Homeપુરુષચામડીના રોગો માટે પણ ગૌમૂત્ર ઉત્તમ

ચામડીના રોગો માટે પણ ગૌમૂત્ર ઉત્તમ

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

ચામડીના રોગો માટે પણ ગૌમૂત્ર ઉત્તમ
આજની આધુનિક શિક્ષિત પેઢીઓમાં દેશ વિદેશની નીતનવી વાનગીઓનો ચસ્કો લાગ્યો હોય તેમ મોટાં શહેરો તો ઠીક ગામડાઓ પણ પછાત નથી રહ્યાં. શહેરની મોટી મોંઘી હોટેલોમાં ચાયનીઝ તો જૂનું થઈ ગયું. હવે તેની જગ્યાએ સ્પેનિશ, ઇટાલિયન, મેક્સિકન જેવી ન સમજાય તેવી વાનગીઓનો એકબીજાની દેખાદેખીમાં પેટ ને કચરાપેટી સમજીને ઠલવાય છે.
આજે લગભગ દરેક ગામડાંમાં ચાયનીઝ વાનગીઓની લારીઓ ફૂટપાથ અને શાળા કોલેજનાં ગેટ પાસે ઊભરાઈ રહી છે. બાળકો ઘરનું ટિફિન છોડીને રસ્તા ઉપર લારીઓમાં ચાયનીઝ ભેલ, લોલીપોપ, નુડલ્સ જેવી કૃત્રિમ રસાયણો અને કૃત્રિમ રંગવાળી ઘાતક વાનગીઓ ઝાપટી રહ્યાં છે.
આપણામાંથી કોઈ એ ક્યારેય જાણવાની કોશિશ નથી કરતા કે આ વિદેશી વાનગીઓમાં સ્વાદ માટે ક્યા કયા કેમિકલ્સ વપરાય છે..??? અને ખરેખર આ વાનગીઓ પેટમાં પધરાવી શરીરને કેટલો ફાયદો કે નુકસાન કરે છે..??
જે સમય જતાં આપણા શરીર માટે ઘાતક પુરવાર થાય છે.
અધૂરામાં પૂરું હવે તો તમામ વિદેશી વાનગીઓનાં રેડીમેડ મસાલા નાં પાઉચ દરેક કરિયાણા ની દુકાને કોઇ રોક ટોક વગર બેફામ વેચાય છે.
સરકારને ૠજઝ મળી જાય એટલે પ્રજાનાં આરોગ્યની ઐસી તૈસી. રતતશ નામની રબર સ્ટેમ્પ સંસ્થામાં કોઇપણ રજિસ્ટર કરાવી ને મનફાવે તેમ પોતાની બ્રાન્ડની ડિમાન્ડ અને નફા માટે હાનિકારક રસાયણોનો છૂટ થી ઊપયોગ કરી રહ્યા છે.
આજની તારીખે બજાર માં મળતાં એક પણ બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો આયુર્વેદ અનુસાર ખાવા યોગ્ય નથી તે સત્ય છે.
પરંતુ જીભનાં ચટાકાના શોખીનો જાહેખબરના સેલિબ્રિટીઓને રવાડે મહેનતનાં પૈસા અને કિંમતી શરીરનું નુકસાન કરી રહ્યા છે.
સવાલ એ છે કે આજનાં ભેળશેલિયા અન્ન ખાઈને પેટ અને લોહી દૂષિત થાય, અને દૂષિત લોહીને કારણે ચામડીના રોગ માટે આમંત્રણ આપવામાં જવાબદાર કોને ગણવા..???
ચામડીના રોગો (સોરાયસીસ, ધાધર, ખસ, ખરજવું)નો તાત્કાલિક ઈલાજ કરવામાં ન આવે તો આ રોગ વધતો જ જાય છે. આ રોગો પર એલોપેથી ની દવાઓ કરવામાં આવે તેમ તેમ તેની આ અસરોને કારણે શરીરમાં ગરમી વધતી જાય છે. અલ્સર કે શ્ર્વાસની તકલીફ ઊભી થાય છે. એના પછીથી આ રોગ કાયમી ધોરણે મટવાની શક્યતાઓ નહીંવત છે. આ રોગને એલોપેથી ની દવાઓ ટેમ્પરરી દબાવી રાહત આપે છે.
ચામડીના રોગો માટે ગૌમૂત્ર અને ગાયનું છાણ અકસીર ઈલાજ છે. સૌપ્રથમ ગૌમૂત્રથી માલિશ કરવી. અડધા કલાક પછી ગાયના છાણની માલિશ કરવી. પછી તેનો જાડો લેપ કરવો. કુમળા તડકામાં અડધા કલાક બેસવું. પછી ફરીથી ગૌમૂત્રથી માલિશ કરવી. પછી એક કલાક રહેવા દેવું. પછી લીમડો નાખીને ઉકાળેલા ગરમ પાણીથી સ્નાન કરવું. ગૌમૂત્ર- છાણ (પંચગવ્ય)થી બનેલ કામધેનુ સાબુથી અથવા અંગરાજ પાવડરથી સ્નાન કરવું. બજારુ કેમિકલવાળા સાબુથી સ્નાન કરવું નહીં.
સવાર સાંજ ૫૦ મિલિગ્રામ ગૌમૂત્ર લેવું. ધાધર, ખસ, ખરજવા ઉપર ગૌમૂત્ર છાણનો મલમ સ્નાન પછી અને રાત્રે બરોબર ઘસીને લગાવવું. બજારના બ્રાન્ડેડ સાબુનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. પંચગવ્ય સાબુ નો ઉપયોગ કરવો. (ગોમય મલમ તૈયાર મળે છે)
બ્લડપ્રેશર
બ્લડપ્રેશર રોગ મોટાભાગે વંશ પરંપરાગત,વારસાગત આવે છે. તેવું માનવાનું કોઈ કારણ હું નથી માનતો. કેમકે જો વંશ પરંપરાગત,વારસાગત હોત, તો આપણા વડવાઓને બ્લડપ્રેશર હતું તેવો એક પણ કેસ, કિસ્સો ૧૦૦ વર્ષ જૂનો ક્યાંય નોંધાયેલ નથી….
બ્લપ્રેશરની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે શરીર ની રક્ત ધમનીઓમાં લોહીપ્રવાહનું ઉચ્ચ દબાણ..
શરીરની ૭૨ હજાર નાડીમાં સતત ચોવીસ ક્લાક અવિરત પ્રવાહ નિશ્ર્ચિત કરવામાં એલોપેથી વિજ્ઞાન ૧૦૦% હૃદયને જવાબદાર માને છે. જે ગેરમાર્ગે દોરે છે. (રિસર્ચ: ડો.વિશ્ર્વરૂપ ચૌધરી) ફ્કત એક મુઠ્ઠીભર આકારનું મ/ હૃદય હજારો કિમી લાંબી રક્ત નળીઓમાં લોહીનો સંચાર કરી શકવા સમર્થ ત્યારેજ બને જયારે રક્ત માં રહેલ જીવંત રક્ત કણો સ્વયં પોતે ગતિ કરે.. નિર્ધારિત અવયવો ને ઉર્જા આપી કાર્યરત બનાવે…
તો પછી આ બ્લડપ્રેશર શું છે…??
તેનો સીધો જવાબ મળે કે રક્તવાહિનીઓમાં કોઇ કારણ વશ અવરોધ આવે. અને અવરોધ પેદા થાય તો અવરોધ ની એક બાજુ લોહીનો જમાવ થાય, (ટ્રાફિક જામ) જે વધું થતાં દબાણ પૂર્વક આગળ વધવાની કોશિષ કરવા માટે હૃદય ઉપર વધુ દબાણ આવે..
હવે આવા દર્દીઓને વધું પાવરવાળી ગોળીઓ મૃત્યુ પર્યંત ચાલુ કરવામાં આવે છે. અથવા જે તે જગ્યાએ બ્લોક શોધીને ત્યાં (સ્ટેન્ટ) એક જાતની સ્પ્રિંગ બેસાડી રક્તવાહિનીને પહોળી કરવામાં આવે છે.
પરંતુ આ રોગનાં કારણો ઉપર કામ નથી થતું….
અતિ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આયોડિન યુક્ત નમક, ભેળશેળ યુક્ત તેલ, જર્સી ગાય અને ભેંસ નું ટોકસિંન(સ્ટીરોઇડ)યુક્ત દૂધ અને ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, બેકરી ઉત્પાદનો, બિસ્કીટ,ઠંડા પીણાંને જાણી જોઈને જવાબદારીમાંથી મુક્ત (ગુપ્ત) રખાય છે. જેનાં કારણે શરીરમાં લોહી જાડું થાય, ગંઠાય, રક્ત વાહિનીઓમાં અવરોધ પેદા થાય છે. તે સિવાય તેનાં ચોક્કસ કારણો જાણી શકાયાં નથી.
હાઈ અને લો એમ બન્ને પ્રકારનું બ્લડ પ્રેશર થાય છે. આ રોગ જીવનના અંત સુધી સાથે જ રહે છે. તેવી ખોટી માન્યતા છે. આ રોગ કાયમ માટે મટાડ્યો હોય તેવો એલોપથીનો એક પણ કેસ મારા ધ્યાનમાં આવ્યો નથી. આ રોગ કંટ્રોલમાં રાખી શકાય છે. દવા બંધ કરવાથી બ્રેન હેમરેજ
થવાની શક્યતા રહે છે. માટે ખૂબ જ સાવધાની રાખવી.
ઉપાય: રોજ ૫૦ મિલિગ્રામ ગૌમૂત્ર અથવા ૧૫મિલિ ગૌમૂત્ર અર્ક સવારે અને રાત્રે લેવું. ચરબી યુક્ત ભારે ખોરાક લેવો નહીં. કોઈ પણ સંજોગોમાં વજન વધવા દેવું નહીં. આ રોગ થવાનું એક કારણ ચિંતા પણ છે. માટે ચિંતા કરવી નહીં. આત્માના અવાજ વિરુદ્ધ થાય તેવું કોઈ જ કામ કરવું નહીં. ગૌમાતાના શરીર ઉપર ૧૫ થી ૨૦ મિનિટ હાથ ફેરવી ભગવાનના નામનું સ્મરણ કરવું. તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલ થાય છે. ગૌમૂત્ર ચિકિત્સાથી આ રોગ મટ્યાંના અનેક દાખલાઓ ધ્યાનમાં આવ્યા છે. આવા દર્દીઓએ કુશળ વેદ્યો કે ડૉક્ટરોની સલાહ પ્રમાણે અર્જુનઅરિષ્ટ, અર્જુન અર્ક જેવી અનેક પ્રકારની ઔષધિઓ દ્વારા લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરવાં. લોહીને પાતળું રાખવાં સવારે વાસી મોંઢે બે કાચા લસણની કળી ચાવીને ઉપર થી નવશેકું ગરમ પાણી પીવું. રાત્રે સૂતાં પહેલાં પણ લઈ શકાય. સાથે એક ચમચી મધ સાથે તજનો પાવડર મિક્સ કરી ચાટવાથી લોહી શુદ્ધ કરી શકાય. એકદમ વગર સલાહ કે વિચારીએ દવા બંધ કરવી નહીં, ફાયદો થાય તો ક્રમશ દવા ધીરે ધીરે બંધ કરવી.
હાર્ટ એટેક નળીઓનું બ્લોકેજ રોગ પણ વ્યાપક બનતો જાય છે. આ ખૂબ જ ગંભીર પ્રકારનો રોગ છે. વગર વિચારે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું નહીં. તમારા કાયમી નિષ્ણાત વૈદ્યોની સલાહ પ્રમાણે ચાલવું.
આવા દર્દીઓએ રોજ સવાર સાંજ ૫૦ મી. ગ્રામ ગૌમૂત્ર લેવું. (અથવા ૧૫મિલિ ગૌમૂત્ર અર્ક) ચરબી યુક્ત વજન વધારે તેવા પદાર્થોનો ત્યાગ કરવો. ગૌમૂત્ર સારક હોવાને કારણે ધમનીઓ અને શિરાઓમાં અવરોધ રૂપ જામેલો કચરો દૂર કરી નળીઓનું વિસ્તરણ કરે છે. નળીઓને સ્થિતિસ્થાપક બનાવી બ્લોકેજ દૂર કરે છે. લોહી જામી જતું અટકાવીને લોહીને પાતળું રાખે છે. હૃદયને મજબૂત બનાવે છે.
૫૦ ગ્રામ કાળા અડદને રાત્રે પલાળીને સવારે પાણીમાં વાટી નાખવા. પછી તેમાં ૧૦ ગ્રામ ગૂગળ, ૧૦ ગ્રામ એરંડાનું તેલ,૨૦ ગ્રામ ગાયનું વલોણાનું તાજું માખણ, ચારે વસ્તુ ભેગી કરીને ખૂબ મસળીને પેસ્ટ બનાવી સ્નાન પછી હૃદય પર જાડો લેપ કરવો. આ લેપ બને તેટલો વધુ સમય રહેવા દો. થોડીવાર વહેલી સવારના લેપ ઉપર તડકો પડે તે રીતે બેસો.કામ ઉપર જતી વખતે તેના ઉપર લીલા પાન બાંધી પાટો બાંધવો. સાંજે ફરીથી લેપ કરો.આ પ્રકારના દર્દીઓએ વધારે શ્રમ કરવો નહીં. કોઈપણ પ્રકારની ચિંતા કરવી નહીં. પ્રભુનું સ્મરણ કરવું. બધું તેના ભરોસે છોડી દેવું. હંમેશાં આનંદમાં રહેવું. ગુસ્સો કરવો નહીં. આ રોગ ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિથી મટ્યા ના અનેક ઉદાહરણો છે. દૂધીનો રસ કાઢીને પીવો જેનાથી ખૂબ જ ફાયદો થશે.
ઉચ્ચ રક્ત દબાણ માટે મીઠાંનાં પાણીથી સ્નાન કરવું. નિમ્ન (લો બ્લપ્રેશર) રક્ત દબાણ માટે સેંધવ નમક વાળું પાણી પીવાથી લાભ જણાય..
અચાનક હુમલો આવે ત્યારે ડોક્ટર અને એમ્બ્યુલન્સ આવતાં પહેલાં ૪૦ થી ૫૦ગ્રામ આદુ નો ટુકડો દર્દી ને ચાવવા આપવો, આંખમાંથી પાણી નીકળે તો પણ ઉપાય ચાલું રાખવો.
કંપવા (પાર્કિન્સન) આરોગીના હાથ સતત કાપતા રહે છે. કંઈ પકડી શકતા નથી. સતત ધ્રુજતા રહે છે. મગજનો કાબુ હાથના જ્ઞાનતંતુઓ પર રહેતો નથી. ગૌમુત્રનું નિયમિત સેવન કરવાથી મગજના આજ્ઞા બિંદુઓ સક્રિય થાય છે. તેના કારણે મગજનું જ્ઞાન તંતુઓ પર નિયંત્રણ થાય છે. રોગ કાબુમાં આવે છે. ગૌમૂત્ર છાણ ની માલિશ પણ ફાયદો કરે છે. દિવસમાં બે વખત બંને નાકમાં *પંચગવ્ય નસ્ય* લેવાથી લાભ થાય છે.
માઇગ્રેન, માથાનો દુ:ખાવો: માથું ભારે રહેતું હોય, વારંવાર દુખતું હોય, બેચેની રહેતી હોય,કંઈ ગમતું ન હોય, ચક્કર આવતા હોય,તેવા દર્દીઓએ માથામાં ગૌમૂત્રથી માલીશ કરવી. તેમજ ગૌમૂત્રનું પાન કરવું. ગૌમૂત્ર સાથે હરડે ચૂર્ણ લેવું. કબજિયાત થવા દેવી નહીં. રાત્રે ગાયના ઘીની માલિશ કરીને સૂઈ જવું. નાકમાં ગાયનું ઘી અથવા પંચગવ્ય નસ્ય નાં બે બે ટીપાં નાકમાં નાખવા.
શરદી, સળેખમ, અને ઉધરસ: વારંવાર શરદી થતી હોય,ઉપરા ઉપરી ઉધરસ આવતી હોય, સળેખમ થયું હોય, નાક નીતરતું હોય, તેવા દર્દીઓએ નાકમાં તેમજ કાનમાં ગૌમૂત્રના ટીપા નાખવા,તેમજ ગૌમૂત્રનો નાશ લેવો. તેમજ દિવસમાં બે થી ત્રણ વખત ગૌમૂત્રનું પાન કરવું. નાકમાં ગાયના ઘીના ટીપા (પંચગવ્ય નસ્ય) નાખવા. ગૌમૂત્રથી માથામાં માલિશ કરવી.
ખીલ, કાળા ડાઘ: મોં ઉપર ખીલ થતા હોય અથવા ખીલના કાળા ડાઘા પડ્યા હોય, આંખની નીચે કાળા કુંડાળા થયા હોય તેવા દર્દીઓએ મોં ઉપર ગૌમૂત્રને માલિશ કરવી, પછી છાશની માલિશ કરવી, પછી ફરીથી ગૌમૂત્રની માલીશ કરવી, તેમજ દિવસમાં બે વખત ગૌમૂત્રનું પાન કરવું, પેટ સાફ રાખવું, કબજિયાત થવા દેવી નહીં.
કોઢ, સફેદ ડાઘ: આવા દર્દીઓએ બાવચી નાખીને ઉકાળેલું ગૌમૂત્ર (બાવચી ગૌ અર્ક) દિવસમાં બે ત્રણ વખત ૫૦ મિલિગ્રામ લેવું. તેમજ તેની માલિશ કરવી, તેમજ ગૌમૂત્રમાંથી બનતી ત્રીનાશક ગોળીઓ લેવી, તેમજ ત્રીનાશક લેપની ચોપડવાની તૈયાર ગોળીઓ ગૌમૂત્રમાં પલાળીને લગાડવી (ચોપડવી)
દેશી ગાયનાં ઘીમાંથી બનાવેલ *શતધોત મલમ* નિયમિત લગાડવો.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -