(ઉત્તરાયણ સૌરશિશિરઋતુ), મંગળવાર, તા. ૧૦-૧-૨૦૨૩,
અંગારકી, સંકષ્ટ ચતુર્થી,
) ભારતીય દિનાંક ૨૦, માહે પૌષ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૩
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૩
) પારસી શહેનશાહી ૨૮મો જમીઆદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
) નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૯-૦૦ સુધી, પછી મઘા.
) ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૯-૦૦ સુધી, પછી સિંહમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા. ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૦ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: બપોરે ક. ૧૩-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૮ (તા. ૧૧)
) ઓટ: સવારે ક. ૦૮-૧૧ રાત્રે ક. ૧૯-૩૯
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, અંગારકી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૧૦, શ્રી દયાનંદગિરી ગુરુ બ્રહ્મગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી પુણ્યતિથિ (ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છ) ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૦૯.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ. શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક પૂજા, હવન, સંકષ્ટી ઉપવાસ, શ્રી ગણેશને ચુરમા લાડુના નૈવેદ્ય અર્પણ, ગણપિત મંદિરોમાં ઉત્સવ, મેળા વિશેષ દર્શન, પૂજા, તીર્થયાત્રા, મંગળ ગ્રહદેવતાનું પૂજન, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી સૂર્ય પૂજા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, નવા વસ્રો-આભૂષણ, લાંબા સમયના ઉપયોગી કાર્યો, મિત્રતા કરવી.
) આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ ભીરું, સ્વભાવ, શુક્ર-રાહુ ચતુષ્કોણ પ્રેમસંબંધોમાં સફળતાનો અભાવ.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, શુક્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-મઘા યુતિ
) ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા