પ્રેમ છુપાવીને છુપાવતો નથી….હા, આ વાત બિલકુલ સાચી છે અને આપણે અત્યાર સુધી અનેક વખત આ વાત સાંભળી હશે. જ્યારે પણ પ્રેમમાં પડેલી વ્યક્તિ પ્રેમને છુપાવવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યારે એ પ્રેમ વધુને વધુ છાપરે ચડીને પોકારે છે. તમારી આંખો દિલમાં છુપાયેલો પ્રેમને છુપાવવાનો પ્રયાસ ભલે તમે કરતાં હોવ, પણ આખી દુનિયા આ પ્રેમ જોઈ શકે છે. આવું જ કંઈક બી-ટાઉનની બબલી ગર્લ પરિણીતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢાના કેસમાં પણ થયું છે.
એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વચ્ચેનો પ્રેમ કોઈથી પણ છૂપો નથી. ભલે બંનેએ પોતાના આ સંબંધ પર મૌન સેવ્યું હોય, પરંતુ બંનેનું સ્મિત જ તેમના આ પ્રેમ સંબંધ પર મહોર મારવા માટે પૂરતું છે. હાલમાં જ એરપોર્ટ પર દેખાયેલી પરિણીતી ચોપરાના 33 સેકન્ડના વીડિયોએ અત્યાર સુધીની તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે.
હાલમાં જ પરિણીતી ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મીડિયાને જોઈને શરમાઈ રહી છે. પરિણીતીનું આ રીતે શરમાવું એ કહેવા માટે પૂરતું છે કે તેનું દિલ હવે કોઈ બીજા માટે ધડકવા લાગ્યું છે. પરિણીતીની ચાલ, હાવભાવ અને સ્ટાઈલ બધામાં જ આંખે ઊડીને વળગે એવા ચેન્જિસ જોવા મળી રહ્યા છે. તેની આ બદલાયેલી સ્ટાઈલ અને હાવભાવને કારણે રાઘવ ચઢ્ઢા અને તેના સંબંધો પર કંઈ પણ બોલ્યા વગર મહોર લાગી ગઈ છે.
જ્યારે મીડિયાએ પરિણીતીને પૂછ્યું કે મેડમ જે સમાચાર આવી રહ્યા છે તે કન્ફર્મ છે? તેથી પરિણીતી પોતાની ખુશીને સમાવી શકી નહીં. પરિણીતી નવપરણિત દુલ્હનની જેમ શરમાતી હતી. પરિણીતીની પ્રતિક્રિયા એવી હતી કે તમે બધું જાણો છો. પરિણીતી ભલે કંઈ બોલી ન હોય, પણ તેના હાવભાવે તેના દિલની બધી વાત કહી દીધી.
એરપોર્ટ જોવા મળેલી પરિણીતી ચોપરાએ આ સમયે બ્લેક લૂઝફિટ બ્લેઝર પહેર્યું હતું. વાંકડિયા વાળ અને આંખો પર ચશ્મા સાથે અભિનેત્રી ગ્લેમરસ દેખાતી હતી. સોશિયલ મીડિયા પર પરિણીતીની આ બદલાયેલી સ્ટાઈલ પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે રાઘવ ચઢ્ઢા સાથે રિલેશનશિપમાં આવ્યા બાદ પરિણીતિની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ બદલાઈ ગઈ છે અને તે આજકાલ જરા વધુ પડતી જ સુંદર દેખાવવા લાગી છે.