Homeપુરુષઅનેક રોગનો એક ઉપાય: ગૌમૂત્ર

અનેક રોગનો એક ઉપાય: ગૌમૂત્ર

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

કબજિયાત
કબજિયાત એટલે બંધકોષ.મોટી ઉંમરના ૭૦% થી વધારે લોકો કબજિયાતના રોગથી પીડાતા હોય છે. ઘણા રોગોનું મૂળ કારણ કબજિયાત છે. નાના તેમજ મોટા આંતરડામાંથી મળ એટલે કે કચરાનો નિકાલ થતો નથી તે તેમાં એકઠો થઈને આંતરડાને જામ કરી દે છે. જો પેટ સાફ ન થાય તો બેચેની લાગે છે. માથું દુખે છે કંઈ ગમતું નથી આખો દિવસ તેનું ટેન્શન રહે છે.સ્વભાવ ચીડિયો થઈ જાય છે.
ઉપાય:- કબજિયાતના દર્દીઓએ સવારે ૫૦ મિલિગ્રામ ગૌમૂત્ર વહેલી સવારે લેવું. વધારે કબજિયાત હોય તો ગૌમૂત્રમાં હરડે પાવડર નાખીને ઉકાળીને લેવું. અથવા ગૌમૂત્ર અર્ક હરડેવાળું મળે છે.તે લઈ શકાય, અડધો કલાક પહેલા અને પછી કંઈ લેવું નહીં. આ પ્રયોગ ૪૫ દિવસ સુધી સતત કરવો. તેનાથી વર્ષોથી આંતરડામાં જમા થયેલો કચરો દૂર થઈ જશે. ગૌમૂત્ર સારક તેમજ રેચક છે. તેનાથી આંતરડાનો સંકોચ દૂર થઈ સ્થિતિસ્થાપક બને છે. કબજિયાતના દર્દીઓએ ગૌમૂત્ર ઓછામાં ઓછું આઠ વખત સ્વચ્છ સુતરાઉ કપડાથી જુદી જુદી જગ્યાએથી ગાળવું. જેટલી વખત વધારે ગાળશો એટલા વધારે ઝાડા થશે. ગૌમૂત્ર પાન કર્યા પછી એક જ કલાકમાં પેટ સાફ થઈ જશે. માટે ગૌમૂત્ર લીધા પછી બહાર જવું નહીં. શરૂઆતમાં વધારે જાડા થાય તો ચિંતા કરશો નહીં. બે ત્રણ દિવસ પછી સામાન્ય થઈ જશે. જો સળંગ ન લઈ શકો તો અઠવાડિયામાં રજા ના દિવસે એક વખત લેવું. કબજિયાતના દર્દીઓએ વહેલી સવારે ગૌમૂત્ર અને હરડે ચૂર્ણ બે ચમચી રોજ લેવું.
કહેવત પ્રમાણે *જેનું પેટ સાફ તેને સર્વ રોગ માફ*
સાંધા, ઢીંચણનો દુ:ખાવો (આર્થરાઇટિસ)
આજકાલ ૪૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને થતો આ વ્યાપક રોગ છે. ખાસ કરીને ઢીંચણના દુખાવાની ફરિયાદ હોય છે. આવા દર્દીઓ દાદરો ચડી શકતા નથી. પલાંઠી વાળીને બેસી શકતા નથી. હલનચલનમાં પણ તકલીફ પડે છે. દૈનિક કાર્યો પણ બરાબર કરી શકતા નથી. ઢીંચણમાં પીડા તેમજ દુખાવો થયા કરે છે. રાત્રે પણ બરાબર ઊંઘી શકતા નથી. જિંદગી દુ:ખમય બની જાય છે.બરાબર ચાલી ન શકતા હોવાને કારણે ચાલ કઢંગી બની જાય છે.અકાળે વૃદ્ધાવસ્થાનો અનુભવ થાય છે.આવા દર્દીઓ વહેલી સવારે ૫૦ મિ ગ્રામ ગૌમૂત્રનું પાન કરવું. આ પ્રયોગ ૪૫ દિવસ કરવો. જો તે શક્ય ન હોય તો અઠવાડિયે એક વખત ગૌમૂત્ર લેવું. જો શક્ય હોય તો બે ચમચી દિવેલ અને એક ચમચી સૂંઠનો પાઉડર ગૌમૂત્રમાં નાખીને ગરમ કરીને ખુબ હલાવીને લેવું. ગૌમૂત્ર માલિશ તેલ સાંધા ઉપર માલીશ કરવું. ગરમ પાણી તેના ઉપર જારીને સ્નાન કરવું. શરીરના કોઇપણ ભાગ ઉપર માર વાગ્યો હોય કે સોજો આવ્યો હોય તો ત્યાં માલિશ કરવાથી દુખાવામાં આરામ મળે અને સોજો ઊતરી જાય છે.
આ સિવાય વિવિધ ગૌશાળાઓ દ્વારા ગૌમૂત્રમાં હરસિંગાર એટલે કે પારિજાતના પાન દ્વારા ગૌમૂત્ર અર્ક તૈયાર મળે છે. તે રોજ સવારે ખાલી પેટ ૧૦ થી ૧૫ મિલી પાણી સાથે લેવાથી ૧૫ દિવસમાં ફાયદો જણાય.
આ સિવાય દેશી બાવળની સિંગનો પાવડર ગૌમૂત્ર અર્ક સાથે લેવાથી પણ આરામ મળશે. ઢીચણ ના દુખાવા માટે સારવાર દરમિયાન રસોઈમાં કાચી ઘાણીનું મગફળી અથવા તલનાં તેલનો ઉપયોગ કરવો જેથી સાંધામાં જરૂરી લુબ્રિકેન્ટની જરૂરી પૂર્તિ થઇ શકે. જે બજારમાં મળતાં બ્રાન્ડેડ તેલમાં નથી મળતું.
નોંધ: ઊભા રહીને પાણી પીનારનાં ઢીચણનો દુખાવો કોઇપણ સંજોગોમાં કોઇપણ દવા ૧૦૦% પરિણામ નહીં આપી શકે. માટે ઘરમાં દરેક સભ્યોએ કોઇપણ સ્થાન ઉપર બેસીને જ પાણી પીવું. એમ આયુર્વેદાચાર્ય વાગ્ગભટનું મંતવ્ય છે.
અપચો – મંદાગ્નિ
મોટાભાગના રોગોનું મૂળ મંદાગ્નિ છે. આવા દર્દીઓને ખાધેલો ખોરાક પચતો નથી.ભૂખ લાગતી નથી. ભેટ ભારે લાગે છે. બેચેની અને સુસ્તી લાગે છે. હોજરીની દીવાલો જામ થઈ જાય છે. પાચક રસો છૂટતા નથી. તેના અભાવે પચ્યા વિનાનો ખોરાક હોજરીમાંથી આંતરડામાં જામ થઈ જાય છે. તેના કારણે અનેક રોગો ઉદ્ભવે છે.
ઉપાય: મંદાગ્નિના દર્દીઓએ ૫૦ મિલીગ્રામ ગૌમૂત્ર એક ચમચી સૂંઠ અને અડધી ચમચી ગંઠોડા(પાવડર) અને બે ચમચી મધ નાખીને સવારે ખાલી પેટે લેવું. દર અઠવાડિયે પાંચ ગ્રામ ગૌમૂત્રની માત્રા વધારવી. ૧૦૦મીગ્રામ સુધી લઈ શકાય. આ પ્રયોગ ૪૫ દિવસ કરવો. પછી અઠવાડિયે એક વાર કરો. ગૌમૂત્ર એકલું પણ લઈ શકાય…
અથવા ગૌશાળા દ્વારા બનાવેલ પંચામૃત જમ્યાંનાં એક કલાક પહેલા લેવાથી ભૂખ ઉઘડશે અને પાચનશક્તિ મજબૂત થશે.
કમળો
કમળો એ પાણીથી થતો એ રોગ છે. કમળા રોગના દર્દીઓને ખોરાક બિલકુલ પચતો નથી. ઝાડા બંધ થઈ જાય છે. શરીરમાંથી બિલોરોબિંન નામનાં તત્ત્વથી પેશાબ પીળો આવે છે. આંખો પીળી થઈ જાય છે. રોગ જ્યારે વકરે છે ત્યારે કમળામાંથી કમળી થઈ જાય છે. ત્યારે શરીરની ચામડી પણ પીળી થઈ જાય છે. કમળી થઈ ગયેલા દર્દીઓનું કેટલીક વખત મૃત્યુ પણ થઈ જાય છે. આ રોગમાં લીવર ઓછું કામ કરે છે. તેમજ પાચનશક્તિ એકદમ મંદ પડી જાય છે.
કમળાના દર્દીઓ માટે સમગ્ર પૃથ્વી ઉપર ગૌમૂત્ર જેવી બીજી કોઈ જ ઔષધી નથી. ગૌમૂત્ર ૮ કપડા વડે ગાળીને,હરડે ચૂર્ણ બે ચમચી નાખીને દિવસમાં ત્રણ વાર લેવું. કમળાના દર્દીઓએ પાંચ ઉપવાસ કરવા. ઉપવાસમાં લીંબુનું શરબત, શેરડીનો રસ, પપૈયું, સંતરા, મોસંબી, અને શેકેલા ચણાનો વધુ ઉપયોગ કરવો. દૂધ, ઘી, માખણ, માવાની મીઠાઈઓ તથા તળેલો ખોરાક સદંતર બંધ કરવો. મગની દાળ, ખીચડી વગેરે હલકો ખોરાક લેવો. કમળો તદ્દન મટી જશે. પાણીમાં દેશી ગાયનાં છાણાંની ભસ્મ નાખી ઉકાળીને પીવું. આ પ્રયોગ ૨૧ દિવસ કરવો. પછી દર અઠવાડિયે એક વાર ગૌમૂત્રનું સેવન કરવું. સંપૂર્ણ આરામ કરવો.
કૃમિ
કૃમિનો રોગ બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે મોટાઓમાં પણ થાય છે. કૃમિના અનેક પ્રકાર હોય છે. આ એક પ્રકારના જંતુઓ હોય છે. તે હોજરીમાંનો ખોરાક સ્વયં ખાઈ જાય છે. તેના કારણે શરીરમાં લોહી બનતું નથી. પોષક તત્ત્વો મળતા બંધ થઈ જાય છે. પેટ મોટું થઈને ફૂલી જાય છે. હાથ પગ સુકાતા જાય છે. વજન ઓછું થઈ જાય છે. ચહેરો નિસ્તેજ બની જાય છે. શરીરમાં અશક્તિ લાગે છે.
ઉપાય:- ગૌમૂત્ર જંતુગ્ન છે. કૃમિનો નાશ કરવાની તેનામાં ગજબની તાકાત છે.ગૌમૂત્ર લીધા પછી જાડો તપાસતા અસંખ્ય કૃમિ તેમાં જોવા મળશે. મોટા હોય ૫૦ થી ૧૦૦ મિલિગ્રામ સુધી. તેમજ બાળકોએ ૧૫ થી ૨૫ મિલિગ્રામ માત્રા લેવી. આ પ્રયોગ ૨૧ દિવસ કરવો. પછી સપ્તાહમાં એકવાર લેવું. ગૌમૂત્રને ગરમ કરી, ઠંડું કરીને એનિમા આપવું. દર્દીએ સંપૂર્ણ આરામ કરવો.
મેદ, ચરબી, કોલેસ્ટ્રોલ
વધારે ચરબીવાળા તળેલા તથા ઘીવાળા પદાર્થો ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી. બહારનું ફરસાણ, મેંદો અને ચોકલેટનો ઉપયોગ વંશપરંપરાગત રીતે તેમજ થાઇરોડ ગ્રંથિને કારણે શરીર મેદસ્વી થાય છે. રોજિંદી ક્રિયાઓ તથા હલનચલનમાં ખૂબ જ તકલીફ થાય છે. જેના કારણે બીજા અનેક રોગોને આમંત્રણ મળે છે.
ઉપાય:- રોજ સવારે અને રાત્રે સૂતી વખતે ૫૦ મિલિગ્રામ ગૌમૂત્ર ગરમ પાણી, મધ અને એક ચમચી લીંબુ રસ સાથે લેવું. ગૌમૂત્ર સારક, રેચક તથા ચરબીના વધારાને દૂર કરનારું છે. આવા દર્દીઓએ ચરબીવાળા તળેલા (પામ તેલમાં) ગળ્યાં તેમજ ભારે પદાર્થોનો ત્યાગ કરવો. બહારનાં જંક ફૂડ પેકેટ, મેંદો, ડેરી પ્રોડક્ટ,
ચોકલેટ, બિસ્કીટ, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને ફ્રીઝમાંથી કોઇપણ વસ્તુનો સદંતર ત્યાગ કરવો. જમતા પહેલા બે ત્રણ ગ્લાસ મરી કે ધાણા જીરું નાખેલી ગાયના દહીંની છાશ પીવી.(દેશી ગાયનું ઘી લઈ શકાય, દેશી ગાયનાં ઘી થી કોલેસ્ટ્રોલ વધતું નથી) છાસ પીધાં પછી ભોજન લેવું. એનાથી ઓછું જમવા છતાં પેટ ભરીને જમ્યાંનો સંતોષ થશે. જમ્યાં પહેલાં પોતાનાં વજનનાં ૫% (૧૦૦ કિલો=૫૦૦ગ્રામ) ઓછામાં ઓછાં ચાર પ્રકારના કાચાં સલાડમાં કાળા મરી પાઉડર, ધાણા જીરું, અળસી પાવડર ભભરાવી ખાવું. ત્યારબાદ ઘરે રાંધેલું ભોજન લેવું. જમવામાં સંયમ રાખવો. ઓછું જમવું સવારે અને સાંજે અથવા રાત્રે ૪૫મિનિટ સુધી ઝડપથી નિયમિત ચાલવું.યોગ તથા સૂર્યનમસ્કાર અચૂક કરવા. જમ્યાંનાં એક કલાક પછી જ પાણી પીવું.(શક્ય હોય તો તજ અને હળદર વાળું પાણી પીવું)
*મેદોહર અર્ક*:- (રસતંત્રસાર સિદ્ધપ્રયોગ સંગ્રહ)
પ્રમુખ ઘટક દ્રવ્ય:-
૧) ગૌમૂત્ર ૧૨લિટર
૨) શુદ્ધ કેસર ૨ ગ્રામ..
સર્વ પ્રથમ અર્કયંત્ર માટી અથવા કાચનાં પાત્રમાં બ્રહ્મ મુહૂર્ત માં બિનધાતુ (પ્લાસ્ટિક,માટી) પાત્ર માં જીલેલું ગૌમૂત્ર આઠ કપડે ગાળીને ધીમી આંચ ઉપર ગરમ કરવા મૂકવું, ૧૦મિનિટ બાદ ગૌમૂત્રમાં રહેલો એમોનિયા ગેસ ઉડી જાય ત્યારબાદ પાત્રને ઢાંકીને તેમાથી નીકળતી વરાળને કાચ અથવા સ્ટીલની નળીમાંથી પસાર કરી નળીનાં મુખ પાસે સુતી કપડાંમાં બે ગ્રામ કેશરની પોટલી મૂકવી.
વરાળનાં ગરમ ટીપાં કેસરની પોટલી ઉપર ઝીલીને પસાર કરતાં જે મળે તે *મેદોહર અર્ક* ને સાત દીવસ કાચનાં પાત્રમાં રાખી આઠમા દિવસથી ઉપયોગમાં લેવાથી નિમ્ન પ્રકારની વ્યાધિઓ માં ઉપયોગી થાય છે.
૧) મેદો વૃદ્ધિ (સ્થૂળતા, ઓબેસિટી) ચંદ્રપ્રભા વટી સાથે વિશેષ લાભ થાય.
૨) ઉદર શૂળ (પેટનાં તમામ દર્દો)
૩) યકૃત રોગ, કમળો, લીવરનાં તમામ દર્દો મટે.
૪) શોથ, દરેક પ્રકારનાં સોજા માટે..
૫) ત્વચા રોગ
૬) દુર્ગંધ યુક્ત પરસેવા માંથી મુક્તિ.
૭) અગ્નિમાંદ્ય (ભૂખ ન લાગવી)
માત્રા:- જમ્યાં પહેલાં સવાર, સાંજ મધ અથવા પાણી સાથે ૨૦ થી ૩૦ મિલી.
મધુમેહ (ડાયાબિટીસ)
ખાસ કરીને આ રોગ ૪૦ વર્ષ પછી થાય છે. અપવાદરૂપ ઘણા નાના બાળકોને પણ હવે થઈ રહ્યો છે. આ રોગનું પ્રમાણ સમાજમાં વધતું જાય છે.મોટેભાગે આ રોગ વારસાગત થાય છે. તેમ જ ચિંતાઓ કે ટેન્શનના કારણે પણ થાય છે. આ રોગ ગમે તે ઉંમરની વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. એલોપથીમાં આ રોગને કાયમી મટાડવાની કોઈ દવા છે જ નહીં. હજી સુધી દુનિયાના કોઈપણ એલોપથી ડૉક્ટરે એક પણ દર્દીને સાજો કર્યો હોય તેવો દાવો કર્યાનું મારા ધ્યાનમાં નથી. એટલા માટે આ રોગને હિન્દુ પત્ની જેવો કહ્યો છે. આ રોગ થયા પછી હિન્દુ પત્નીની જેમ જીવે ત્યાં સુધી સાથે રહે છે. તેવું માનવામાં આવે છે. ગૌમૂત્ર ચિકિત્સાથી આ રોગ કાયમ માટે મટ્યાનાં અનેક ઉદાહરણો છે. ૪૦ વર્ષ પછી દરેક વ્યક્તિએ આ રોગનું નિદાન અવશ્ય કરાવવું. ઘણી વખત માત્રા ૩૦૦ કે ૪૦૦ સુધી થયા પછી ખબર પડે છે. તેનાથી કિડની ફેલ થવાનો ભય રહે છે.
ઉપાય:- ગૌમૂત્ર સવારે ભૂખ્યા પેટે,બપોરે અને સાંજે જમ્યાનાં એક કલાક પહેલા ૫૦ મિલીગ્રામ માત્રા લેવી. ગળ્યાં (સફેદ ખાંડ) પદાર્થોનો ત્યાગ કરવો. ચોખા, બટાકા, તળેલા તથા ચરબી વધે તેવા પદાર્થો લેવા નહીં, વજન વધવા દેવું નહીં, સવારે સાંજે કે રાત્રે ઝડપથી એક કલાક ચાલવું તેમજ યોગ ,વ્યાયામ કે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા. કોઈપણ સંજોગોમાં ભગવાનનું ખૂબ જ સ્મરણ કરવાથી ચિંતા મુક્ત થઇ,બધું ભગવાન ઉપર છોડી દેવું, ચિંતા કરવી નહીં, જે એલોપથી દવા લેતા હોય તે એકદમ બંધ કરવી નહીં. ડૉક્ટર કે કુશળ વૈદ્યની સલાહ પ્રમાણે ક્રમશ: બંધ કરવી.
બે ચમચી મેથી દાણા બે ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી, સવારે વાસી મોંઢે પીવું. સાથે મેથીનાં પલાળેલા દાણા ચાવી ચાવી ને ખાવા. એક કલાક બાદ અડધો કપ ગૌમૂત્ર અથવા ૧૫ મીલી ગૌમૂત્ર અર્ક પાણી સાથે સતત ૯૦ દિવસ લેવું. ડાયાબિટીસ વધારે હોય તો અડધો કલાક બાદ કારેલાંનો રસ પીવો, જો આનાથી અસર ન કરે તો કાળા જાબુંની ગોઠલી નો પાવડર ગરમ હૂફાળા પાણી સાથે ગૌમૂત્ર અર્ક લેવાથી ડાયાબિટીસ કાબૂમાં આવશે.
નિસર્ગોપચાર પ્રમાણે મધુમેહનાં દર્દીએ પોતાનાં વજનનાં ૫% થી વધારે દરેક સીઝનમાં મળતાં મીઠાં ફળો બપોરના બાર વાગ્યા સુધીમાં લેવા.
અને ભોજનમાં લીલાં પાંદડાંવાળી ભાજી, કાચા શાકભાજી જેમકે કાકડી, ટામેટાં, ગાજર, બીટ, મૂળા પાન સહિત, કાંદા, કોબી વગેરે (ફાયબર, રેષા વાળા) પોતાનાં વજનનાં ૫%થી વધું, મરી પાઉડર ભભરાવી જમ્યાં પછી જ ધરે રાંધેલો ખોરાક લેવો.
સાથોસાથ સવાર સાંજ ગૌમૂત્ર સેવન કરવાથી ફ્કત ત્રીજા દિવસથી પરિણામ જણાશે..
કુદરતે આપેલાં ફળોની મીઠાશથી નુકસાન નહીં ફાયદો થાય છે. માટે દરેક ઋતુ દરમિયાન મળતાં કેળા થી લઇને પાકી કેરી સુધીનાં તમામ પ્રકારનાં ફળો પેટ ભરીને ખાવા.
વધુ આવતાં અંકે…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -