મીનુ માણેકશૉ ગીયારા તે મરહુમ ઝીની મીનુ ગીયારાના ખાવીંદ. તે આદીલ, મેહેલી તથા ઝુબીનના બાવાજી. તે મરહુમો ધનમાય તથા માણેકશૉના દીકરા. તે પરસીસ આદીલ ગીયારાના સસરાજી. તે જાલ તથા મરહુમ બરજોરના ભાઇ. તે મરહુમો ધનબાઇ તથા રૂસ્તમજી ભગતના જમાઇ. (ઉં. વ. ૯૧) રે. ઠે. સી-૯, શારદાશ્રમ ભવાની શંકર રોડ, દાદર (પ), મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૪-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
પરવેઝ કૈખુશરૂ કાંગા તે મરહુમ દોલી પરવેઝ કાંગાના ખાવિંદ. તે મરહુમો મેહરા તથા કૈખુશરૂના દીકરા. તે અદી, રૂસી, ફીરોઝ, પેરીન તથા મરહુમો સાયરસ તથા રોશનના ભાઈ. તે રોહિન્ટન કાંગા, ડૉ. રોહિન્ટન કાંગા તથા શારૂખ કાંગાના કાકાજી. તે ખુશરૂ તથા ઝરીરના મામાજી. તે મોનાઝ, કમલ તથા રૂશાદના ફુવાજી. (ઉં.વ. ૮૨). રહેવાનું ઠેકાણું: ૧૩/એ, સુનાવાલા બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, ખેતવાડી, ૧૨મી ક્રોસ લેન, ગીરગાંવ, મુંબઈ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૮-૪-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.