ભારતીય ખાનપાનમાં પનીર હવે ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. એક સમયે લક્ઝરી ગણાતી આ વસ્તુ બાળકોથી માંડી વૃદ્ધોમાં લોકપ્રિય છે. વળી, વેજીટેરિયન લોકો વિટામિન બી 12 માટે પણ પનીર ખાવાનું પસંદ કરે છે. લગભગ એટલા માટે જ વર્ષ 2022માં ઈન્ટરનેટ પર સૌથી વધારે પનીરની વાનગી પનીર પસંદાની રેસિપિ સૌથી વધારે સર્ચ થઈ છે. આ રેસિપિને સૌથી વધારે ક્લિક્સ મળ્યા છે. જ્યારે ગણેશ ભગવાનના પ્રિય મોદકની રેસિપિ પણ ગૂગલ સર્ચમાં ટોપમાં છે. ટોપ ટેન ડ્રિંક્સ અને ફૂડ્સના લિસ્ટમાં આ બન્ને રેસિપિ ઉપરાંત ઓરેન્જ અને વોડકામાંથી બનાવાતા કોકટેલને પણ સ્થાન મળ્યું છે. નોન વેજીટેરિયન ફૂડના રસિયાઓએ ચિકન સૂપની રેસિપિ પણ મોટા પ્રમાણમાં સર્ચ કરી છે. પનીર પસંદા ઉપરાંત કોફ્તા કરી, પનીર ભરજી પણ ટોપ લિસ્ટમાં છે. તો બાળકોને ભાવતી પેનકેક પણ 2022માં ગૂગલ સર્ચમાં આગળ પડતી છે. અનરસા કરીને ચોખામાંથી બનાવવામાં આવતી મીઠાઈ પણ મોટા પ્રમાણમાં સર્ચ થઈ છે. આ બધા વચ્ચે પિત્ઝા તો કેમ ભૂલાય…માર્ગોરેટ પિત્ઝાની રેસિપિ પણ લોકોએ મોટા પ્રમાણમાં સર્ચ કર્યા છે. આજકાલ ઘણા જાણીતા શેફની સાથે ગૃહિણીઓ પણ પોતાની સ્પેશિયલ રેસિપિ ઈન્ટરનેટ પર મૂકતી થઈ ગઈ છે. ઘણાની પોતાની ચેનલ છે. આમાં યુવાનોએ પણ ઝૂકાવ્યું છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન બહારનું ખાવાનું સદંતર બંધ થતાં નવા નવા ચટાકાના શોખિનોએ ઘરમાં જ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આ માટે તેમનો સૌથી મોટો સાથીદાર છે ગૂગલ. ગૂગલ પર સર્ચ કરી લોકો અવનવી વાનગી બનાવતા થઈ ગયા છે ત્યારે તમે શું બનાવ્યું…