Homeતરો તાજાઅગ્નિહોત્ર ભાગ-૭: હિંસારહિત યજ્ઞોનું સાત્વિક ફળ મેઘાવી પુરુષને જરૂર મળે છે

અગ્નિહોત્ર ભાગ-૭: હિંસારહિત યજ્ઞોનું સાત્વિક ફળ મેઘાવી પુરુષને જરૂર મળે છે

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા

સિદ્ધાર્થ ગૌતમના જન્મ સમયે હિંસાચાર પોતાની ચરમસીમા ઉપર હતો. વર્ણભેદ ઉપર ધાર્મિક ઠેકેદારોનું વર્ચસ્વ હતું. સામાન્ય જનો ઉપર ધાર્મિક અત્યાચાર (સખત નિયમો ) નું વાતાવરણ આ યુગની વિશેષતા હતી. એજ અરસામાં ઈસ પૂર્વ ૫૩૩માં ભગવાન ગૌતમ બુદ્ધનું આગમન થયું. ગૌતમ બુદ્ધનાં આગમન અને તેમનો મૂળ હેતુ હિંસાયુક્ત અવિધિ યજ્ઞો ને બંધ કરી વેદોક્ત અહિંસક યજ્ઞોનો પ્રારંભ કરવાનો હતો. શરૂ શરૂમાં તેમણે યજ્ઞોમાં હિંસા (પશુ બલી)નો નિષેધ કર્યો હતો. રાજા પ્રસન્નજીત દ્વારા ઇંદ્રપદની પ્રાપ્તિ માટે યજ્ઞમાં હજારો પશુઓની બલી દેવાના સમાચાર મળતાં તેઓ સ્વયં રાજા પાસે હાજર થયાં હતાં. અને તેમણે રાજાને સંબોધી ભરીસભામાં આહવાહન કર્યું હતું કે, “જો આ યજ્ઞ માટે મૂંગા પશુઓની બલી આપીને તમને ઇન્દ્રપદ મળતું જ હોય, તો તેના બદલે સ્વયં પોતાની બલી દેવા તૈયાર છું, આ મૂંગાપશુ કરતાં હું શ્રેષ્ઠ છું. તમને મહેન્દ્રપદ અવશ્ય પ્રાપ્ત થશે.
અને રાજા પ્રશાંનજીત ને સાત્ત્વિક સાચી, શુદ્ધ યજ્ઞ વિધિનું જ્ઞાન આપી પશુબલીનો ત્યાગ કરાવતાં કહ્યું હતું કે “હિંસારહિત યજ્ઞોનું સાત્વિક ફળ મેઘાવી પુરુષને જરૂર મળે છે. જયારે હિંસક યજ્ઞો ફક્ત આસ્તિક ફળ આપે છે. માટે હે રાજન હિંસારહિત ધર્મયુક્ત યજ્ઞ સર્વ શ્રેષ્ઠ છે.
ભગવાન બુદ્ધ નિત્ય અગ્નિહોત્રનું વિલક્ષણ મહત્ત્વ આપતાં જણાવે છે કે…..
“જેમ નદીઓમાં સાગર, મનુષ્યોમાં રાજા, છંદોમાં સાવિત્રી છંદ મુખ્ય છે. તે પ્રમાણે યજ્ઞોમાં અગ્નિહોત્ર મુખ્ય છે. ગૌતમ બુદ્ધે સત્યધર્મમાં આવેલ કુપ્રથાને દૂર કરવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ યજ્ઞ વિધિમાં હિંસાની કુપ્રથા એટલી તો જનમાનસ ઉપર પ્રભાવી થઇ હતી કે આ હિંસા રોકવી અસંભવ થઇ ગઈ હતી. આથી આ યજ્ઞોનો દુરાગ્રહ કરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને અંતે ભગવાન બુદ્ધ દ્વારા મોક્ષ પ્રાપ્તિ માટે કોઈપણ પ્રકારના કર્મકાંડ રહિત ફક્ત શુદ્ધાચરણ, જીવદયા, પ્રેમ, પરોપકાર અને અહિંસાનો માર્ગ અપનાવ્યો. અને આમ તે સમયે બ્રાહ્મણો, તાંત્રિકો દ્વારા નિર્મિત કર્મઠતાનાં આડમ્બરનાં શિકાર બનેલા સામાન્ય જનમાનસ દ્વારા બૌદ્ધમત મુજબ સરળ અને સદાચરણનો સ્વીકાર કરવામાં આવ્યો. અનુસરણ કરવામાં આવ્યું.
ભગવાન વર્ધમાન પણ ગૌતમબુદ્ધના સમકાલીન હતા. આ બંને મહા વિભૂતિઓ સમાન ભાવ અને ઉદ્દેશ્ય ધરાવતા હતા. ભગવાન મહાવીર દ્વારા પણ યજ્ઞોમાં સ્વાર્થી તત્ત્વો દ્વારા પ્રચારિત હિંસાનો સખત વિરોધ કર્યો. આ બંને વિભૂતિઓની અથાગ કોશિશો દ્વારા યજ્ઞવેદી માં અમુક અંશે હિંસા બંધ થઇ. અથવા પશુબલી ને બદલે “પીષ્ટિ પશુ એટલે કે અનાજનાં લોટમાંથી બનાવેલ પશુઓ (પ્રતિકૃતિ)ની આહુતિ દેવાનો રિવાજ શરૂ થયો જે આજે પણ મહદઅંશે ચાલુ છે. આમ યજ્ઞવેદીમાં હિંસાની ભાવનાનો નિયમ બદલાયો.
એક જ સમયે એક જ ઉદેશ્ય સાથે બે મહાપુરુષોનું આગમન સિદ્ધ કરે છે કે ત્યારના તત્કાલીન સમયમાં હિંસાચારની પ્રથાનો વિરોધ કેટલો જરૂરી જણાયો હશે. આ રીતે આપણે આ બન્ને વિભૂતિઓનાં જીવિતકાર્યનો પ્રયાસ વિશ્ર્વસ્તરે અધૂરું રહ્યો એમ માની શકીએ. મિશન પૂર્ણતાને પ્રાપ્ત ન થયો. અને આમ કેમ થયું?? તેનો વિચાર કરતાં ભગવાન મહાવીરનાં જીવનના એક પ્રસંગનું ચિંતન કરી શકાય.
“આસોવદ અમાસનો દિવસ હતો. ભગવાન મહાવીરને પોતાના નિર્વાણ કાળ જાણ થઈ ચૂકી હતી. ત્યારે તેમનું છેલ્લું પ્રવચન સાંભળવા શ્રાવક -શ્રાવિકા સંઘ એકચિત્ત થઈને સાંભળી રહ્યાં હતાં. તેમનું પ્રવચન સાંભળવા જનમેદનીનો મહાકુંભ મેળો જામ્યો હતો. સ્વર્ગથી દેવતાઓ પણ પણ ઉપસ્થિત હતાં. તેમનું છેલ્લું પ્રવચન ખૂબ જ લાંબુ ચાલ્યું હતું. પ્રભુનું પ્રવચન આટલું લાબું થઇ રહ્યું છે તે જાણીને દેવરાજ ઇન્દ્રએ ભગવાન મહાવીરને નિવેદન કર્યું કે ” જો આ સમયે તમે નિર્વાણ લીધું તો જૈન શાસન માટે અહિતકર થશે. અને તમારાં જીવિત કાર્યની સફળતા ૨૫૦૦ વર્ષ સુધી લંબાઈ જશે. માટે હે પ્રભુ તમે હાલ તમારો નિર્વાણ ટાળી દયો.
ત્યારે ભગવાન મહાવીર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે…
“કર્મની ગતિ અટલ હોવાં છતાં સિદ્ધપુરુષ તેને ટાળી શકે છે, પરંતુ આ યોગ્ય નથી.!!
માટે તેમનું જીવિત કાર્ય અધૂરું રહેશે એવું જાણતા હોવાં છતાં નિર્વાણ લેવાનો નિર્ણય કર્યો.
આજે ૨૫૦૦ વર્ષ થઇ ચુક્યા છે. ભગવાન બુદ્ધ અને મહાવીરનાં અધૂરા રહેલાં કાર્યો.. શુદ્ધ વૈદિક શાસ્ત્રોક્ત પદ્ધતિથી હિંસારહિત યજ્ઞોનું પુનરાવર્તન શરૂ થઇ ચૂક્યું છે.
સંપૂર્ણ શાસ્ત્રીય, શુદ્ધ, સાત્વિક અને વેદમાન્ય વિધિથી હજારો વર્ષ બાદ અક્કલકોટ મહારાષ્ટ્રમાં સોમયજ્ઞ થયો. “શ્રુતિ પુનરુંજીવનની પ્રતિજ્ઞા લેવાવાળા સત્યધર્મ પ્રવર્તક દ્વારા આ યજ્ઞનાં સૂત્રોએ જવાબદારી લીધી. અને એમના અથાગ પ્રયત્નો દ્વારા ૧૯૬૩થી નિત્ય અગ્નિહોત્રની શરૂઆત થઇ. અને આજે વિશ્ર્વધર્મ તરીકે વ્યાપ્ત થઇ ચૂકી છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ દ્વારા પ્રમાણિત અને સ્વીકારાઈ છે. આમ શ્રીગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર દ્વારા આ પ્રારંભ કાર્યનું ઇન્દ્રનાં કથાનુસાર ૨૫૦૦ વર્ષ બાદ આ ઇષ્ટફળની પ્રાપ્તિ થઇ રહી છે.
ઈરાનમાં ભગવાન બુદ્ધ-મહાવીરનાં સમકાલીન “પ્રભુ જરદસ્તુ એ પણ યજ્ઞોમાં જીવ હિંસાનો વિરોધ કર્યો હતો. એમણે અગ્નિ ઉપાસનાને સર્વજનિક રૂપે પ્રતિષ્ઠિત કર્યો હતો. જેમનાં અનુયાયીઓ પારસી કહેવાયા. જે આજે પણ અગ્નિ ઉપાસના અલગ રીતે કરી રહ્યાં છે. ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -