Homeટોપ ન્યૂઝપેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ઝઘડો કરતા એર ઈન્ડિયાની લંડનની ફ્લાઈટ દિલ્હી પરત...

પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ઝઘડો કરતા એર ઈન્ડિયાની લંડનની ફ્લાઈટ દિલ્હી પરત ફરી

એર ઈન્ડિયાની દિલ્હી-લંડન(AI-111) ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ દેલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે કે ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ સાથે એક પેસેન્જર વચ્ચે હવામાં બોલાચાલી થઈ હતી, જેના પછી આ નિર્ણય લેવો પડ્યો હતો. એર ઈન્ડિયાએ આ ઘટના અંગે દિલ્હી એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પેસેન્જર હાલમાં દિલ્હી એરપોર્ટ સ્થિત પોલીસ સ્ટેશનમાં છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 6.35 વાગ્યે દિલ્હીથી ટેકઓફ થઈ હતી અને થોડી વાર બાદ ઝઘડો થતા પ્લેનને વળાંક લઈને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. ઝઘડો કરનાર પેસેન્જરને દેલ્હી એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યો હતો અને ફ્લાઈટ લંડન માટે રવાના થઇ હતી. એર ઈન્ડિયાનું કહેવું છે કે પેસેન્જરે કેબિન ક્રૂ મેમ્બર્સ પર હુમલો કર્યો છે. બે ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી છે.
નોંધનીય છે કે અગાઉ પણ એર ઈન્ડિયાના વિમાનોમાં આવી ઘણી ઘટનાઓ બની હતી, જેના કારણે ભારે હોબાળો થયો હતો. આમાંથી એક ઘટના એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-નવી દિલ્હી ફ્લાઈટના ‘બિઝનેસ ક્લાસ’માં બની હતી. આ ફ્લાઈટમાં નશામાં ધૂત વ્યક્તિએ કથિત રીતે 70 વર્ષની મહિલા પેસેન્જર પર પેશાબ કર્યો હતો. આ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -