પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા
આદિકાળથી ગૌ દૂધને એક સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. કારણકે ગૌદૂધ માં ઉપસ્થિત પાણી, પ્રોટીન, વસા, કાર્બોહાઈડ્રેટ તથા ખનિજ માનવ શરીર ની સમસ્ત આવશ્યક ઊર્જાઓની પૂર્તિ કરવામાં સક્ષમ છે.
માતાનાં દૂધ બાદ ગાયનું દૂધ સર્વોત્તમ માનવામાં આવે છે.
ગાયનું દૂધ બળ, બુધ્ધિ અને આયુવર્ધક હોય છે. ગાયનું દૂધ મનુષ્યના મન – મસ્તકની શકતી વધારનાર છે. જેનાંથી શરીરમાં નવસ્ફૂર્તી અને નવચૈતન્યનો સંચાર થાય છે. તથા સમસ્ત રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.
ગૌદૂધ ની સંરચના
સાધારણ રીતે ગૌદૂધમાં પાણી (૮૩ થી ૮૭%),
કાર્બોહાઇડ્રેટસ (૪.૮ થી ૫.૨%.),
પ્રોટીન (૩.૧ થી ૩.૯%),
લેક્ટોઝ (૪.૭થી ૫.૧%),
ખનિજ તત્ત્વો અને વિવિધ વિટામિનોનો ખજાનો છે. ગાયનાં દૂધમાં બીજાં બધાં તત્ત્વો સાથે પ્રોટીન એક મહત્વનો તત્વ સમાયેલો છે. અને દરેક ગામ પ્રદેશનાં ભૌગોલિક વાતાવરણ અને પાલન, પોષણ દૂધની ગુણવત્તા ઓછે વત્તે ફેરફાર (પ્રભાવિત) હોઈ શકે છે.
જેમ ગૌશાળામાં બંધિયાર વાતાવરણમાં, એક સમાન દરરોજ આહારવિહાર લેતી ગાયનાં દૂધમાં અને જંગલમાં મુક્ત પણે વિહરતી, ઇચ્છા મુજબ ચરતી ગાયનાં દૂધમાં ખનિજ અને બીજાં ઘટકોમાં વધઘટ હોઈ શકે છે. તો પણ સદા સર્વદા ગૌદૂધ અમૃત સમાન પવિત્ર છે.
દૂધમાં તત્ત્વો
વિટામિન – છ પ્રકાર
પ્રોટીન – આઠ પ્રકારના
ખનિજ તત્વો – પચીસ પ્રકારના
એમિનો એસિડ – એકવીસ પ્રકાર
નાઇટ્રોજન – ઓગણત્રીસ પ્રકારના
ફોસ્ફરસ કમ્પાઉન્ડ – ચાર પ્રકારની
સુગર – બે પ્રકારો
સેરેબ્રોસાઇડ્સ (બુદ્ધિ સ્મૃતિવર્ધક)
સ્ટ્રોનટાઈન (રેડિયોધર્મી નાશક)
એન્ટિ -કેન્સરસ,
કેરોટીન (ગોલ્ડન એલિમેન્ટ)
ચૂનો – સોડિયમ – સલ્ફરની હાજરી છે. ગૌદૂધ વિશે વિસ્તાપૂર્વક આવતાં અંકે લખીશ.
ગાયનાં છાણમાં તત્ત્વો
નાઇટ્રોજન – ફોસ્ફોરસ – પોટેશિયમ – લોહતત્ત્વ
જસત – મેંગેનીઝ – તામ્રતત્ત્વ – બોરોન –
મોલિબ્ડેનમ બોરેક્ષ – તીવ્ર સલ્ફેટ વગેરે.
ગાય પેશાબમાં તત્ત્વો
પોટેશિયમ – કેલ્શિયમ – મેગ્નેશિયમ – ફ્લોરાઇડ – યુરિયા – ફોસ્ફરસ – એમોનિયા – ક્રિએટિનાઇન – લોહ તત્વ – તામ્ર તત્ત્વ- સલ્ફર – સ્વર્ણક્ષાર – લેક્ટોઝ – જળ તત્ત્વ વગેરે…
૧) યુરિયા:- પ્રોટીન પચાવવામાં મદદ કરે, અણુ પરમાણું વિઘટનમાં મહત્વનો ફાળો આપનાર.
૨) યુરીક એસિડ :- સૂક્ષ્મ અણુ શોધક, વિષાણુનાશક હોવાથી કેન્સરનાં બેક્ટેરિયાને કાબૂમાં રાખવામાં મદદ કરે.
૩) નાઇટ્રોજન:- ચયાપચયની અને કિડનીની કાર્યક્ષમતા વધારે.
૪) સલ્ફર:- લોહી શુધ્ધ કરી રક્તવાહિનીઓને સુચારુ રીતે કાર્ય પ્રણાલીમાં મદદ કરે છે.
૫) તામ્ર તત્ત્વ:- અતિરિક્ત ફેટને સુનિયોજિત કરવાનું કાર્ય કરે છે.
૬) લોહ તત્ત્વ:- રકતકણોમાં છઇઈ (શ્ર્વેત) રક્ત કણોનું ઉત્પાદન કરે છે.
૭) સોડિયમ:- લોહી શુદ્ધ કરી એસિડનું પ્રમાણ (એસિડિટી) નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
૮) પોટેશિયમ:- શરીરમાં સ્નાયુઓની સ્થિતિમાં સુધારો કરે.
૯) કાર્બોલિક એસીડ:- એન્ટી બેક્ટેરિયલ, વાયુ દોષ ઉપર નિયંત્રણ રાખે.
૧૦) એમોનિયા:- પેશીઓની અને લોહીની અખંડિતતા (રક્ષણ) કરે.
૧૧) સૂવર્ણ ક્ષાર:- રોગપ્રતિારકશક્તિ વધારે, શરીરમાં તેજ કાંતિ વધારે….
આ તો વાત થઈ તત્ત્વોની. હવે આપણે ગૌમાતાનો મહિમા જાણીએ—
૧) ગોધુલી મનુષ્યોને પાવિત્ર કરે છે અને પતકોનો નાશ કરે છે.
૨) ગોધુલીનો સમય લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
૩) જ્યાં એક ગાય છે ત્યાં ઘરમાં વાસ્તુ દોષ આપમેળે દૂર થઈ જાય છે.
૪) જન્મકુંડળી અનુસાર જો શુક્ર તમારી નીચ રાશિ પર હોય, કુંડળીમાં શુક્રની દશા ચાલતી હોય અથવા શુક્ર અશુભ ભાવ (૬-૮-૧૨)માં સ્થિત હોય તો, વહેલી સવારે એક રોટલી સફેદ ગાયને ખવડાવવાથી શુક્રનો નીચત્વ સંબંધી ગુણદોષ આપમેળે દૂર થઈ જાય છે.
૫) પિતૃદોષથી મુક્તિ – સૂર્ય – મંગળ – ચંદ્ર – અથવા શુક્ર સાથે રાહુ યુતિથી જાતકને પિતૃદોષ લાગે છે.
દરરોજ અથવા અમાવસ્યાને દિવસે ગાયને ગોળ-રોટલી ખવડાવવાથી પિતૃ દોષ સમાપ્ત થઈ જાય છે.
૬) જો કોઈ વ્યક્તિની કુંડળીમા સૂર્ય નીચ રાશિ તુલા પર હોય અથવા અશુભ સ્થિતિમાં હોય, અથવા કેતુ દ્વારા પીડા થતી હોય, તો ગાયમાં સૂર્યકેતુ નાડીના પરિણામે ગાયની પૂજા કરવી જોઈએ – દોષ સમાપ્ત થઈ જશે.
૭) જો ગૌમાતા રસ્તામાં સામેથી આવતી હોય ત્યારે જમણી બાજુથી જવા દેવાથી યાત્રા સફળ થાય છે.
૮) જો ખરાબ સપના આવતાં હોય તો ગૌમાતાને યાદ કરવાથી ખરાબ સપનાં આવતાં બંધ થાય છે.
૯) ગાયનાં ઘીનું એક નામ આયુ પણ છે- ‘અળ્રૂૂર્મી ઢૄૂટપ- એટલે કે ગાયના ઘીને કારણે વ્યક્તિ દીર્ઘાયું બને છે.
૧૦) ગાયની પીઠ ઉપર ખૂંધ છે તે ગુરુનું સ્થાન છે. માટે જો જન્મપત્રિકામાં ગુરુ નીચ મકર રાશિમાં અથવા અશુભ સ્થાને હોય તો, ગાયની ખૂંધનાં દર્શન કરવાં જોઈએ. ગાયને દરરોજ ગોળ- રોટલી- ચણાની દાળ ખવડાવવા જોઇએ.
૧૧) ગોમાતાની આંખમાં પ્રકશસ્વ રૂપ ભગવાન સૂર્ય અને જ્યોત્સનાના અધિષ્ઠાતા ચંદ્રદેવ નિવાસ કરે છે- જો સૂર્ય-ચંદ્ર જન્માક્ષરમાં નબળા હોય તો ગૌનેત્રનાં દર્શન કરવાથી લાભ થાય છે.
૧૨) વિષ્ણુપુરાણમાં એવું કહેવામાં આવે છે કે જો ભગવાન શ્રીકૃષ્ણ પૂતનાનાં દૂધપાનથી ભયભીત થતાં નંદબાબાએ ગાયની પૂંછડી ફેરવી તેમની નજર ઉતારી ભયનું નિવારણ કર્યુ હતું. માટે બાળકોની નજર ઉતારવા પર ગાયની પૂંછડી ફેરવવી જોઈએ.
મહાભારતમાં અનુશાસન પર્વમાં કહ્યું છે કે
॥ ” રુણરુમૃશ્ર્પ ઉંળજ્ઞઇૂંબપ ્રૂઠ્ઠ ઼ળયપ પૂખ્ર્રૂરુટ રુણધૃ્રૂપ ॥
॥ ” રુમઘ્રૂૃરુટ ર્ટૈ ડજ્ઞય ક્ષળક્ષપ્ર ખળશ્ર્ન્રૂળક્ષઇંરૃરુટ ॥
જ્યાં ગાય નિશ્ર્ચિત થઈને બેસે અને નિર્ભય રીતે શ્ર્વાસ લે, તો તે સ્થાનના બધા દોષનું નિવારણ થાય છે.
એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં ગાયની સેવા પૂજા થાય છે, ત્યાં મકાન – પુત્ર – પૌત્ર – ધન- સંપત્તિ અને શિક્ષણ વગેરે જેવા સર્વ સુખ આનંદ મળે છે.
– અત્રિસંહિતાનાં વર્ણન મુજબ પણ કહેવામાં આવે છે – જે ઘર, મકાનમાં ગૌમાતા ન હોય ત્યાં મંગલ માંગલ્ય ક્યાંથી હોય..??(સ્વાસ્થ્ય)
જો તમે કોઈ ઉચ્ચ અધિકારીને મળવા જાઓ છો અથવા કોઈ શુભ કાર્ય માટે જાઓ છો, ત્યારે કાનમાં ગાયનો ભાંભરવાનો અવાજ સંભળાય તો શુભ ગણાય છે, ગૌમાતાનાં દર્શન કરીને ઘરેથી નીકળવું શુભ શુકન ગણાય છે.
ગૌમાતાને એઠાં હાથથી સ્પર્શશો નહીં – અથવા કોઈ પણ પ્રકારનું એઠું, એઠવાડ ન આપવું જોઈએ.
ગાયને ક્યારેય ન ઓળંગવી, કે પોતાના પગથી સ્પર્શ કરવો નહીં મહાપાપ કર્મ બંધાય છે.
ગૌમાતાનું પંચગવ્ય સર્વ રોગનાશક, સર્વ પાપનાશક, કર્મપીડાનાશક, ગ્રહપીડા નાશક છે.
કેંદ્ર સરકારે દેશમાં ગાયની કતલને સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. અને દરેક નાનામોટાં ગામમાં ગૌચર જમીન ઉપર સ્વતંત્ર ગૌશાળા નિર્માણ કરવી જોઈએ. જેથી ગામનું વૃધ્ધ, બીમાર ગૌવંશ ગામમાં જ સુખે થી જીવન વિતાવી શકે. દેવલોક પામ્યા પછી ગામનાં જાહેર રસ્તાની બાજુમાં વિધિ અનુસાર સમાધિ આપવી
જોઈએ. અને તેની ઉપર એક (ત્રણ વર્ષનું) ફળદાર વૃક્ષ વાવવું જોઈએ, જેથી પક્ષીઓનાં માળા બંધાય.પર્યાવરણ શુદ્ધ થાય, સીઝન દરમિયાન મળતાં ફળો ગામનાં બાળકોને મફતમાં મળે. દરેક ગામની ગૌશાળાઓને દેશી ખાતર બનાવી ગામનાં ખેડૂતો ને જીએસટી વગર વેચવાની પરવાનગી આપવી જોઈએ. ગૌમૂત્ર અને પંચગવ્યનું ઉત્પાદન કરી ગામવાસીઓ માટે પૌરાણિક ચિકિત્સા પદ્ધતિ ને માન્યતા આપવી જોઈએ. પંચગવ્ય ચિકિત્સા દ્વારા (ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ કોર્સ માટે ૯૦૦૪૮૯૧૫૫૧ સંપર્ક કરવો.) નાનાં ગામડાંમાં પંચગવ્ય પ્રાથમિક ઉપચાર દ્વારા અસંખ્ય રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે, (કોરોના કાળમાં સાબિત થઈ ચૂક્યું છે) જેથી ગામમાં ૧૦૮ ની અતિ આવશ્યક સેવામાં ઘટાડો થશે. ખોટાં મેડિકલ પરીક્ષણો અને એલોપથી દવા નાં દુષ્પ્રભાવ થી ગરીબ ખેડૂતો અને મજૂર વર્ગ ને બચાવશે. દેશ નું વિદેશી હૂંડિયામણ અને ખાતર ઉપરની સબસિડી બચશે, જે ગામની ગૌશાળાનાં નિભાવ અને સ્વનિર્ભર બનાવવા માટે નાણાકીય સહાય આપી શકાય. અને જો આમ ગામે ગામ ગૌપાલન થાય તો સ્થાનિક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દૂધ અને છાશનું સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે તો શંકાને કોઇ સ્થાન નથી કે આવનારાં દાયકા માં ફરીથી સરદાર પટેલ, વીર શિવાજી, વીર જસરાજ, અબ્દુલ કલામ અને રાણી લક્ષ્મીબાઈ જેવાં વિરલાઓ ભારત દેશને પ્રગતિનાં સોપાન સર કરાવે.
ગૌપાલન ને પ્રોત્સાહન મળશે તો જ…
આ દિવ્યસ્વપ્ન સાકાર થશે.
જેનો આધાર આ લેખ વાંચનાર ઉપર પણ છે.
હું મારું પ્રચારકર્મ અવિરત કરું છું….
તમે…????
કમસે કમ મુંબઈ સમાચાર દૈનિકને ધન્યવાદ આપી તમારાં મિત્ર,પાડોશી વર્તુળમાં *ગુજરાત સમાચારના પંચગવ્ય પંચાંગ* નો પ્રચાર તો કરીજ શકો છો….??
ક્યાંક વાંચ્યું હતું કે..
કર્યુ, કરાવ્યું અનુમોદના.
વાંચ્યું, જાણ્યું, અનુભવ્યું અને જણાવ્યુંને ખૂબ ખૂબ અનુમોદના.
ગવ્યસિદ્ધ પ્રફુલ વલ્લભદાસ કાટેલીયાનાં જય ગૌમાતા