તમિલનાડુ વિધાનસભાનું પહેલું સત્ર ચાલુ કરવાની સાથે જોરદાર ધમાલ થઈ હતી. સત્તારુઢ દ્રમુકના સહયોગી પક્ષના વિધાનસભ્યોના સૂત્રોચ્ચારની વચ્ચે રાજ્યપાલ આર. એન. રવિએ પોતાનું પરંપરાગત સંભોધન કર્યું હતું. જોકે, વિધાનસભાના સત્ર દરમિયાન એમકે સ્ટાલિનના ભાષણને લઈ અન્ય વિવાદોની વચ્ચે તમિલનાડુના રાજ્યપાલે ગૃહમાંથી વોકઆઉટ કર્યાનો આશ્ચર્યજનક બનાવ બન્યો હતો.
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ સોમવારે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન દ્વારા વિધાનસભાના અધ્યક્ષને ફક્ત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ભાષણને રેકોર્ડ પર લેવા અને રાજ્યપાલના પરંપરાગત ભાષણમાં જોડવામાં આવેલા અંશોને હટાવવાનો અનુરોધ કર્યો હતો.
વિધાનસભામાં ફક્ત રાજ્યપાલના મૂળ ભાષણના રેકોર્ડ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કવરામાં આવેલા ભાષણના અમુક હિસ્સાને છોડી દીધા હતા, જેમાં ધર્મનિરપેક્ષતા સંદર્ભેના હતા અને પેરિયાર, બીઆર આંબેડકર, કે. કામરાજ, સીએન અન્નાદુરઈ અને કરુણાનિધિ વગેરે નેતા હતા ત્યાર બાદ મુખ્ય પ્રધાને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એમ કે સ્ટાલિને પ્રસ્તાવમાં કહ્યું હતું કે રાજ્યપાલની કાર્યવાહી બંધારણની વિરોધમાં હતી.
તમિલનાડુ વિધાનસભામાં ધમાલઃ હેં રાજ્યપાલે કર્યું Walkout
ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો👇 https://t.co/xArMxvH7pV #BREAKING #GetOutRavi #Governor #TamilNadu #RAVI #NewsBreak #NewsUpdates pic.twitter.com/esCRGVrtOZ— Mumbai Samachar Official (@Msamachar4u) January 9, 2023
રાજ્યપાલે એના પૂર્વે સત્તારુઢ દ્રમુખ અને સહયોગી પક્ષોના વિધાનસભ્યોના સૂત્રોચ્ચારની વચ્ચે પોતાનું ભાષણ શરુ કર્યું હતું. રવિએ તમિલમાં જેવું પોતાનું ભાષણ શરુ કર્યું હતું. વિધાનસભ્યોએ તમિલનાડુ વાઝગવે (તમિલનાડુ અમર રહે) અને એંગલ નાડુ તમિલનાડુ (અમારી જન્મભૂમિ છે)ના સૂત્રોચ્ચાર કર્યાં હતા. એના સિવાય ઠરાવોમાં મંજૂરી આપવામાં વિલંબ, જેમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ અને રાજ્યની યુનિવર્સિટીમાં ચાન્સેલરની નિમણૂક માટે રાજ્યપાલના પાવરને ઘટાડવા મુદ્દે પણ ગૃહમાં ધમાલ થઈ હતી. વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા 21 ખરડા રાજ્યપાલની પાસે પેન્ડિંગ છે.