નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ (આઈજીઆઈએ)થી પેરિસ માટે ટેક ઓફ કરનારી ફ્લાઈટનું આઈજીઆઈ એયરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 218 પ્રવાસીઓ હતા અને તેને વચ્ચેથી જ ડાયવર્ટ કરીને ફરી એયરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરઈન્ડિયાની AI 143 ફ્લાઈટના ઈમર્જન્સી લેન્ડિંગના સમાચારના પગલે જ એમ્સ હોસ્પિટલ, ફાયરબ્રિગેડ અને બધી જ સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર હતી. લેન્ડિંગ માટે એયરપોર્ટના એક ભાગને બંધ કરી દેવામાં આવ્યો હતો. આજીઆઈ એરપોર્ટના ડિસ્ટ્રિક્ટ ડીસીપી રવિકુમાર સિંહે ઈમર્જન્સી લેન્ડિંગની વાતને સમર્થન આપ્યું હતું. પેરિસ જઈ રહેલી આ ફ્લાઈટની એયરવિંગમાં ખરાબી હતી. જોકે, હજી આ બાબતની તપાસ ચાલીરહી છે અને ત્યાર બાદ જ પૂરી માહિતી મળી શકશે. જ્યાં સુધી ફ્લાઈટ સેફ રીતે લેન્ડ નહીં થઈ ત્યાં સુધી આ આખી વાતને ગુપ્ત રાખવામાં આવી હતી.