જૈનોના સર્વોચ્ય પવિત્ર તીર્થસ્થાન પાલીતાણા સ્થિત શ્રી ગિરિરાજ ની પવિત્રતા જળવાય સાથે ધાર્મિક લાગણી દુભાવનારા ઈસમો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ આથી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તળાજા જૈન સંઘ તેમજ શ્રી તાલધ્વજ જૈન શ્વે તીર્થ કમિટી દ્વારા આજે તળાજા ડે.કલેકટર વિકાસ રાતડા ને કોર્ટના નિર્ણયો અને ભૂતકાળ ની વાત ને દોહરાવી આવેદન પત્ર સામૂહિક રીતે પાઠવવા મા આવ્યું હતું.
જૈન સંઘ એ વેડનાપત્ર મા જણાવ્યું હતુ કે શેત્રુંજ્ય ગિરિરાજ નો કણે કણ જૈન ધર્મવલંબીઓ માટે પૂજનીય છે. શ્રી ગીરીરાજ સાક્ષાત પ્રતિમા સ્વરૂપ છે. જૈનોની આ માન્યતાને મોગલ બાદશાહો, બ્રિટિશ સરકાર અને વર્તમાન સરકારે પણ માન્ય રાખેલ છે.તેમ છતાંય શ્રી ગિરિરાજ ની પવિત્રતા નષ્ટ થઈ રહીછે.
ગત.તા ૨૬.૧૧ ના રોજ રાતના સમયે ઘટેલ ઘટના નિંદનીય છે.તેના ગુનેગારો ને પકડવામાં આવે. સોશિયલ મીડિયામાં જૈનો વિરુદ્ધ સતત ઝેર રેડતા ઈસમો સામે આઇપીસી સેક્શન 153 એ અનુસાર કાર્યવાહી કરવામાં આવે.સરકાર અને પ્રશાસનમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી ગેરકાયદેસર ખન્નાનું કાર્ય અટક્યું નથી. ધીરે ધીરે પવિત્ર ગિરિરાજ ને તોડવામાં આવી રહ્યો છે.
તળાજા જૈન સંઘે એવી પણ માગણી કરી શકે શ્રી શેત્રુંજય મહાતીર્થની સંપૂર્ણ માપણી કરવામાં આવે. શત્રુંજય ગિરિરાજ ઉપર બહુ મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાનગી નામે ગેરકાયદેસર રીતે ચઢાવવામાં આવેલ છે.
પાલીતાણા સ્થિત ધર્મશાળાઓમાં પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. મ્યુનિસિપાલટી અકળ કારણસર પૂરેપૂરો ટેક્સ ઉઘરાવે છે છતાંય ધર્મશાળાઓને પૂરું પાણી આપતી નથી તેઓ પણ આરોપ લગાવવામાં આવ્યો. અન્ય ધાર્મિક સ્થળોની જેમ અહીં પણ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સરકાર દ્વારા આપવામાં આવે. તળાજા મા વસવાટ કરતા જૈનસંઘ ના દરેક પરિવારના પુરુષ સભ્યો મોટાભાગે આવેદનપત્ર આપવા સમયે હાજર રહ્યા હતા.