મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીની સગાઈ અને લગ્નને લઈને ઘણી બધી અટકળો કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ફરી કહેવાય છે કે પરિણીતી ચોપરા અને આપ (આમ આદમી પાર્ટી)ના નેતા રાઘવ ચઢ્ઢા આ મહિનામાં સગાઈ કરશે.
દિલ્હીમાં એકસાઈઝ પોલિસીના કૌભાંડના કેસમાં ઈડીની પુરક ચાર્જશીટમાં આપના નેતા રાઘવ ચઢ્ઢાનું આજે નામ આવ્યું છે ત્યારે એક ખરાબ સમાચાર સાથે પરિણીતી સાથે આ મહિનામાં રાઘર ચઢ્ઢાની સગાઈ થઈ શકે છે. તમને એ જણાવવાની કે પરિણીતી અને રાઘવ આ વર્ષે માર્ચમાં બે વાર રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા અને ત્યારથી તેમના લગ્નને લઈને અટકળો ચાલી રહી હતી.
એક અહેવાલ મુજબ પરિણીતી અને રાઘવ 13મી મેના રોજ સગાઈ કરવામાં આવશે અને રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તેમની સગાઈની વિધિ દિલ્હીમાં થશે. અગાઉ એવા અહેવાલ હતા કે પરિણીતી અને રાઘવની રોકા સેરેમની થઈ ગઈ છે અને તેઓ આ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરશે.
આ અગાઉ પોર્ટલને માહિતી આપી હતી પરિણિતી અને રાઘવના લગ્ન થઈ ગયા છે. આ એક પારિવારિક પ્રસંગ હતો અને તેઓ બંને ખૂબ જ ખુશ છે. બંને આ વર્ષના ઓક્ટોબરના અંત સુધીમાં લગ્ન કરી લે તેવી શક્યતા છે. પરિણીતી અને રાઘવ કોઈ નથી. ઉતાવળ અને બંનેની પોતપોતાની કામની પ્રતિબદ્ધતાઓ છે જેના કારણે તેઓ બધુ સારી રીતે પ્લાન કરશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.