(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૫-૪-૨૦૨૩,
શ્રી રામાનુજાચાર્ય જયંતી, શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતી
ભારતીય દિનાંક ૫, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૦ સુધી (તા. ૨૬), પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૪ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૫-૪૩, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૭ (તા. ૨૬)
ઓટ: સવારે ક. ૦૮-૨૧, રાત્રે ક. ૨૧-૩૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – પંચમી. શ્રી રામાનુજાચાર્ય જયંતી, શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતી, બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, રાહુ ગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, આભૂષણ, અભિષેક, બગીચો બનાવવો, ધજા, કળશ, પતાકા ચઢાવવી, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લેવડદેવડ, ઘર, જમીન, ખેતર લેવડદેવડ, પ્રાણી પાળવા. કૃષિ પેદાશો સારી થાય. ધાન્યના ભાવમાં સ્થિરતા આવે. વેપારમાં પ્રગતિ થાય. સર્વત્ર સુખાકારી અનુભવાય. આર્યસંસ્કૃતિના રક્ષક સર્વત્ર વેદધર્મનો ફેલાવો અને તે દ્વારા સમગ્ર સમાજને એકત્રિત કરનાર એવા યુગપ્રવર્તક ધર્મના પોષક એવા આદિશંકરાચાર્યની જયંતી ઉત્સવ ઠેર ઠેર મનાવવામાં આવે છે. શ્રી રામાનુજાચાર્ય જયંતી ઉત્સવ શ્રીપેરુબ્દુર તથા સર્વત્ર ઉજવવામાં આવે છે.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ માતા-પિતાથી લાભ થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ ઉત્તરે ૨૭ અંશ, ૫૫ કળાના અંતરે રહે છે. કેતુ સ્વાતિ પ્રવેશ.
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા