ટી-20 વર્લ્ડકપની પહેલી સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી ત્યારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી નિશ્ચિત કરી છે.
સિ઼ડનીમાં ન્યૂઝીલેન્ડ્સે પહેલા બેટિંગ કરીને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે 42 બોલમાં 53 રન બનાવ્યા હતાં, મહોમ્મદ રિઝવાને 43 બોલમાં 57 રન બનાવ્યા હતાં. બાબરને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કરીને બાબર અને રિઝવાનની પાર્ટનરશિપ તોડી હતી. તેમ છતાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને મેચ પોતાના કબજામાં કરી હતી.