યુરોપના ઘણા નાના દેશ નાટોમાં જોડાયેલા છે અને બીજા કેટલાક દેશ નાટોમાં જોડાવાની ઇચ્છા ધરાવે છે. સ્વીડન પણ નાટોમાં જોડાવા માગે છે. જ્યારે નાટોના બધા જ સભ્ય દેશો સંમત થાય ત્યારે જ કોઇ નવો દેશ નાટોમાં જોડાઇ શકે છે. તુર્કી સ્વીડન નાટોમાં સામેલ થવા સામે વિરોધ કરી રહ્યું છે.
સ્વીડનને નાટો સાથે જોડાવાનો વિવાદ સ્વીડનની રાજધાની સ્ટોકહોમથી શરૂ થયો હતો. જ્યાં વિરોધમાં સામેલ લોકોએ તુર્કી દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, જમણેરી ડેનિશ રાજકીય પક્ષના નેતા સ્ટ્રામ કુર્સ રાસમસ પાલુદને કુરાન બાળી હતી. ઘણા મુસ્લિમ દેશોએ કુરાન સળગાવવા બદલ સ્વીડનની નિંદા કરી છે. તુર્કીના કેટલાક સમર્થકોએ સ્વીડનનો રાષ્ટ્રધ્વજ સળગાવી દીધો હતો.
કુરાન મુસ્લિમ ધર્મ માટે સૌથી પવિત્ર પુસ્તક છે. આ કારણે વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશોએ સ્વીડન સામે પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. જેમાં તુર્કી, પાકિસ્તાન સહિત અન્ય દેશોએ કુરાન સળગાવવા પર વાંધો ઉઠાવ્યો છે.
પાકિસ્તાને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આ પ્રકારનું કામ વિશ્વમાં હાજર 1.5 અબજ મુસ્લિમ લોકોની ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડે છે. તુર્કીના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું છે કે સ્વીડનમાં આપણા પવિત્ર પુસ્તક કુરાન પર હુમલો થયો છે. અમે તેની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. કુવૈતના વિદેશ પ્રધાન શેખ સાલેમ અબ્દુલ્લા અલ જાબેર અલ સબાહે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ઘટના વિશ્વભરના મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.” તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે તેઓ આવા અત્યાચારી કૃત્યો બંધ કરાવે. સાઉદી વિદેશ મંત્રાલયે કુરાન બાળવાની ઘટનાનો વિરોધ કરતા કહ્યું હતું કે, “સાઉદી અરેબિયા સંવાદ, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના મૂલ્યોને ફેલાવવા વિનંતી કરે છે અને નફરત અને ઉગ્રવાદને નકારે છે. કતારે પવિત્ર કુરાનને બાળવાની ઘટનાની નિંદા કરી હતી. ઇરાને કુરાન બાળવાની ઘટનાને મુસ્લિમો વિરુદ્ધ નફરત અને હિંસા ભડકાવવાનો પ્રયાસ ગણાવતા કહ્યું હતું કે કેટલાક યુરોપિયન દેશો વાણી સ્વાતંત્ર્યની હિમાયત કરવાના ખોટા બહાના હેઠળ “ઈસ્લામિક મૂલ્યો અને મૂલ્યો વિરુદ્ધ ઉગ્રવાદી અને કટ્ટરપંથી તત્વો” ને પ્રોત્સાહન આપી રહ્યા છે.
પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઈરાન અને કતાર જેવા મુસ્લિમ દેશોને ગુસ્સો કેમ આવ્યો
