પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા
અગ્નિહોત્ર ભાગ-૬
—
આપણે ગયાં અંકમાં અગ્નિહોત્ર ભસ્મની શક્તિ વિશે જાણ્યું.
આટલો ચમત્કારિક પરિણામ આપનાર અગ્નિહોત્ર અત્યાર સુધી કેમ અને કોણે લુપ્ત – ગુપ્ત રાખ્યો હશે..??? એ એક પ્રશ્ર્ન છે.
આનો સીધો સરળ જવાબ છે “આ અવધિમાં આડંબરનું પ્રવેશ થવું.
જન-માનસને જેનું આચરણ કરવાનો અધિકાર હતો. તે સ્વાર્થી તત્વોએ પોતાના અને ફક્ત પોતાના અધિકાર પૂરતું સીમિત કરી દીધું. કર્મ પર આધારિત વર્ણવ્યવસ્થાને જાતિનું બંધારણ કરી દીધું. સ્ત્રીઓ અને ક્ષુદ્રોને વેદાધિકાર થી વંચિત કરવામાં આ ષડયંત્ર સફળ થયું. યજ્ઞોના મૂળ ઉદ્દેશ્ય “પ્રેમ અને લોક કલ્યાણનું વિઘટન કરી સ્વાર્થ સિદ્ધિ માટે એનો ઉપયોગ થવા લાગ્યો. કાલાન્તરે તથા કથિત મોક્ષ પ્રાપ્તિ માટે યજ્ઞોમાં મૂંગા જીવ પશુઓની બલિ દઈને એના રક્ત માંસની આહુતિ દેવાનો રિવાજ બની ગયો. ધર્મના નામ પર વ્યાખ્યા બદલીને અધર્મ થવા લાગ્યો. જે “સત્યધર્મ “અહિંસાને શ્રેષ્ઠ કર્મ બતાવે છે, એ આ બલિપ્રથાથી કેવી રીતે પ્રેરિત થઈ શકે ..????
ધીરે ધીરે વૈદિક- શાસ્ત્રોક્ત યજ્ઞ થવાનું બંધ થઈ ગયું. બલિ (ભોગ, પ્રસાદ) ની “બલિપ્રથા શરૂ થઈ ગઈ. આવા યજ્ઞોમાં કરવામાં આવતી હિંસા એ હિંસા નથી બલી (ભોગ, પ્રસાદ) છે. તેવું જનમાનસમાં ઠોકી બેસાડવામાં આવ્યું.
સત્યધર્મમાં યજ્ઞોના બે ઉદ્દેશ્ય છે.
૧) વાતાવરણ શુદ્ધિ
૨) વાયુમંડળને તિૃષ્ટ- પુષ્ટિ પ્રદાન કરવું.
જ્યારે યજ્ઞોમાં અભક્ષ્ય પદાર્થો માંસ, મદિરા વગેરેની આહુતિઓનો હવન કરવામાં આવે છે ત્યારે વાતાવરણ સુગંધિતની જગ્યાએ દૂષિત જ થવાનું છે. પુષ્ટિદાયક ન થઈને વિનાશકારક પરિણામ આપનારું બને છે.આમ ધર્મના નામ ઉપર અધર્મ આચરણ કરવાવાળા તત્કાલીન સ્વાર્થી (બલિપ્રથાનાં તમામ પૂજારીઓ, ભૂવાઓ, તાંત્રિકો) તત્ત્વોએ જ આ ચાલુ કર્યું. અને કરતાં આવ્યાં છે.
અંતે….સમસ્ત પૃથ્વીના વિવિધ ભાગોમાં મૂળ સત્યધર્મ ની મહત્તા અને સત્યતા નો ઉપદેશ દેવા માટે “સત્યમાર્ગનું મતમતાંતર મુજબ અર્થઘટન કરવામાં આવ્યું. આ ધર્મમત નો ઉપદેશ (પરિવર્તન) જેમણે આપ્યો તેને આપણે ઈશ્ર્વરનાં અંશ, ભગવાન, મોહમ્મદ કે ઇસુ જેવાં શુભચિંતક તરીકે જાણીએ છીએ. એમને પણ ખ્યાલ હતો કે “યજ્ઞ જ મૂળધર્મ છે. અને યજ્ઞનો જ આશ્રય લેવો જોઈએ.
પરંતુ વિપરીત દિશા એ ચાલતી “બલિપ્રથા ને કારણે અને તેમાં અપાઈ રહેલી માંસ, મદિરાની આહુતિઓ આપનાર અધાર્મિક અને અવૈદિક કાર્યને ન સ્વીકાર્યું.
તેમણે યજ્ઞનો જ એક ભાગ તરીકે “પ્રાર્થનાં ઉપર વિશેષ આગ્રહ રાખ્યો. દેવી- દેવતાઓ, પરમ પિતા પરમેશ્વર ને સંબોધિત “પ્રાર્થના” કરવાનો ઉપદેશ આપ્યો. સમસ્ત સંસારમાં બધાં જ પ્રચલિત ધર્મમતોમાં “પ્રાર્થનાં જોવા મળે છે.
ભગવાન ગૌતમ બુદ્ધ, વર્ધમાન મહાવીર અને ઈશા-મસીહના ઉપદેશોમાં યજ્ઞહિંસાનો નિષેધ કર્યો છે. અવિધી યજ્ઞ નો અસ્વીકાર કર્યો છે. ફ્કત અને ફ્ક્ત “પ્રાર્થનાંને મહત્ત્વ આપ્યું છે. કાળાંતરે મૂર્તિપૂજાનો વિરોધ કરીને ત્રીજો શુદ્ધધર્મ તરીકે પ્રચલિત મુસ્લિમ (શરિયા, કુરાન) ધર્મમાં પણ ફકત “પ્રાર્થના કરવાનો આદેશ મહોમ્મદ પયગંબરે આપ્યો.
બુદ્ધ મહાવીર પછી શૈવ-વૈષ્ણવ- શાકત- ભાગવત વગેરે મતોનો ઉદય “હિંદુધર્મ સ્વરૂપે થયો. અને આમ “હિન્દુ શબ્દની ઉત્પત્તિ સ્પષ્ટ થાય છે.
ફક્ત ભગવાન “શ્રીરામ અને ક્રિષ્ન અવતારમાં શ્રી કૃષ્ણ એ યજ્ઞરક્ષા કરી પોતાના જીવન દ્વારા યજ્ઞનો સંદેશ માનવ માત્રને દીધો છે. સીતા હરણને નિમિત્ત બનાવી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રએ યજ્ઞ વિધ્વંશકારી રાવણનો વધ કર્યો હતો.
સંપૂર્ણ રામાયણ તથા રામરાજ્યનો મૂળ પાયો યજ્ઞ પર જ આધારિત હતો. યજ્ઞ વિનાનાં રામરાજ્યની કલ્પના કે સાચું મૂલ્યાંકન કરીજ ન શકાય. યજ્ઞરહિત રામરાજ્યનું અસ્તિત્વ અસંભવ છે.
માટે જ આજનાં આધુનિક યુગમાં “ઘરે-ઘરે અગ્નિહોત્ર મહત્ત્વની આવશ્યકતા છે. રામરાજ્ય ત્યારે જ સંભવ થાય, જ્યારે પહેલાંની જેમ દરેક ઘરે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અગ્નિહોત્ર નો પાવન મંત્રઘોષ શરૂ થાય.અને તો જ પ્રદૂષણરૂપી રાવણનો અંત પણ થશે.
અગ્નિહોત્ર ભસ્મનો વિવિધ રોગો માટે ઉપચાર, વિવિધ ઔષધી ગુણ, નિર્માણ વિધિ વગેરે
વધુ આવતાં અંકે… ઉ