Homeટોપ ન્યૂઝExcuse Me, પ્લીઝ પ્લેનની બારી ખોલશો???: પ્રવાસીએ કરી વિચિત્ર ડિમાન્ડ

Excuse Me, પ્લીઝ પ્લેનની બારી ખોલશો???: પ્રવાસીએ કરી વિચિત્ર ડિમાન્ડ

ફ્લાઈટમાં અવારનવાર પ્રવાસીઓ દ્વારા ચિત્ર-વિચિત્ર ડિમાન્ડ કરતાં હોય છે એમાંથી ઘણી બધી ડિમાન્ડ તો એવી પણ છે કે જેના વિશે સાંભળીને તમે પણ હસવાનું રોકી જ ના શકો. આજે આપણે જે પ્રવાસીની વિચિત્ર ડિમાન્ડ વિશે વાત કરવાના છીએ એ પણ આવી જ છે કારણ કે એરહોસ્ટેસ જો પ્રવાસીની આ ડિમાન્ડ સાંભળીને ખડખડાટ હસી પડી હતી, આવો જોઈએ શું છે આ વિચિત્ર ડિમાન્ડ…

ઘટના ઈન્ડિગો ફ્લાઈટમાં બની હતી. આ એરલાઈનની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલાં એક પ્રવાસીએ એવી ડિમાન્ડ કરી હતી કે જે સાંભળીને એરહોસ્ટેસ તો એરહોસ્ટેસ પણ આસપાસના સહપ્રવાસીઓ પણ હસી પડ્યા હતા અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં પ્રવાસી એર હોસ્ટેસને વિમાનની બારી ખોલવાની વિનંતી કરે છે અને આ બારી કેમ ખોલવી જોઈએ એનું કારણ તમે જાણશો તો તમે ય ચોંકી જશો. આ પ્રવાસીને પ્લેનની બારી એટલા માટે ખોલાવવી હતી, કે જેથી તે પોતાના મોઢામાં રહેલો ગુટખા બહાર થૂંકી શકે…

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ યુઝર ગોવિંદ શર્મા નામની વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેયર કર્યો છે અને કેપ્શનમાં તેમણે લખ્યું છે કે ટેગ યોર ગુટખા લવર ફ્રેન્ડ… આ વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સીટ પર બેસેલો પ્રવાસી એર હોસ્ટેસને બોલાવીને કહ્યું કે Excuse Me, પ્લીઝ બારી ખોલી દેશો, મારે ગુટખા બહાર થૂંકવો છે. પ્રવાસીની આ વાત સાંભળીને એરહોસ્ટેસ હસવાનું રોકી શકતી નથી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -