(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર,
તા. ૧૫-૫-૨૦૨૩, અપરા એકાદશી
ભારતીય દિનાંક ૨૫, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૦૯-૦૭ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૦૮-૪૭, રાત્રે ક. ૨૦ઽ૫૯
ઓટ: બપોરે ક. ૧૪-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૩ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – એકાદશી. અપરા એકાદશી (કાકડી), ભદ્રકાલી એકાદશી (પંજાબ), જલક્રીડા એકાદશી (ઓરિસ્સા), અગસ્ત્યનો અસ્ત, પંચક, બુધ માર્ગી. સૂર્ય વૃષભમાં સવારે ક. ૧૧-૪૩, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સવારે ક. ૧૧-૪૩ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૧-૪૩ પછી શુભ.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, આંબાના વૃક્ષનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રીસુક્ત, પુરુસુકત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક તથા તુલસી પૂજા, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, શિવ-પાર્વતી પૂજા. સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થસ્નાન, પ્રાયશ્ર્ચિત સ્નાન, ૠષિતર્પણ, પિતૃતર્પણ, સૂર્યતર્પણ. રુદ્રાભિષેક પૂજા, વિષ્ણુપૂજા, દાન, જપ, રૂ, ચાંદીના ભાવમાં ઘટાડો થાય.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ સાહસિક સ્વભાવ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ સટ્ટાકીય કામકાજ, મંગળ-નેપ્ચ્યૂન ત્રિકોણ સહોદરોમાં પ્રિય બને, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ પરિવારજનો સાથેના વ્યવહારમાં ગેરસમજણો થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ, મંગળ-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ (તા. ૧૬)
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ/વૃષભ, મંગળ-કર્ક, માર્ગી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા