ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે મંગળવારે પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ઈમરાન ખાનની સાથે અસદ ઉમર અને ફવાદ ચૌધરી સામે કોર્ટની અવગણના કરવાના કિસ્સામાં ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે.
પાકિસ્તાના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને ઓગસ્ટ 2022માં ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન મહિલા ન્યાયાધીશ અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરી હતી. તેની સાથે રેલ વખતે ઇમરાન ખાને ટોચના પોલીસ અધિકારી, ચૂંટણી પંચ અને રાજકીય પક્ષના વિરોધમાં ટિપ્પણી કરી હતી. ઈમરાન ખાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જેબા ચૌધરી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોલીસના અનુરોધ પર ગિલના બે દિવસના રિમાન્ડની મંજૂરી માગી હતી અને કહ્યું હતું કે તેમણે પોતાની જાતે તૈયાર થવું જોઈએ, કારણ કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ભાષણના થોડા કલાક પછી ઈમરાન ખાન પર તેમની રેલીમાં પોલીસ, કોર્ટને ધમકી આપવાના આરોપમાં આતંકવાદ વિરોધી એક્ટ અન્વયે કેસ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં ઈમરાને ઇસ્લામાબાદમાં રેલી દરમિયાન શહબાજ શરીફની સરકારની ટિપ્પણી કરી હતી.
ઈમરાન ખાને રેલીમાં ધમકીના સૂરમાં ઇસ્લામાબાદના આઈજી પોલીસ અને ડેપ્યુટી આઈજી પોલીસની સામે કેસ કરવાની પણ વાત કરી હતી. એટલું જ નહીં, મહિલા ન્યાયાધીશને પણ ધમકી આપી દીધી હતી, જેમાં તેમણે શહબાજને રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. એની સાથે ઈમરાન ખાને કોર્ટમાં પોતાની પાર્ટી સાથે ભેદભાવ કરવાનો પણ સત્તારુઢ સરકાર પર આરોપ મૂક્યો હતો. મહિલા ન્યાયાધીશને ધમકી આપતા કહ્યું હતું કે તેમને પણ તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.