પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારિક ફતેહને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા પણ તેમને આવી ધમકીઓ મળી ચુકી છે. આ વખતે તેમને ‘સર તન સે જુદા’ની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, તારિક ફતેહ સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર વિવાદોમાં રહે છે. લેખકે ધમકીની માહિતી પોતે ટ્વિટર દ્વારા શેર કરી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ‘ટ્વિટર સ્પેસ’નો સ્ક્રીન શૉટ શેર કરતા તારિક ફતેહે લખ્યું છે કે એક સજ્જને એક ગ્રુપ બનાવ્યું છે જે મારું શિરચ્છેદ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે ટ્વિટર સપોર્ટને પણ ટેગ કર્યું છે. તેમણે લખ્યું છે કે ટ્વિટરને હત્યાનું પ્લાનિંગ કરનારા લોકો માટે પ્લેટફોર્મ બનતા રોકવાની જરૂર છે. જો કે, આ પહેલીવાર નથી આ પહેલા પણ તારિક ફતેહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તારિક ફતેહ ઇસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. નોંધનીય છે કે વર્ષ 2017માં બરેલીના એક મુસ્લિમ સંગઠને તારિક ફતેહનું શિરચ્છેદ કરનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારિક ફતેહને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા પણ તેમને આવી ધમકીઓ મળી ચુકી છે. આ વખતે તેમને ‘સર તન સે જુદા’ની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, તારિક ફતેહ સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર વિવાદોમાં રહે છે.
લેખકે ધમકીની માહિતી પોતે ટ્વિટર દ્વારા શેર કરી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ‘ટ્વિટર સ્પેસ’નો સ્ક્રીન શૉટ શેર કરતા તારિક ફતેહે લખ્યું છે કે એક સજ્જને એક ગ્રુપ બનાવ્યું છે જે મારું શિરચ્છેદ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે ટ્વિટર સપોર્ટને પણ ટેગ કર્યું છે. તેમણે લખ્યું છે કે ટ્વિટરને હત્યાનું પ્લાનિંગ કરનારા લોકો માટે પ્લેટફોર્મ બનતા રોકવાની જરૂર છે.
Dear @TwitterSupport , the following gentleman has set up a group that is planning to behead me (Sar Tun say Juda).
Please take necessary action to stop Twitter being a forum for people planning murder. https://t.co/1TmNKJAUnj pic.twitter.com/XcQ80Yd1oT
— Tarek Fatah (@TarekFatah) February 21, 2023
“>
જો કે, આ પહેલીવાર નથી આ પહેલા પણ તારિક ફતેહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તારિક ફતેહ ઇસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. નોંધનીય છે કે વર્ષ 2017માં બરેલીના એક મુસ્લિમ સંગઠને તારિક ફતેહનું શિરચ્છેદ કરનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.