Homeપુરુષગૌમૂત્ર ઉત્તમ રસાયણ છે

ગૌમૂત્ર ઉત્તમ રસાયણ છે

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલ કાટેલિયા

ગૌમૂત્ર (પંચગવ્ય) પરમ પવિત્ર રસાયણ છે. તે સંપૂર્ણ કુદરતી પદાર્થ છે. હૃદયને આનંદ આપવાવાળું તેમજ બળ અને બુદ્ધિપ્રદાન કરવાવાળું છે. પંચગવ્ય દીર્ઘ આયુષ્ય આપવા વાળું તેમજ લોહીના તમામ વિકારો દૂર કરવા વાળું તેમજ વાત, પિત્ત અને કફને દૂર કરી ત્રણેય દોષને મટાડે છે. હૃદયરોગ તેમજ ઝેરનાં પ્રભાવને દૂર કરે છે.
ગૌમૂત્ર તેજ તીવ્ર, ગરમ, ક્ષાર, કડવા, કશૈલા, લઘુ અગ્નિદીપન, લવણ (મીઠું) રસ યુક્ત, માથાના જ્ઞાનતંતુઓની શક્તિ વધારનાર, વાત, પિત્ત અને કફનાશક છે. પેટનું દર્દ, વાયુ ગોળો, પેટના બધા જ રોગો, ખુજલી, નેત્ર રોગ, મોં ના બધા જ રોગો, સફેદ ડાઘ (લ્યુકોડમાં), લોહી વિકાર, કુષ્ટ રોગ, શ્ર્વાસ , શોથ, કમળો, લોહીની ઉણપ, ઝાડા (અતિસાર), વાયુના બધા જ રોગો, બધા જ પ્રકારના રોગોના જીવાણુઓ, લીવર, સોજા, કબજિયાત, કાનના રોગો, આમ વૃદ્ધિ, સ્નાયુના રોગો વગેરે ૧૦૮ પ્રકારના રોગોને ગૌમૂત્ર દૂર કરે છે.
ગૌમૂત્ર મનુષ્યને લાંબા સમય સુધી યુવાન રાખીને વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે. ગૌમૂત્ર ચીરયૌવન પ્રદાન કરનારું ઉત્તમ રસાયણ છે.
ગૌમૂત્ર પુરુષત્વ વધારનારુ શક્તિવર્ધક મનુષ્યને તેજસ્વિતા પ્રદાન કરનારું ટોનિક છે. જાતીય નબળાઈઓ દૂર કરી બળ, બુદ્ધિ તેમજ આત્મવિશ્ર્વાસ વધારે છે..
મેઘાવી રુપાળા અને પ્રતિભા સંપન્ન બાળકોની પ્રાપ્તિ માટે ગર્ભવતી મહિલાઓએ ચાંદીના વાસણમાં જમાવેલ દહીંનો ઉપયોગ ભોજનમાં બાળકના જન્મ સુધી કરવો. તેથી બાળક સુંદર, આકર્ષક વ્યક્તિત્વ વાળું તીવ્ર બુદ્ધિશાળી અને મધુર સ્વભાવવાળું જન્મશે.
ખાસ નોંધ: પીવા માટે ગૌમૂત્ર કે છાણનો ઉપયોગ કરવો હોય તે સીધું ઝીલી લે જ લેવું. જમીન ઉપર પડ્યા પછી જમીન ઉપર જીવાણુઓ તેમાં ભળી જાય છે માટે ખાસ કાળજી રાખવી.
કબજિયાત
કબજિયાત એટલે બંધ કોષ, મોટી ઉંમરના ૭૦% થી વધારે લોકો કબજિયાતના રોગથી પીડાતા હોય છે. ઘણા રોગોનું મૂળ કારણ કબજિયાત છે. નાના તેમજ મોટા આંતરડામાંથી મળ એટલે કે કચરાનો નિકાલ થતો નથી તે તેમાં એકઠો થઈને આંતરડાને જામ કરી દે છે. જો પેટ સાફ ન થાય તો બેચેની લાગે છે. માથું દુ:ખે છે. કંઈ ગમતું નથી આખો દિવસ તેનું ટેન્શન રહે છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે.
કબજિયાતના દર્દીઓએ સવારે ૫૦ ગ્રામ ગૌમૂત્ર વહેલી સવારે લેવું. વધારે કબજિયાત હોય તો ગૌમૂત્રમાં હરડે પાવડર નાખીને ઉકાળી લેવું. અડધો કલાક પહેલા અને પછી કંઈ લેવું નહીં. આ પ્રયોગ ૪૫દિવસ સુધી સતત કરવો. તેનાથી વર્ષોથી આંતરડામાં જમા થયેલો કચરો દૂર થઈ જશે. ગૌમૂત્ર સારક તેમજ રેચક છે. તેનાથી આંતરડાનો સંકોચ દૂર થઈ સ્થિતિસ્થાપક બને છે. કબજિયાતના દર્દીઓએ ગૌમૂત્ર ઓછામાં ઓછું આઠ વખત સ્વચ્છ સુતરાઉ કપડાથી જુદી જુદી જગ્યાએથી ગાળવું. જેટલી વખત વધારે ગાળશો એટલા વધારે ઝાડા થશે.ગૌમૂત્ર પાન કર્યા પછી એક જ કલાકમાં પેટ સાફ થઈ જશે. માટે ગૌમુત્ર લીધા પછી બહાર જવું નહીં. શરૂઆતમાં વધારે જાડા થાય તો ચિંતા કરશો નહીં બે ત્રણ દિવસ પછી સામાન્ય થઈ જશે .જો સળંગ ન લઈ શકો તો અઠવાડિયામાં રજાના દિવસે એક વખત લેવું. કબજિયાતના દર્દીઓએ વહેલી સવારે ગૌમૂત્ર અને હરડે ચૂર્ણ બે ચમચી રોજ લેવું.
સાંધાના તેમ જ ઘૂંટણના દુખાવા (આર્થરાઇટિસ)
૪૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને થતો આ વ્યાપક રોગ છે. ખાસ કરીને ઢીંચણના દુખાવાની ફરિયાદ હોય છે.આવા દર્દીઓ દાદરો ચડી શકતા નથી. પલાઠી વાળીને બેસી શકતા નથી. હલનચલનમાં પણ તકલીફ પડે છે. દૈનિક કાર્યો પણ બરાબર કરી શકતા નથી. ઢીંચણમાં પીડા તેમજ દુખાવો થયા કરે છે. રાત્રે પણ બરાબર ઊંઘી શકતા નથી. જિંદગી દુ:ખમય બની જાય છે. બરાબર ચાલી શકતા ન હોવાને કારણે ચાલ કઢંગી બની જાય છે. અકાળે વૃદ્ધાવસ્થાનો અનુભવ થાય છે.
આવા દર્દીઓને વહેલી સવારે ૫૦ ગ્રામ ગૌમૂત્રનું પાન કરવું. આ પ્રયોગ ૪૫ દિવસ કરવો.જો તે શક્ય ન હોય તો અઠવાડિયે એક વખત ગૌમૂત્ર લેવું. જો શક્ય હોય તો બે ચમચી દિવેલ અને એક ચમચી સૂંઠનો પાવડર ગૌમૂત્રમાં નાખીને ગરમ કરીને ખૂબ હલાવીને લેવું. ગૌમૂત્ર માલિશ તેલથી સાંધા ઉપર માલિશ કરવું. પછી ગરમ પાણીમાં તેના ઉપર જારીને સ્નાન કરવું. શરીરના કોઈપણ ભાગ ઉપર માર વાગ્યો હોય કે સોજો આવ્યો હોય તો ત્યાં માલિશ કરવી. તેનાથી સોજો ઊતરી દુખાવો દૂર થશે.
આ સિવાય ઘણી ગૌશાળાઓમાં સાંધા ઢીચણ અને કમરનાં દુખાવા માટે ગૌમૂત્રમાં પારિજાતના પાનને ઉકાળી ગૌમૂત્રમાંથી અર્ક બનાવવામાં આવે છે. જે લાંબો સમય સુધી ખરાબ થતો નથી અને ચમત્કારિક પરિણામો આપે છે.
આ સિવાય ઘણાં દેશી બાવળની શીંગનો પણ પંચગવ્યમાં ઉપયોગ કરીને અસંખ્ય દર્દીઓનાં ગોઠણનાં ઓપરેશન કેન્સલ કરાવ્યાં છે. આજનાં આધુનિક સમાજમાં દેસી પ્રાકૃતિક (કુદરતી) તેલ વિશે એક વિશેષ વર્ગ દ્વારા ભ્રમ (દુષ્પ્રચાર) ફેલાવવામાં આવ્યો છે. કે આપણા સ્થાનિક તેલિબિયા તલ, મગફળી અને સરસોનાં તેલથી કોલેસ્ટ્રોલ વધે છે. જે તદ્દન વાહિયાત જુઠાણું ફેલાવી આપણા પૂર્વજોએ અપનાવેલ શુદ્ધ કાચી ઘાણીનાં તેલથી દૂર કરવામાં પ્રસાર પ્રચાર માધ્યમો દ્વારા સફેદ કોલરવાળા નિષ્ણાતોએ વંચિત રાખ્યાં છે.
આ તેનું દુષ્પરિણામ… કે આજે તમામ પરિવારોમાં ઢીંચણ (ગોઠણ) ના દર્દીઓ અચૂક જોવા મળે છે. મૂળ કારણ આપણા શરીરના તમામ પ્રકારના સાંધાઓમાં એક ચીકણું જેલી પદાર્થ હોવું એટલુજ જરૂરી છે, જેટલું ગાડીનાં એન્જિનમાં ઓઇલ. આ જેલી લુબ્રિકેન્ટ ફ્કત અને ફક્ત ગૌ આધારિત પ્રાકૃતિક પદ્ધતિ મુજબ ઉગવેલા તેલિબિયાનું કાચી ઘાણીનાં તેલ દ્વારા શરીરને મળતું હોય છે. જે બંધ થાય તો જ દવા કંપનીઓને ફાયદો થાય…
આ માટે ૭૦ નાં દશકથી પામ તેલનું માર્કેટિંગ ચાલુ થયું જે આજે આદત બની ગઈ છે. મજબૂરી બની ગઈ છે.
માર્કેટમાં મળતાં તમામ ૯૯.૯૯% બિસ્કીટ, ચોકલેટ, ફરસાણ અને બેકરી ઉત્પાદનો ૧૦૦% પામતેલ ઉપર નિર્ભર છે. તેલના વિષય ઉપર પછી ચર્ચા કરશું…
અત્યારનો મહત્ત્વનો પ્રાણપ્રશ્ર્ન એ છે કે ગોઠણનાં દુખાવાના વમળમાંથી નીકળવું કેવી રીતે..???
તો આનો એકમાત્ર સચોટ જવાબ છે: બને ત્યાં સુધી શરીરનાં દરેક સાંધાઓમા લુબ્રિકેંટ ઘટવા ન દેવું.
આ માટે જ્યાં સુધી (મૂળ) પ્રાકૃતિક ગૌ આધારિત (ઓર્ગેનિક) તેલિબિયાં નાં તેલ અથવા દેશી ગાયનું ઘીનો ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી દુનિયાની કોઇપણ દવા ૧૦૦% પરીણામ નહી આપે.
ખાસનોંધ: માર્કેટ મળતાં તમામ બ્રાન્ડનાં તેલોની કંપનીઓને રતતતશ દ્વારા ૪૦% પામ અથવા કોઇપણ (સોયાબીન) તેલની ભેળસેળ કરવાની લેખિત અનુમતિ આપવામાં આવી છે. જે તે બ્રાન્ડ પોતાની માર્કેટિંગ પાછળ લાખો નહિ કરોડો રૂપિયા જાહેખબર અને પ્રચારમાં ખર્ચે છે. તેઓને ફૂડકલર અને અસેન્સ વાપરવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે.
છેલ્લા દાયકાઓમાં એક પણ તેલ ભેળસેળનો કેસ સરકાર દ્વારા નોંધાયો નથી કે જાણમાં નથી… કારણ..???
બહુ મોટું રાજકારણ છે જે ક્યારેક જણાવીશ.. કેમકે અત્યારે ફ્કત
પંચગવ્યને જાણીએ
અને આવા તમામ દૂષિત ખોરાકની સામે પોતાનું અને પોતાનાં સ્વજનોનું રક્ષણ કઈ રીતે થાય, તે મારા આ લેખ દ્વારા મુંબઈ સમાચારનાં જૈન, વૈષ્ણવ, સ્વામી નારાયણ, શિવભકતો, રામભક્ત ગુજરાતી સમાજ કમસેકમ *પંચગવ્ય* ના ચમત્કારિક ગુણોનાં મતે એક મત થાય…
સમસ્ત હિન્દુ, શીખ, જૈન, સનાતન સંસ્કૃતિનું પતન કરવાનું મુખ્ય કારણ જર, જોરુ ને જમીન અને સત્તા માટે ભલે હોય, પરંતુ આટલી સમૃદ્ધ, હજારો વર્ષ જૂની પરંપરા, જીવનશૈલી, ઉન્નત સમાજ વ્યવસ્થાને તોડવાનું કોઈ અસ્ત્ર સંસારમાં કોઈ પાસે નથી. માટે જ આ બધાનો આધાર (મૂળ, મધ્ય બિંદુ)માં વિશ્ર્વમાતા ગૌમાતા (ગાવો: વિશ્ર્વશ્ર્વ: માતર:) છે.
માટે વિશ્ર્વની બીજી અસભ્ય સંસ્કૃતિને ભારતનું ક્યાં તો આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. જેમાં શિષ્ય બની અનુકરણ કરી પોતાનાં દેશને પ્રગતિ કરાવે(ચીન:હ્યુએનત્સંગ) અથવા ઈર્ષ્યા પણ થાય તે સ્વાભાવિક છે.
જેમ દરેક મનુષ્યોમાં ગુણ દોષ હોય જ છે. પરંતુ જે તે સમયે સ્થાન પ્રમાણે બદલાતો રહે છે…. કૌશલ્યા અને કૈકયી સગી પ્રેમાળ બહેનોની જેમ ક્યારેય એક બીજાં ને દુ:ખ ન આપતાં, બન્ને એકજ પરિવારની પુત્રવધૂઓ રઘુકુળનાં વંશવિકાસ અને સુરક્ષાની ચિંતા કરતાં હોય તે સ્વાભાવિક છે. પરંતુ *ભાવ*.?
બધોજ ખેલ *ભાવ* નો છે. ઇર્ષ્યા થકી રામાયણ થઇ..
*આ ઇર્ષ્યા ભાવને કારણે વિશ્ર્વના તમામ પછાત દેશો ને *ભારતભૂમિ* નું અક્રાર્ષણ થયું… અને જે તે દેશનાં સ્થાનિક સાહસિકોને ભારત દેશથી આવતાં વેપારીઓની જાસૂસી કરવાં અને પીછો કરીને સ્વર્ગ સમાન, ઇન્દ્ર નગરીને શરમાવે તેવી સભ્યતા અને વિવિધતાવાળા દેશનું લોકેશન જાણવા ત્યાંના વેપારીઓ અને રાજાઓ ફંડ ભેગું કરીને (ગામનું દેવું) સિકંદર,વાસ્કો ડી ગામા અને કોલમ્બસ જેવા, હજારો ખલાસીઓ એ વર્ષો સુધી ભારત શોધવાં કોશિશ કરી હશે..??
(મશાલનાં જમાનામાં દરિયામાંથી મોતી શોધવાં જેટલું કપરું)
પરંતુ આપણા હોંશિયાર (મોટે ભાગે જૈન) વેપારીઓ મહિનાઓ સુધી એક દેશથી બીજે દેશ મહિનાઓ, વર્ષો સુધી (જ્યાં સુધી ઘર યાદ નો આવે અને ૭ પેઢીનું ભેગું ન થાય ત્યાં સુધી) દેશ વિદેશ ફરતાં જાય, વેપાર કરતાં જાય અને જૈન ધર્મનો પ્રચાર કરતા જાય તેવાં મોજીલા વેપારી પાસે સારા સંસ્કાર સિવાય કોઈ દિશા ન્હોતી મળતી….
યોગાનુયોગે હિન્દ મહાસગરમાં ઍક ભટકેલા નાવિકને વિદેશ જતાં ભારતનાં વેપારી એ ભારત દેશની દિશાનું માર્ગદર્શન કર્યુ હતું.
જે બાદમાં તમે અને મેં આપણી શાળાઓમાં પોતાનાં પૌરાણિક ભારતની શોધ કરનાર .. ફલાણા ઢિકના…(હું તેમનાં નામ નહીં લખું, કેમકે ભારત તો સદીઓથી કૈલાશની છાયામાં અડગ ઊભું હતું. અને રહેશે. માટે તેઓએ ભારત શોધ્યું ના કહેવાય કદાચ તમારાં દેશમાં તમે પહેલાં જોયું. હશે…=૩)
ભારતની ઓળખ પોતાની મનસ્થિતિ (તોલમરોળ) પ્રમાણે કરી, જે પૂરું સમજે વિચારે આપણને શાળાઓમાં ૧૦૦% સાચું ઠોકી બેસાડી દીધું. અને આપણી નવી પેઢીને પણ આ ખોટી માન્યતા પૈસા આપીને (સ્કૂલ, ટ્યૂશન) શિખવીએ છે, આ ખાટલે મોટી ખોટ છે.
*આટલો મોટો સોનેરી દેશ, વિવિધતાઓ અને વિશેષતાઓમાં સ્વર્ગ સમાન, મહાન સંસ્કૃતિને માત દેવા માટે બીજું કંઈ નહીં આ ફ્રી ગુરુકુળ શિક્ષણ પોતાનાં ચાર મોર્ચે ચાર વેદ, ઉપનિષદ, ધર્મ, સંહિતા ઉપર અડગ ઊભું હતું. તેની ઉપર વજ્ર ઘાત એટલે કે સમયાંતરે મેકોલે શિક્ષણ પદ્ધતિનું આગમન થયું. ઉચ્ચ પદ અને સરકારી નોકરીનો ઉપયોગ કરી ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન કરી સ્વાભિમાની, શૂરવીરોને આપસમાં પહેલાં વાણી દ્વારા (ઝેર પાઈ) નકારાત્મક ભાવનાઓને ઉત્તેજન આપતાં અસંતોષ અને ઇર્ષ્યા ઉત્પન્ન કરી. ઍક બીજા ઉપર વિના કારણે એક બીજા પોતાનાં ભાઈઓ મરતા મારતા રહ્યા, વિજેતા સાથે અંગ્રેજ વેપારી બનીને પ્રદેશનાં ભાગીદાર બની એક પછી એક પ્રદેશ જીતતા ગયા ….. પછી ભલે તે સિકંદર, ફિરંગી, મોગલ,પોર્ટુગીઝ કે અંગ્રેજ… હોય.
બધાજ પોત પોતાનાં સૂવર્ણ કાળમાં ભારત દેશને લૂંટાય તેટલું લૂંટ્યું…
આ વિદેશી આક્રાંતાઓ દ્વારા તે જમાનામાં ભારત ઉપર રાજ કરવા.
ભારતનું સૌથી પ્રિય, જીવથી વ્હાલું ધન; એટલેકે: ગૌ ધન: ઉપર આક્રમણ અને અપહરણ કરવામાં આવતું..
અને આ જ આપણી ગૌમાતાની રક્ષા કાજે ગૌમાતાનાં દૂધની લાજ રાખવા માટે ગામે ગામ ચોવીસ કલાક, કેટલાંક ગૌરક્ષકો તલવાર પણ સાથે લઇને સૂતાં..
ગૌરક્ષા કાજે એક એક ગોવાળે હજારોનાં માથાં લીધાં હોય તેવા મહાપ્રતાપી દેશી ગાયનું દૂઘ, દહીં, ઘી પીધેલા કિશોર વયના ગોવાળની બરોબરી ન્હોતા કરી શકતા.. છલ, કપટ કરીને ઘાત કરતાં. તેમનાં પાળિયા આજે ગુજરાત રાજસ્થાનમાં ગામે ગામ જોઈ શકતા…
હવે તો નવી પેઢીને એક નકામો પત્થર સમજીને ગમ્મે ત્યાં ફેકતાં જોયા છે.
હા… આપણે પણ એજ વડવાઓનાં સ્વાર્થી સંતાનો છીએ.. આપણા વડવાઓ સ્કૂલ નોતા ગયાં, પણ કોઠા જ્ઞાન માં જોટો ન જડે તેવાં હતાં.. પણ અક્ષર (સંસ્કૃત)જ્ઞાનમાં મીંડું હતા.
(દરેક વર્ણમાં),
….
ભૂલ ત્યાંજ થઇ… પહેલાં ધર્મ ક્ષેત્ર જણાયું. જે પ્રમુખ સ્થાને હતું.
જેતે સમયમાં રાજાઓ ધર્મ સત્સંગ ગોઠવતાં પહેલાં પોતાનાં નગરમાં સ્પર્ધા થાય… જે જીતે તેને રાજસભા માં સ્થાન મળતું…. રાજાના સલાહકાર તરીકે નિમણૂક થાય કે ત્યાંથી લોભ અને અહંકારનો પ્રવેશ નારી નૃત્ય અને મદ્ય પાન દ્વારા આપોઆપ થઇ જાય..
અને અભિમાનમાં એક ધર્મમાં બે પંથ થતાં ગ્યા…. આજે ગણ્યા ગણાય નહીં તેટલાં ગામે ગામ નોખા નોખા પંથ, નિયમો કરીને સમાજ વિખૂટો પડતો ગયો….
પરિણામ..*મેકોલે શિક્ષણ પદ્ધતિ* લાગુ કરવામાં આવી….
મેકોલે શિક્ષણ મુજબ ગાય એ સામાન્ય પ્રાણી છે…
તેવું આપણા પૂર્વજો એ સ્વીકાર્યું અને આપણા મક્ષફ માં આપ્યું..
આ ક્રમમાં ગાયમાતાનો પહેલો ગુનેગાર વિદેશી યાત્રી નહીં પણ આપણા પૂર્વજો અને ત્યાર બાદ અત્યારસુધી નાં આજનાં આપણા વ્હાઈટ કોલર શિક્ષિત યુવાનો આધુનિક ખરા, પરંતુ અધ્યાત્મિક, સાત્વિક સંસ્કારોમાં અંગૂઠા છાપ પ્રજા જ છે…
જેમને આપણી દેશી ગાય અને ભેંસ અને વિદેશી ઝર્શી કાઉમાં તફાવત જણાતા નથી..
આપણામાંથી મોટાભાગના ગાય અને ભેંસના દૂધમાં શું તફાવત છે તે પણ સમજી શકતા નથી…
મોટાભાગના શિક્ષિત લોકો પણ જાણતા નથી.
ક ભેંસને કાદવ પસંદ છે.
ક ગાય તેના છાણમાં પણ બેસતી નથી. ગાયને શુદ્ધતા પસંદ છે*.
ક જો તમે ભેંસને ૨ કિમી દૂર લઈ જાઓ અને તેને છોડી દો. તે ઘરે પરત ફરશે નહીં. પાવર મેમરી શૂન્ય છે.
ક ભલે આપણે ગાયને ૫ કિ.મી. દૂર છોડીએ તો પણ તે ઘરે પરત આવશે.
ગાયના દૂધમાં સ્મરણશક્તિ છે.
ક જો દસ ભેંસોને બાંધી દેવામાં આવે અને તેનાં બાળકોને છોડી દેવામાં આવે તો એક પણ બચ્ચું તેની માતાને ઓળખશે નહીં.
ક પણ ગાયનું વાછરડું, સો ગાયોની વચ્ચે માતાને ઓળખી શકે છે.
ક દૂધ કાઢતી વખતે ભેંસ પોતાનું બધુ જ દૂધ આપે છે.
ક ગાય તેના બચ્ચા માટે થોડું દૂધ છુપાવે છે. જ્યારે બચ્ચું પીતું હોય ત્યારે જ તે સંગ્રહિત દૂધ છોડે છે. ગાયના દૂધમાં કોમળતા હોય છે.
ક ભેંસ સૂર્ય કે ગરમી સહન કરી શકતી નથી.
ક ગાય મે-જૂનના સૂર્યનો પણ સામનો કરી શકે છે.
ક ભેંસ વિશાળ અને આળસુ છે અને ઝડપથી ચીસો પાડતી નથી. તેનું દૂધ ઘટ્ટ અને પચવામાં મુશ્કેલ છે. જ્યારે આપણે દૂધનું સેવન કરીએ છીએ ત્યારે આળસ અને અપચો થાય છે. વાછરડાને દૂધ આપતા સમયે માલિક દ્વારા છેતરવામાં આવે છે.
ક વાછરડાને જ્યારે માતાથી અલગ કરવામાં આવે છે ત્યારે તેને સંભાળવું ખૂબ મુશ્કેલ હોય છે. વાછરડાને માતાનું દૂધ પીધા પછી પણ આપણે દૂધ પીતી વખતે તેને નિયંત્રિત કરી શકતા નથી. તે કાળજી અને માયા તેના દૂધમાં વહેંચાયેલી છે.
ગાયની પીઠ પરની “સૂર્ય કેતુ ચેતા જ્યારે તડકો હોય ત્યારે જાગૃત થાય છે.* આ ચેતા સૂર્ય, તારા, ચંદ્ર અને બ્રહ્માંડમાંથી “કોસ્મિક એનર્જી ગ્રહણ કરે છે. એટલા માટે ગાયના દૂધમાં રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. બ્રહ્માંડમાં કોઈપણ જીવમાં આવી શક્તિ નથી.
વાસ્તવમાં, ગાયનું દૂધ પીવાથી તમારા શરીરને ગરમ કરતું નથી.* ભેંસનું દૂધ ગાઢું હોય છે, જ્યારે તેનું સેવન કરવામાં આવે છે ત્યારે શરીર ગરમ થાય છે, અને આપણા શરીરમાં સુગર પણ વધે છે (જેરી દૂધમાં વધુ હોય છે) તે સુગરના દર્દીઓ માટે સારું નથી કારણ કે સુગર લેવલ વધે છે. પરંતુ જ્યારે ગાયનું દૂધ પીવામાં આવે છે ત્યારે તે તેનાથી વિરુદ્ધ હોય છે.
આપણે દરેક વસ્તુમાં ચરબીનું પ્રમાણ જોઈએ છીએ. અમે એક જાહેરાતની સલાહને અનુસરીએ છીએ, કે શુદ્ધ તેલ કોલેસ્ટ્રોલનું કારણ નથી, અમે તે તેલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે અમે ભેંસના દૂધમાં વધુ ચરબીયુક્ત સામગ્રી ચૂકવીને ઘરે મેળવીએ છીએ, જે કોલેસ્ટ્રોલનું પણ કારણ છે (ચરબીનું પ્રમાણ).
ક ભેંસના દૂધમાં ત્રીજા અને ચોથા પોષક તત્ત્વ વરાળ થઈ જાય છે જ્યારે આપણે તેને સ્ટવ પર મૂકીને થોડું ગરમ કરીએ છીએ.
ક ગાયના દૂધને ગમે તેટલી વખત ઉકાળવામાં આવે તો પણ તેના પોષક ગુણોનો નાશ થતો નથી. (ક્રમશ:)ઉ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -