ઝરીન બેહેરામ દાબુ તે મરહુમ બેહેરામ દીનશા દાબુના ધણિયાની. તે મરહુમો મેહેરા તથા સાવકશા મેહેરવાનજી પટેલના દીકરી. તે ફીરૂજી વીસ્તાસ્પ મેહેતાના માતાજી. તે વીસ્તાસ્પ જલ મહેતાના સાસુજી. તે મરહુમો જગુ તથા એરીક પટેલના બહેન. તે ઇયાના તથા રેહના મમઇજી. તે મરહુમો પેરીન તથા દીનશા મીનોચેહેર દાબુના વહુ.(ઉં. વ. ૭૯) રે. ઠે. ફલેટ નં. ૬, ધન આબાદ ૧૦૬, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા.૩-૫-૨૩ના બપોરે ૩-૪૫ વાગે સાહેર અગિયારીમાં છેજી.
દૌલી સાવક મિસ્ત્રી તે મરહુમ સાવકશા મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો એરચ તથા આલુના દીકરી. તે વીલી તથા ખરશેદના બહેન. તે મરહુમો ભીખાજી તથા કુવરજી કરંજીયાના ભત્રીજી. તે મરહુમ ધન હોમી પટેલના ભત્રીજી. (ઉં. વ. ૭૪) રે. ઠે. સાલસેટ પારસી કોલોની, બિલ્ડિંગ નં.૬બી. ફલેટ નં. ૧૦૨, અંધેરી (ઇ), મુંબઇ-૪૦૦ ૦૯૩.
ઓસ્તી યાસ્મીન ઝરીર પંથકી તે એરવદ ઝરીર બરજોર પંથકીના ધણિયાની. તે મરહુમો ઓસ્તી નરગીશ તથા એરવદ રૂસી દસ્તુર (મહેરજીરાના)ના દીકરી. તે મરહુમો ઓસ્તી નાજુ તથા એરવદ બરજોર પંથકીના વહુ. તે એરવદ બરજોર રૂસી દસ્તુરના બહેન. તે ઓસ્તી ડાયના બરજોર દસ્તુરના નરન. તે હવોવી દારાયસ પટેલ ને અનાહીતા હોરમઝદીયાર એન્જિનિયરના ભાભી. તે શાહઝાદ અને આશીશ દસ્તુર, માઝીયાર અને માહતાબ એન્જિનિયર અને ઝીન્યા ને વરશીન પારેખ ને કૈઝાદ ને સાયરસ પટેલના આન્ટી. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૧૧ ચોકસી બિલ્ડિંગ, ૭૨૧-એ, રોડ નં.-૪, પારસી કોલોની, દાદર, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા.૪-૫-૨૩ના ગુરુવારના દીને બપોરે ૩-૪૦ કલાકે, ડુંગરવાડી મધ્યે ઓલબ્લેસ બંગલીમાં કરવામાં આવશે.