(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), મંગળવાર, તા. ૭-૨-૨૦૨૩,
બુધ મકર રાશિ પ્રવેશ
) ભારતીય દિનાંક ૧૮, માહે માઘ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૨ ) જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૨
) પારસી શહેનશાહી ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૭મો મેહેરીં સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) નક્ષત્ર મઘા સાંજે ક. ૧૭-૪૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
) ચંદ્ર સિંહમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૮ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી: બપોરે ક. ૧૨-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૭ (તા. ૮)
) ઓટ: સાંજે ક. ૧૮-૪૮
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – દ્વિતીયા. બુધ મકરમાં સવારે ક. ૦૭-૨૮.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી ગણેશ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, વડનું પૂજન, પિતૃપૂજન, મુંડન કરાવવું નહીં, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક, બી વાવવું, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડના કામકાજ. બુધના અભ્યાસ મુજબ સોના-ચાંદીમાં તેજી આવે. રૂમાં મોટી તેજી-મંદી આવે, ઘઉં, જવ, ચણા વગેરે અનાજના ભાવ સ્થિર રહે, લોખંડ, સ્ટીલના વેપારમાં વૃદ્ધિ થાય. ખનિજ ધાતુની પેદાશોના શેરમાં ઉછાળો આવે. શુક્રના અભ્યાસ મુજબ રૂમાં તેજી, ધાન્યમાં મંદી આવી શકે છે. કેટલેક ઠેકાણે કમોસમી વરસાદ થાય. પ્રજાને કુદરતી આફતો, ઈત્યાદિથી કષ્ટનો અનુભવ થાય.
) આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ. શુક્ર પૂર્વાભાદ્રપદા પ્રવેશ, બુધ મકર રાશિમાં પ્રવેશ. બુધ મકર રાશિમાં તા. ૨૭ ફેબ્ર્ાુ. સુધી રહે છે.
) ગ્રહ ગોચર: સૂર્ય-મકર, મંગળ-વૃષભ, બુધ-ધનુ/મકર, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા