ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી રહી છે અને આ ફિલ્મ ‘ધ અનટોલ્ડઃ વાજપેયીઃ પોલિટિશિયન એન્ડ પેરાડોક્સ’ પર આધારિત છે, જેમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકા ભજવશે.
અપકમિંગ ફિલ્મની જાહેરાત કરતા સમયે પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, ‘ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ.’ આ પંક્તિ લખનારા મહાન નેતા અટલ બિહારી વાજપેયીજીની ભૂમિકા બિગ સ્ક્રીન પર પ્લે કરવાની તક મળી છે. આ મારું સૌભાગ્ય છે. અટલ જલ્દી જ…’ આ ફિલ્મ આવતા વર્ષે 2023માં ક્રિસમસ પર રિલીઝ થશે.