Homeપુરુષસમસ્ત દર્દ ની એક દવા પંચગવ્ય

સમસ્ત દર્દ ની એક દવા પંચગવ્ય

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

એવો ઍક પણ રોગ નથી જેનો ઉપાય પંચગવ્ય પાસે નથી.

ક્ષય, ટીબી અને ઉધરસ
આ સ્વસનતંત્રનો રોગ છે. ફેફસાં નબળા પડી જાય છે. શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે. દર્દીને સૂકી ઉધરસ આવે છે. દર્દીને નિરાંતે સૂઈ પણ શકતો નથી. શરીર સુકાતું જાય છે.
આવા દર્દીને સવારે અને રાત્રે ૫૦ મિલિગ્રામ ગૌમૂત્ર આપવું. ગાયનું દૂધ અને શાંતિ માલિશ કરીને પછી ગરમ પાણીથી સ્નાન કરવું. ગાયનું દૂધ માખણ ઘી છુટથી લેવું.
રાત્રે સૂતી વખતે ગાયના વલોણાનાં ઘીના ચાર ટીપા નાકમાં નાખવા. તેમજ ઘીથી ડુંટીમાં દિવસમાં ત્રણ વખત માલિશ કરવી.
ગાયના શરીરમાંથી ગૂગળ જેવી વાસ આવે છે. આ ઉપરાંત ગાયના ઉચ્છવાસમાં નીકળતા વાયુઓ પણ અનેક રોગોનો નાશ કરે છે. ટીબીના દર્દીઓએ ગૌશાળામાં સૂવું જોઈએ. આ પ્રયોગ ૪૫ દિવસ સુધી કરવો. દર્દીને છાણ અને મૂત્રની આખા શરીર ઉપર લેપ કરવાથી તેનીથી વાસ ટીબીના જંતુઓનો નાશ કરે છે. માટે દર્દીઓને ગૌશાળામાં સુવાનો આદેશ છે.

જ્ઞાનતંતુઓના રોગ, વાઈ હિસ્ટિરિયા
જ્ઞાનતંતુઓના રોગો એક અતિ ગંભીર પ્રકારની બીમારી છે. જ્ઞાનતંતુઓના રોગોને કારણે ઘણી વખત સ્મૃતિનાશ તેમ જ ગાંડપણના હુમલાઓ થાય છે.જ્ઞાનતંતુઓ નબળા પડવાને કારણે મગજ બરાબર કામ કરતું નથી. તેથી શરીરનાં અવયવો ઉપર કાબૂ રહેતો નથી. તેથી માણસ ન સમજાય એવી હકીકતો કરે છે. આ રોગ અસહ્ય છે. આ રોગમાં દર્દી તેમજ સમગ્ર કુટુંબ હેરાન પરેશાન થાય છે. આ રોગની સારવાર ખૂબ જ લાંબી અને ખર્ચાળ હોય છે. છતાં ધાર્યું પરિણામ આવતું નથી. કેટલીક વખત દર્દી આપઘાત પણ કરે છે.
આવા દર્દીને ગૌમૂત્ર સવાર બપોર સાંજ પીવડાવવું. માથામાં ગૌમૂત્ર થી માલિશ કરવી. રાત્રે ગાયના દૂધમાં ગાયનું ઘી બે ચમચી નાખીને પાવું.આમ કરવાથી આશાસ્પદ પરિણામો મેળવવાની શક્યતાઓ રહે છે. ગૌમૂત્રનો નશ્ય (નાસ) દિવસમાં ત્રણ વખત આપવો.

જલોદર
દર્દીનું પેટ ફૂલી ગયું હોય, પેટમાં પાણી ભરાઈ ગયું હોય, તેવા દર્દીને ૫૦ મિલિગ્રામ ગૌમૂત્ર સવારે ખાલી પેટે આપવું.એક કલાક પછી તુલસી, મરી, ખાંડ નાખેલું ગાયનું દૂધ ગરમ કરીને બે-બે કલાકે રૂચિ પ્રમાણે આપવું. પાણી આપવું નહીં. ઉપવાસ કરાવો. આ પ્રમાણે આઠ દિવસ પ્રયોગ કરવો. દર્દીને પાણી બિલકુલ આપવું નહીં.ગાયનું દૂધ તેના બદલામાં આપવુ

આફરો – વાયુપ્રકોપ –
ચૂંક પેટનો દુખાવો
નાના બાળકોના પેટમાં ગેસ વાયુ થવાથી પેટ ફુલી જાય છે. પેટમાં ચૂંક આવે છે. તેમજ દુખાવો થાય છે.
આ ગ્રુપમાં બાળકોને ત્રણ ચમચી અને મોટાઓને ૫૦ મિલીગ્રામ ગૌમૂત્ર આપવું. તેમાં એક ચમચી સિંધાલૂણ નમક- એક ચમચી રાઈનો પાવડર તેમજ અડધી ચમચી અજમો નાખીને પાવું. ડૂંટીમાં ગાયના ઘીની માલિશ કરવી.

એઈડ્સ
આ એક ભયાનક જીવલેણ રોગ છે. એલોપથીમાં આ રોગને કાયમ મટાડવાની કોઈ જ દવા નથી. આ રોગના દર્દીની રોગ પ્રતિકારક શક્તિ તદ્દન ખલાસ થઈ જાય છે. તેનું શરીર અનેક રોગોનું ભોગ બને છે. છેવટે તે મૃત્યુ પામે છે. એડ્સના દર્દીઓએ ગૌમૂત્ર સવાર બપોર સાંજ ત્રણ વખત દિવસમાં ૫૦ મિલિગ્રામ લેવું. ઉપરાંત પંચગવ્ય મધ નાખીને લેવું. જો શરૂઆતનો તબક્કો હોય તો દર્દીઓને સાજા થવાની શક્યતા વધી જાય છે. આ ઉપચારથી કેટલાક દર્દીઓ સાજા થયેલા દાખલા છે. એલોપથીના ઉપચારથી એડ્સનો એક પણ કેસ મટ્યાનું મારા ધ્યાનમાં નથી. ઈન્દોરના ડૉક્ટર વીરેન્દ્ર જૈનએ કેટલાક દર્દીઓના એડ્સ મટાડ્યા છે. આ ઉપરાંત મનુષ્યને થતા ૧૦૮ પ્રકારના રોગોમાંથી ગૌમૂત્ર પંચગવ્ય સુંદર પરિણામો આપે છે. ગૌમૂત્ર અને છાણની માલિશ તથા તેનો નાસ પણ અતિ ઉપયોગી છે.

કોલાઇટીસ
આ પ્રકારના રોગીના આંતરડા નબળા પડી ગયા હોય છે. એ કેટલીક વાર આંતરડામાં ચાંદા પડે છે. ઝાડામાં લોહી અને પરુ પડે છે. વારંવાર સંડાસ જવું પડે છે.પેટ સાફ આવતું નથી. લ્હાય બળે છે.
આવા દર્દીને દિવસમાં બે વાર ૫૦ મિલીગ્રામ ગૌમૂત્ર આપો. ગાયના દૂધમાંથી બનાવેલી વલોણાની છાશ ઈચ્છા થાય તેટલી વાર આપવી. જીરું તથા સિંધાલૂણ રુચિ પ્રમાણે નાખવાની છુટ છે. જીરું તથા સિંધાલૂણ રુચિ પ્રમાણે નાખવું. પાંચ દિવસ છાશ તેમજ મગના પાણી ઉપર ઉપવાસ કરાવવા. પછી ૧૫ દિવસ મગ ની ખીચડી તથા મગનું સેવન કરાવવું. ઘી તળેલી વસ્તુ મેંદો આઇસક્રીમ વગેરેનો ત્યાગ કરાવવો. ફ્રીજનું ઠંડુ પાણી પીવું નહીં. ગૌમૂત્રનો એનીમાં આપવો.

કેન્સર
આ એક હતી ભયંકર જીવલેણ રોગ છે. કેન્સરનાં દર્દી દિવસે દિવસે મૃત્યુની નજીક જાય છે. એલોપથીની દવાઓથી દર્દીને થોડી રાહત થાય છે. તે ભાગ શરીરમાંથી કાઢી નાખ્યા સિવાય કાયમી મળતું નથી. કેન્સર ગળાનું, શ્ર્વાસ નળીનું, મોંનું,આંતરડાનું, કિડનીનું, જીભનું, મગજનું વગેરે શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે. તે કોઈપણ ઉંમરના તંદુરસ્ત માણસને પણ થઈ શકે છે. કેન્સર ઉપર અત્યાર સુધી આધુનિક વિજ્ઞાન દ્વારા હજારો સંશોધનો થઈ ગયાં છે અને થઈ રહ્યા છે, પરંતુ એલોપથીને આજ સુધી ૧૦૦% સફળતા નથી મળી. પહેલા અને બીજા તબક્કામાં રાહત હોઈ શકે છે, પરંતુ સચોટ ઈલાજ નથી મળ્યો. પંચગવ્યમાં ઉપચાર પ્રમાણે ગૌમૂત્ર સવાર બપોર સાંજ ત્રણ વખત ૫૦ મિલિગ્રામ લેવું. દર અઠવાડિયે પાંચ ગ્રામની માત્રા વધારવી.૧૫૦ મિલીગ્રામ સુધી લઈ શકાય. સાથે ગાયનું દૂધ તુલસી નાખીને ઉકાળીને લેવું. આ રીતે ૧૫ દિવસના ઉપવાસ ગૌમૂત્ર અને દૂધ લઈને કરવા. પછી મગનું પાણી ફળો વગેરે લેવા. ધીરે ધીરે થોડું થોડું અનાજ શરૂ કરવું. ગૌમૂત્ર ઉપરાંત ગાયનું દૂધ, દહીં, માખણ, ઘી, ગૌમૂત્ર અને ગોબર પંચગવ્ય સપ્રમાણ ૧૦-૧૦ગ્રામ ભેગું કરી લેવું. દિવસમાં બે વાર તેમાં બે ચમચી મધ નાખવું તુલસી અને દર્દ તથા જ્વાળાનો રસ દિવસમાં બે વાર લેવું ગૌમૂત્ર પંચગવ્યના સેવનથી કેન્સરના દર્દીઓનું કેન્સર કાયમ માટે મટી ગયાના અનેક ઉદાહરણો છે ઇન્દોરના ડૉક્ટર જૈનના માતૃશ્રીને કેન્સર આ પદ્ધતિથી મટ્યું છે બીજા પણ કેટલાક કેન્સરના દર્દીઓને ડૉક્ટરે જઈને સાજા કર્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -