Homeઆપણું ગુજરાતસંસદીય લોકશાહીમાં સભાગૃહની સર્વોપરિતા તેનું હાર્દ છે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

સંસદીય લોકશાહીમાં સભાગૃહની સર્વોપરિતા તેનું હાર્દ છે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

૧૫મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૌધરીની સર્વાનુમતે વરણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ૧૫મી વિધાનસભાના પ્રથમ સત્રમાં મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પ્રોટેમ સ્પીકર યોગેશભાઇ પટેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના પક્ષ-વિપક્ષના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીને સમર્થન કરતા વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો.
શંકરભાઇ ચૌધરીએ પોતાની વિધાનસભાનાં અધ્યક્ષ પદે વરણી બાદ જણાવ્યું હતું કે, સભાગૃહના તમામ સભ્યોએ મારા પર જે વિશ્ર્વાસ મૂક્યો છે તેને હું સંપૂર્ણ ન્યાય આપવા હંમેશાં પ્રયત્નશીલ રહીશ. ભારતમાં સંસદીય લોકશાહીમાં સભાગૃહની સર્વોપરીતા તેનું હાર્દ- હૃદય છે. આ વિધાનગૃહ મહાપુરુષો તથા નવરત્નોનું સાક્ષી રહ્યું છે. અનેક સપૂતોએ આ સભાગૃહને શોભાવીને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આવા રત્નોમાં આપણા સૌના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૦૭ ઑકટોબર, ૨૦૦૧થી ૨૨મી મે ૨૦૧૪ સુધી એટલે કે ૪૬૦૪ દિવસ સુધી આ સભાગૃહને અજવાળીને આજે દેશના વડા પ્રધાનપદે બિરાજે છે. જે ગુજરાત વિધાનસભા ગૃહ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ-સહકાર પ્રધાન અમિતભાઇ શાહ કે જેઓ ૯મી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઇને સૌપ્રથમ આ સભાગૃહમાં આવ્યા અને સતત ૨૨ વર્ષ સુધી આ સભાગૃહના સન્માનીય સભ્ય તરીકે રહી ચૂક્યા છે તે પણ આપણાં સૌ માટે ગૌરવની
ક્ષણ છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે નવનિયુકત અભિનંદન પાઠવ્યા બાદ કહ્યું હતું કે લોકશાહીના મંદીરની ઉજજવળ પરંપરાઓ જાળવી રાખવામાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન નિરંતર મળતું રહેશે. ૧૫મી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય કાર્યપ્રણાલિકાઓના સંર્વધન માટેનો સુર્વણકાળ બની રહેશે તેવો તેમણે વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -