Homeસ્પેશિયલ ફિચર્સઆરોગ્યપ્રદ છે રસ્તાના નાકે મળતી આ ખાટ્ટી-મીઠ્ઠી અને તીખી તમતમતી ડિશ...

આરોગ્યપ્રદ છે રસ્તાના નાકે મળતી આ ખાટ્ટી-મીઠ્ઠી અને તીખી તમતમતી ડિશ…

પાણીપુરી, ગોલગપ્પા, પકોડી, પુચકા… કંઈ કેટલાય નામ પણ સ્વાદ તો એ જ ખાટ્ટો-મીઠ્ઠો અને તીખો-તમતમતો…દેશભરમાં અલગ અલગ જગ્યા પ્રમાણે પાણીપુરીનું નામ ભલે બદલાય પણ તેના સ્વાદ કે લોકપ્રિયતામાં કોઈ પણ પ્રકારની ઓટ જોવા મળતી નથી. આજે અમે અહીં તમને આ જીભના ચટાકાનો પ્રોત્સાહન આપનાર પાણીપુરીની હેલ્ધી સાઈડ દેખાડવા જઈ રહ્યા છીએ.
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે સ્વાદમાં બધા સ્ટ્રીટ ફૂડને પાછળ મૂકી દેતી પાણીપુરી સ્વાસ્થ્યવર્ધક પણ છે. આ પાણીપુરી બનાવવા માટે ઘઉંનો લોટ, રવો, બાફેલા બટાકા, ફુદીનાના પાન, બાફેલા ચણા, લીલા મરચા, મીઠું, મરચું પાવડર, આમચુર પાવડર, ધાણા અને આમલીનો ઉપયોગ કરવામા આવે છે. તો ચાલો, વધારે સમય વેડફ્યા વિના જાણીએ આ પાણીપુરી ખાવાને કારણે આરોગ્યને થનારા ફાયદાઓ વિશે…
ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારે છે
પાણીપુરીમાં ઘઉંનો લોટ, રવો, ચણા અને બટાકા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંથી અનેક ઘટકો જે કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરના બેસ્ટ સોર્સ છે. આ જ કારણ છે કે પાણીપુરી ખાવાને કારણે મોટા પ્રમાણમાં ફાઈબર મેળવી શકાય છે, જે પાચનતંત્રને સુધારવામાં અને સ્વચ્છ રાખવામાં મદદરૂબ સાબિત થાય છે.
વજન ઘટાડે છે
ચોક્કસ જ તમે આ વાંચીને ચોંકી ગયા હશો કે વજન ઘટાડવામાં કઈ રીતે આ પાણીપુરી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ કોઈ ગપગોળા નહીં પણ હકીકત છે અને આવું શક્ય છે. પાણીપુરી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ઉકાળેલી હોય છે અને તેમાં પાણી પણ હોય છે. આ જ કારણ છે કે પાણીપુરીમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એસિડિટીને કહો અલવિદા
જો તમને પણ એસિડિટીની સમસ્યા હોય તો તેમાંથી આ પાણીપુરી જ છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એસિડિટીને દૂર કરવા માટે ડોક્ટર્સ સામાન્ય રીતે જલજીરા જેવું ઠંડુ પાણી પીવાની સલાહ આપે છે. જલજીરાનું પાણી પાણીપુરીનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે, કારણ કે તેના વિના પાણીપુરીનો સ્વાદ અધૂરો માનવામાં આવે છે. જલજીરાના પાણીમાં આદુ, જીરું, ફુદીનો, કાળું મીઠું, ધાણા અને ક્યારેક ક્યારેક કાળા મરી ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ પેટના ખરાબાને શાંત કરવામાં મદદ કરે છે અને એસિડિટીની સમસ્યાને પણ દૂર કરે છે.
મોઢાના ચાંદાને દૂર કરે
જો તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડતાં હોય તો તમારી આ સમસ્યાનો અકસીર ઈલાજ છે પાણીપુરી. પાણીપુરામાં ઉપયોગમાં લેવામાં આવતું તીખું અને જલજીરાનું પાણી મોઢામાં પડતા ચાંદાને દૂર કરે છે.
બ્લડ શુગરને કરે કન્ટ્રોલ
ઓછી કાર્બવાળી સામગ્રીને કારણે પાણીપુરી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આરોગ્યવર્ધક સાબિત થઈ શકે છે. જોકે તેનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -