Homeટોપ ન્યૂઝપાકિસ્તાનની 'ના-પાક' હરકતઃ આ વર્ષે 311 વખત ડ્રોને સરહદ પાર કરી

પાકિસ્તાનની ‘ના-પાક’ હરકતઃ આ વર્ષે 311 વખત ડ્રોને સરહદ પાર કરી

ભારત-પાકિસ્તાનની સરહદ પર હંમેશાં ઘર્ષણની સાથે ઘૂસણખોરીના સમાચાર લાઈમલાઈટમાં રહે છે, પરંતુ આ વર્ષે પાકિસ્તાન તરફથી 311 વખત ડ્રોને સરહદ પાર કરી હતી. પાકિસ્તાનની આ નાપાક હરકતથી ભારતમાં ઘૂસણખોરી કરવાના કિસ્સામાં પાકિસ્તાનની કેટલી મેલી મુરાદ છે એ વાત પુરવાર થાય છે. પાકિસ્તાનની આ નાપાક હરકતને આઈએસઆઈનું ઓપરેશન પરિંદા કહેવાય છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
ભારત-પાકિસ્તાનની સીમા પર પાકિસ્તાન તરફથી ડ્રોન મારફત હિલચાલ કરવાના સતત પ્રયાસ કરવામાં આવે છે. પાકિસ્તાન તરફથી ભારતીય સરહદના વિસ્તારમાં હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરવા માટે મોટી સંખ્યામાં ડ્રોન ઓપરેશન કરવામાં આવે છે અને એ ઓપરેશનને પાકિસ્તાનની આઈએસઆઈ ઓપરેશન પરિંદાના નામથી ચલાવે છે. આ ઓપરેશન મારફત પંજાબમાં અશાંતિ કરવા માટે ડ્રોનથી હથિયારો અને ડ્રગ્સ પૂરું પાડવામાં આવે છે. લશ્કરી અહેવાલ અનુસાર આ વર્ષે એકલા પંજાબના અમૃતસરમાં 113, ફિરોઝપુરમાં 65, ગુરદાસપુરમાં 56 અને અબોહરમાં કુલ મળીને 24 વખત દુશ્મન દેશમાં ડ્રોનની અવરજવરની ઘટના સામે આવી હતી. પંજાબમાં છેલ્લા છ મહિનામાં બીએસએફે છ ડ્રોનને તોડી નાખ્યા હતા અને તેમાંથી ડ્રગ્સ મળ્યું હતું. પંજાબની સાથે સાથે પાકિસ્તાને જમ્મુમાં 25 અને રાજસ્થાનમાં પણ કુલ મળીને 23 વખત ડ્રોન ઉડાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -