પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા
રોગાણુ સર્વત્ર છે. એક રીતે જોવા જઈએ તો રોગાણુના સાગરમાં આપણે શ્ર્વાસ લઈ રહ્યા છીએ. દરેક શ્ર્વાસ સાથે અરબો ખરબો જીવાણુ આપણા શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આપણા શરીરનાં લોહીમાં રહેલા રોગપ્રતિરોધક કોશિકાઓ (શ્ર્વેત કણો) આ રોગાણુથી લડવામાં સમર્થ છે, ત્યાં સુધી આપણો વાળ પણ વાંકો નથી થતો. જ્યાં આ રક્ષા કવચ તૂટયું ….કે ક્યારેક ખાંસી, ઉધરસ, મલેરિયા તાવ તો ક્યારેક કમળો, ટીબી અને કેન્સર જેવી સેંકડો ઉપાધિઓનું આક્રમણ નિશ્ર્ચિત થાય છે.
આમાં મહત્ત્વપૂર્ણ એ નથી… કે કોઈ કેટલો લાંબો સમય સુધી જીવીત રહે છે. ?? મહત્વપૂર્ણ એ છે કે… કોણ? કેટલું ? સારી રીતે જીવે છે.? નિરોગી જીવે છે.?? આધુનિક ચિકિત્સા પદ્ધતિ નાં ઉપચારથી મનુષ્યનું સરેરાશ આયુષ્ય તો વધ્યું જ છે, પરંતુ સાથે જ મનુષ્યનું શરીર રોગોનું ઘર બની ગયું છે. તે નિત-નવી હોસ્પિટલોની સંખ્યા વૃધ્ધિ, માનવનું નિર્બળ સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શકિતનો અભાવ આ સાબિત કરે છે.
મનુષ્યનું સ્વાસ્થ્ય તેના ખાન-પાન , દિનચર્યા અને વાતાવરણ જેમાં શ્ર્વાસ લે છે તેના ઉપર નિર્ભર કરે છે. નિરોગી સ્વાસ્થ્ય માટે સ્વચ્છ વાતાવરણ એક અનિવાર્ય અંગ છે. મનુષ્યને કેવળ સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ મહત્વનાં છે. જેને જીવનશક્તિ કહે છે. આપણને સદૈવ બળવાન, સ્ફૂર્તિવાન અને ચૈતન્ય ચિત્ત ની સાથે નિરોગી કાયા ની ઝંખના કરતાં હોય તે સ્વાભાવિક છે. એનાં માટે આપણી જીવનશક્તિ અને પ્રાણશક્તિ પ્રબળ હશે તો જ આપણે તંદુરસ્ત રહેશું.
જીવનનું બીજું નામ એટલે પ્રાણશક્તિ. આપણું શરીર દૈનિક કાર્ય માટે આ પ્રાણશક્તિ ઉપર જ નિર્ભર છે.તો આ શક્તિનો વ્યાપ છે.. પંચતત્ત્વ આકાશ, અગ્નિ, વાયુ, પ્રકાશ અને ભૂમિ. આ પંચ તત્ત્વોમાં પ્રાણશક્તિ અવિરત વહ્યાં કરે છે. અને જ્યારે આપણું શરીર આ પ્રાણશક્તિનો ઉપયોગ કરે છે, ત્યારે શરીરનું રોમે રોમ કણે-કણ સ્મસ્ત શરીરના કોષો આ પ્રાણશક્તિને શોષતા રહે છે. અને આ પ્રાણશક્તિ દ્વારા જીવિત રહી પોતાની કાર્યપ્રણાલી સુપેરે કરી રહ્યા હોય છે.
વૈજ્ઞાનિકોના મત અનુસાર આજના આધુનિક યુગમાં ખાદ્ય પદાર્થ, જળ અને વાયુ પ્રદુષિત થઈ ચૂક્યા છે. અને આ પ્રદૂષિત તત્ત્વોનો ઉપયોગ કરી શરીરને નબળું તથા બીમાર પાડી રહ્યા છે. અને ધીમે ધીમે શરીરમાં આ (પ્રદૂષણ) ગંદકી જમા થઈને સમયાંતરે અસાધ્ય રોગોને જન્મ આપે છે. પ્રદૂષિત વાતાવરણ,પાણી તથા ખાદ્ય પદાર્થની પ્રાણશક્તિ દુર્બળ (હ્રાસ) કરે છે. અને રોગોનાં પ્રવેશનું કારણ બને છે.
મનુષ્ય જમ્યા વગર કેટલાક સપ્તાહ (અઠવાડિયા)જીવિત રહી શકે છે. અને વગર પાણીએ કેટલાક દિવસ, પરંતુ વાયુ વગર પાંચ મિનિટ પણ જીવી નથી શકતો. સમસ્ત સજીવ સૃષ્ટિ માટે સ્વચ્છ પ્રાણવાયુ અનિવાર્ય છે. આપણે ક્યારેય વિચાર્યું છે કે આ વાયુમાં કઈ વસ્તુ એવી છે જે અમને જીવિત રાખે છે.????
વૈજ્ઞાનિક ભાષામાં અને ઑક્સિજન કહે છે. અથવા આપણે “પ્રાણ કહી શકીએ. શરીરમાં “પ્રાણ હોય ત્યાં સુધી જીવિત અને “પ્રાણની ગેરહાજરીમાં શરીરને મૃત માનીએ છે. આપણાં ફેફસાં વાયુ ગ્રહણ કરીને તેમાંથી પ્રાણ વાયુ (ઓક્સિજન) ને રક્તમાં અને પછી રક્ત કણો દ્વારા સમસ્ત શરીરના કોષો સુધી પહોંચાડે છે. સાથોસાથ શરીરમાં રહેલી ગંદકી ફરી વાયુ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં બહાર કાઢે છે.
શ્ર્વાસ દ્વારા ફેફસાં એ લીધેલ વાયુમાં ધૂળ-માટી શીશુ, પારો જેવાં ઝેરી તત્ત્વો હોય તો એને સપ્રાણ વાયુ ન કહી શકાય, કાર્બન તથા અન્ય ઝેરીલા મુદ્દાઓ સાથે પ્રદૂષિત વાયુ ગ્રહણ કરીને આપણે કેવી રીતે નિરોગી રહી શકીએ..??
આજના આધુનિક યુગમાં વાયુ પ્રદૂષણ મનુષ્ય જીવનને અનેક રીતે પ્રભાવિત કરે છે. આમાંથી કોઈ પણ અછૂત નથી. સ્પષ્ટ છે કે આજે વાયુ પ્રદુષણ માનવના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. જેના માટે વિશ્ર્વની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) અને (ઠઊઘ) વર્લ્ડ એનવાયરમેંટની સ્થાપના કરી ચિંતન કરી રહ્યા છે.
મન અને પ્રાણ બંને સિક્કાની બે બાજુ છે. વાયુમંડળમાં થયેલ પરિવર્તનનો તાત્કાલિક પ્રભાવ પ્રાણ ઉપર થાય છે. અને અંતે મન પર પણ એનું પરિણામ જોવા મળે છે. વાયુ પ્રદૂષણનું સિઘ્રગામી પરિણામ મન ઉપર સંક્રમિત થાય છે. ફળ સ્વરૂપ શારીરિક વ્યાધિઓની સાથે સાથે મનોરોગોમાં થયેલ આકલ્પનીય વૃદ્ધિ અને તેને વક્રતા ચિકિત્સો માટે ચિંતા નો વિષય બની ગઈ છે. કેમકે વર્તમાનમાં કોઈ પણ ચિકિત્સા પદ્ધતિમાં વ્યાપક સ્તરે વ્યવહારૂ થઈ શકે એવો કોઈ ઈલાજ પ્રદૂષણ દ્વારા શારીરિક અને માનસિક વિકારો પર નથી શોધી શક્યા. સમસ્ત વિશ્ર્વના વૈજ્ઞાનિકો આ ભયાનક પ્રદૂષણની વાસ્તવિકતા અને દૂરગામી પરિણામો વિશે ચિંતિત છે. અને આ ચિંતા દૂર કરવાનો ઉપાય એમને નથી મળ્યો. માટે જ હવે મોટી મોટી કંપનીઓ અને વાયુમાં ઝેરી પ્રદૂષણ કરતા કારખાનાઓ માટે પોલ્યુશન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. છતાં આ કંપનીઓ પ્રદૂષણની સામે પોલ્યુશન ક્રેડિટ લઈને ચલાવવામાં આવે છે. પોલ્યુશન ક્રેડિટ ફક્ત દીર્ધાયુ વૃક્ષારોપણથી મળે છે, પરંતુ આ તો થીંગડા મારવા સમાન છટકબારી સિવાય કાઈ નથી. જેમ ટેક્સ ચોરી કરવાની છૂટ છે, જો તમે પકડાઈ જાવ તો ટેક્સ ચૂકવવો પડશે.
છેલ્લા ચારેક અંકથી હું વાચકોને અગ્નિહોત્ર અને અગ્નિહોત્રનાં ઉપકરણો વિશે વિસ્તારથી જણાવી ચૂક્યો છું. અગ્નિહોત્ર એક સુબોધ સુલભ વિજ્ઞાન તો છે જ. સાથે પ્રદૂષણજન્ય સાથે માનસિક વિકારોને ખતમ કરવાવાળું એકમાત્ર પ્રભાવી ચિકિત્સા પ્રણાલી પણ છે. દક્ષિણ પૂર્વ અને એશિયાના વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનો કહે છે. કે વિશ્ર્વ સ્વાસ્થ્યનું સપનું ત્યારે જ સાકાર થઈ શકે છે, જ્યારે તેમાં સમસ્ત વિશ્ર્વના લોકો આ અભિયાનમાં સાથ આપે. પછી ભલે તે ઘર હોય દુકાન,કારખાનું કે ખેતર. આ બધી તમામ જગ્યા ઉપર તમામ પરિસ્થિતિઓમાં આ માનવ સર્જિત પ્રદૂષણ દૂર કરવામાં પોતાનો ફાળો આપે. જે સમગ્ર સજીવસૃષ્ટિ અને માનવ જગતનું નુકસાન (બીમાર)કરે છે.
અગ્નિહોત્ર વિશે અમેરિકન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત! હોલિસ્ટિક હિલિંગ! પુસ્તિકા માં સંદર્ભ ઉદબોધક છે.
ઔદ્યોગિકરણની દોડમાં જે અત્યાર સુધી પર્યાવરણનું નુકસાન થયું, અને હવે જે પણ થઈ રહ્યું છે. જેમકે ભૂમિ પર રાસાયણિક અત્યાચાર તથા પ્રાણવાયુનો નાશ, કીટનાશક ઔષધીઓ દ્વારા પર્યાવરણમાં જીવજંતુઓનો નાશ, વનસ્પતિ અને ખાદ્યાન્નમાં રાસાયણિક
ખાતરનો બેફામ ઉપયોગ વગેરે દ્વારા માનવ જગતને પ્રદૂષિત અને બીમાર કરવાનું મુખ્ય કારણ છે.
પ્રદૂષણથી ઉત્પન્ન મહાવિનાશ (ગ્લોબલ વોર્મિંગ)ની સામે સામૂહિક રીતે જો કોઈ ઉપાય કરવામાં ન આવ્યો. તો આ યુગમાં માનવ જીવિત નહીં રહી શકે. અને હવે આ બધાની હવે પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સામૂહિક પ્રતિક્રિયા (પ્રયાસ ) એટલે કે હોમ ચિકિત્સાને અપનાવ્યો. હોમ ચિકિત્સા જ એકમાત્ર એવી પદ્ધતિ છે જે મન તથા શરીરને પ્રદૂષણથી રક્ષા કરે છે. અને આ સિદ્ધ કરવામાં પ્રાયોગિક વિજ્ઞાનના સિદ્ધાંતો જલદી સફળ થશે.
જર્મનીના એક વિખ્યાત વૈજ્ઞાનિક જે કેમેસ્ટ્રી, બોટની, મેડિસિન અને રેડિયોલોજીના જાણકાર તથા જર્મન વિશ્ર્વવિદ્યાલયમાં ભણાવનાર પ્રોફેસર છે; તેઓ લખે છે કે…
‘અરયિિં ઈં િિીંતયિંમ =% અલક્ષશવજ્ઞિિંફ ળુતયહર શિં યિફહહુ તયયળત વિંફિં ૂશવિં અલક્ષશવજ્ઞિિંફ ુજ્ઞી વફદય ફ ૂજ્ઞક્ષમયિ ૂયફાજ્ઞક્ષ શક્ષ ુજ્ઞીિ વફક્ષમત‘
જર્મનીના વૈજ્ઞાનિક જે કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સંચાલક છે. તેમના જણાવ્યા પ્રમાણે..,
“મેં સ્વયં અગ્નિહોત્રનું પરિક્ષણ કર્યા બાદ જાણ્યું કે સાચે જ અગ્નિહોત્ર દ્વારા જાણે કે પ્રદૂષણ સામે લડવા માટે મારાં હાથમાં એક અદભુત સ્ત્ર/ શસ્ત્ર =% મળી ગયું હોય તેવો અનુભવ થયો છે.
અગ્નિહોત્રના નિત્ય આચરણ દ્વારા નિશ્ર્ચિત રૂપથી પ્રદૂષણ તથા પ્રદુષણજન્ય સમસ્ત વિકારો વિરુદ્ધ એક પ્રભાવી અસ્ત્ર અને શસ્ત્ર છે, પરંતુ અગ્નિહોત્ર કર્યા બાદ અગ્નિહોત્રનાં પાત્રમાં બચેલી ઠંડી રાખના ગુણોનાં કિસ્સાએ જગતમાં ખૂબજ કુતુહલ પેદા કર્યું છે. આ રાખનાં ઔષધી ગુણોની શોધ જર્મનીમાં થઈ. (હમણાં જાણ થઈ હશે, કેમકે આપણાં સનાતન ધર્મનાં સાધુ સંતો મહંતો આ વિશે હજારો વર્ષ પહેલાંથી જાણતા હતા)
અમેરિકાના એક સમાચાર પત્રના સંવાદદાતાની સાથે જર્મન ફાર્માસિસ્ટ શ્રીમતી મોનિકા યેલે ની વાર્તાલાપ નાં અંશ આગળ જણાવું છું….( સૌથી પહેલા તેમણે અસંખ્ય દર્દીઓ ઉપર અગ્નિહોત્ર ની રાખ નો પ્રભાવ (ચમત્કાર) જોયો, જાણ્યો અને અજમાવ્યો હતો.)
“અગ્નિહોત્ર ભસ્મની શક્તિનો અનુભવ અમને અત્યંત વિચિત્ર થયો. અમારા બગીચામાં અમે નિત્ય (રોજ) અગ્નિહોત્રોની ઠંડી રાખ ફેંકી દેતા હતા. અને ફક્ત તે જ જગ્યાએ ફૂલ છોડમાં આશ્ર્ચર્યજનક વિકાસ થઈ રહ્યો હતો. કીટકોથી બચાવ થઈ રહ્યો હતો. વધુ સંશોધન કરતા જણાવ્યું કે આ ભસ્મ માં સોજા (શક્ષરહફળફશિંજ્ઞક્ષ અથવા ઋીક્ષલીત જ્ઞર તસશક્ષ) ઉપર અત્યંત લાભદાયક પરિણામ આપે છે. આ શ્રીમતી મોનિકા યેલે અને એમના ફાર્માસિસ્ટ પતિ મળીને સતત સખત મહેનત અને અધ્યયન દ્વારા અગ્નિહોત્ર ભસ્મમાંથી અનેક દવાઓનું નિર્માણ કર્યું છે. અગ્નિહોત્ર ભસ્મની ટેબલેટ, કેપ્સૂલ, મલમ, આઈડ્રોપ વગેરે દ્વારા અનેક પ્રકારના વિભિન્નરોગો ઉપર ઉપચાર શરૂ કર્યો હતો. રોગી ઉપર અગ્નિહોત્ર ભસ્મની ચિકિત્સા કરી તે બધા જ દર્દીઓ પોતાના સ્વઅક્ષરો થી પોતાનાં સ્વાસ્થ્ય લાભનો અનુભવ લખીને આપ્યો. અનેક વર્ષોથી બીમાર અને ન રુઝાયેલા જટીલ ઘા પણ અગ્નિહોત્ર ભસ્મ દ્વારા સારા પરિણામ મળ્યાં. જૂનાં પેટનાં દર્દીઓ પણ ટૂંક સમયમાં સારા થયાં. ચર્મ રોગ ઉપર તો ચમત્કારી પરીણામ જોવાં મળ્યાં.
અગ્નિહોત્ર ભસ્મ નું આ વિલક્ષણ આરોગ્યદાયક પ્રભાવ જોઈને સ્થાનિક પ્રયોગશાળાએ પોતાની લેબોરેટરીમાં અગ્નિહોત્ર ભસ્મથી બનાવેલ દવાઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કર્યું. અગ્નિહોત્ર ભસ્મનું લેબલ લગાવી ડબ્બીઓ અને શિશીમાં આ ઔષધીઓ રોગીઓને વિનામૂલ્ય વિતરિત કરવામાં આવી. આ માટે શ્રીમતી યેલેનું કહેવું છે કે……
અગ્નિહોત્રની ભસ્મ માં જો આટલી શક્તિ છે. તો કલ્પના કરો કે અગ્નિહોત્રની શક્તિ કેટલી વિશાળ હશે..? ફક્ત પોતાના ઘરમાં નિત્ય અગ્નિહોત્ર કરવું એ પણ મોટી ઔષધિ છે. અને તેનું જ મહત્ત્વ છે. પરંતુ અગ્નિહોત્રની બચેલી રાખ પણ પ્રભાવજનક છે તે સ્વયં જોયું છે.
અગ્નિહોત્રની રાખની દવાઓ બનાવીને વેચવાનો મારો ઉદ્દેશ્ય નથી, પરંતુ આપ સ્વયં પોતાના ઘરે અગ્નિહોત્ર કરો. અને અનુભવ કરો. પોતાનાં અગ્નિહોત્રની ભસ્મ દ્વારા ઘરે જ દવાઓ બનાવો. ફ્કત નિત્ય અગ્નિહોત્ર કરવાથી જ ધીમે ધીમે સમસ્ત પ્રકારની દવાઓથી છુટકારો મળી જાય છે. રોગિષ્ટ રોગ રહિત થઈ જાય થઈ જાય છે. માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. અગ્નિહોત્ર દ્વારા નિર્માણ થનાર વાતાવરણ અને ભસ્મ ઉપર આજે પણ ઘણી જગ્યાએ વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે, પરંતુ આ અધ્યયનની ગતિ ઊંધી છે. ભસ્મનો કયા રોગ ઉપર શું પરિણામ થાય છે ?? એ જોવાને બદલે આ ઉત્તમ પરિણામ નિશ્ર્ચિત રૂપથી કઈ રીતે થયું? ?? આ અધ્યયનનો વિષય છે.
બાકી આટલો ચમત્કારિક પરિણામ આપનાર અગ્નિહોત્ર અત્યાર સુધી કેમ અને કોણે લુપ્ત -ગુપ્ત રાખ્યો હશે..?? સમસ્ત ષડયંત્ર વિશે આવતાં અંકે જાણશું…