બિલાવલ ભુટ્ટોએ કહ્યું- અમે એવી સ્થિતિમાં નથી
ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વન ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. પાકિસ્તાને કહ્યું છે કે તે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. આ સાથે જ આ મેગા ઈવેન્ટને લઈને પાકિસ્તાન તરફથી અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.
આ વર્ષે એશિયા કપનું આયોજન પણ પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું હતું કે જો આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે તો ટીમ ઈન્ડિયા તેમાં ભાગ નહીં લે. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગુસ્સે થઈ ગયું હતું અને કહ્યું હતું કે જો આવું થશે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય. હવે આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું નિવેદન સામે આવ્યું છે.
શું પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે?
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભૂતોએ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપને લઈને એસસીઓ વિદેશ પ્રધાનોની બે દિવસીય બેઠકમાં કહ્યું હતું કે અમે એવી સ્થિતિમાં નથી કે રમતને નુકસાન વેઠવું પડે. બિલાવલ ભુટ્ટોએ વધુમાં કહ્યું હતું કે રમત અને રાજનીતિને એકસાથે ભેળવવી ન જોઈએ. તેમણે કહ્યું હતું કે ભારતે આવા કૃત્યોનો આશરો નહીં લેવો જોઈએ અને રમતોમાં અવરોધો નહીં ઉભા કરવા જોઈએ. મેં આ માટે પ્રયાસ કર્યો છે.
હકીકત એ છે કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમત સહિત તમામ દ્વિપક્ષીય સંબંધો ઠપ્પ થઈ ગયા છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી પણ રમાઈ ન હતી. જોકે, બંને ICC ઈવેન્ટ્સમાં ટકરાતા જોવા મળ્યા છે. ભારતે 2023માં એશિયા કપ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. તો પાકિસ્તાને પણ ઘમંડ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય, પરંતુ જો પાકિસ્તાન આમ કરે છે તો તેને ઘણું સહન કરવું પડી શકે છે. તેને આર્થિક રીતે પણ ઘણુ નુક્સાન સહન કરવું પડી શકે છે, કારણ કે વિશ્વ ક્રિકેટમાં BCCIનો ઘણો દબદબો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાનને ઝુકવું પડી શકે છે.