને અને લોકોને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ના કરવા અપીલ કરી હતી.
સોમવારે મતદાન પૂર્ણ થતા રાત્રે કોંગ્રેસના વિધાનસભ્ય ડૉ.કિરીટ પટેલનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થયું હતું.
પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું છે તો કોઈ પણ જાતની પૈસાની લેવડ-દેવડ કરવી નઈ.. @cyber @INCGujarat @INCIndia pic.twitter.com/XYjhPxzYch
— Dr. Kirit C. Patel (@drkiritcpatel) December 6, 2022
“>
હેકર્સે ડૉ. કિરીટ પટેલના મિત્રોને મેસેજ કરી રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાના મેસેજ કર્યા હતા. Paytm દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાના મેસેજ મળતા તેમના મિત્રોને હેરાની થઇ હતી. મિત્રોએ તરત જ ફોન કરી કિરીટ પટેલને આ અંગે જાણ કરી કરી હતી.
કિરીટ પટેલે મિત્રોને તાત્કાલિક જાણ કરી હતી કે તેમેનું અકાઉન્ટ હેક થયું છે મેસેજથી દોરાઈને કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવા નહિ.