Homeઉત્સવપચા ને માથે વીહ ને માથે બે ને એની માથે એક

પચા ને માથે વીહ ને માથે બે ને એની માથે એક

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ગ્રામ્યજીવનનું સૌંદર્ય એટલે લીલીછમ વનરાજી, વૃક્ષ પર ઝુલતા હીંચકા, નદી કિનારે નાહવાનું, રાત્રે અગાશીએ સૂવાનું વગેરે વગેરે ઉપરાંત ખાસ તો એની તળપદી ભાષાની સોડમ. એનો આનંદ લેવા એક વાર ગામડે જવું જ જોઈએ. નાનકડા ગામની ભાષાની મીઠાશનો મારો પહેલો અનુભવ જાણવા જેવો છે. ૪૫ વર્ષ પહેલાની વાત છે. જૂનાગઢ જિલ્લાના બાંટવા નામના ગામમાં વેકેશન માણવા ગયો હતો. બપોરે જમીને થોડી નીંદર ખેંચવાની ઈચ્છા થતી હતી ત્યાં કોઈ કિશોરી મોટો ટોપલો લઈને આવી. એને આવતી જોઈ માસી તરત વરંડામાં આવ્યા. મંગાવેલી બધી વસ્તુ બરાબર જોઈ તેમણે લઈ લીધી. વધારાની બીજી ત્રણેક વસ્તુ માંગી જેમાંથી એક તેની પાસે નહોતી. બધી વસ્તુ માસીએ એક કોર મૂકી એટલે પેલી યુવતીએ પૂછ્યું ‘હંધુંય આવી જ્યું?’ માસીએ હા પડી અને હિસાબ કરવા કહ્યું. યુવતી પાસે કાગળ – પેન્સિલ નહોતા, પણ આંગળીના વેઢા હતા. વેઢા અને મગજમાં કરેલી ગણતરી કરી એ બોલી કે ‘પચા ને માથે દહ ને માથે પાંચ આલી દ્યો.’ માસી કહે તારી ભૂલ થાય છે બૂન. બીજી બે લીધી એની ગણતરી માંડી?’ પેલી યુવતીએ તરત મલકાઈને જીભડો બહાર કાઢ્યો ને કાન પકડ્યા. એની આગવી સ્ટાઈલમાં ફરી ગણતરી કરી અને બોલી, ‘નવી વસ્તુના ગણી પચા ને માથે વીહ ને માથે બે અને એની માથે એક દઈ દ્યો એટલે હું જાઉં.’ આ બધું મને કંઈ સમજાયું નહીં, પણ માસી તરત અંદરના રૂમમાં ગયા અને પૈસા લાવી યુવતીના હાથમાં મૂક્યા. બધી નોટ બરાબર જોઈ ‘બરાબર’ બોલી નીકળી ગઈ. મારો ચહેરો જોઈ માસી હસી પડ્યા અને બોલ્યા ‘કેમ ભાણાભાઈ આવું મોઢું કરીને બેઠા છો?’ હું એટલું જ બોલી શક્યો ‘હિસાબ…’ માસી હસીને કહેવા લાગ્યા કે ’ગામડાની છોડીઓએ નિશાળ જોઈ જ ન હોય. એટલે ૧થી ૧૦૦ની સંખ્યા વિશે કંઈ જ ન જાણતી હોય, પણ મા પાસેથી વિશિષ્ટ શૈલીની ગણતરી શીખી હોય. એમનો હિસાબ ચલણી નોટમાં હોય. પહેલી વાર એણે કહ્યું ને કે ‘પચા ને માથે દહ ને માથે પાંચ આલો’ એટલે એ ૬૫ રૂપિયા માંગતી હતી. ૬૫ એને ખબર ન હોય પણ એક પચાસની, એક દસની અને એક પાંચની નોટ લેવાની છે એનો એને બરાબર ખ્યાલ હતો.’ હવે મારી ઉત્સુકતા વધી અને પછી કરેલો નવો હિસાબ સમજવા પણ આગ્રહ કર્યો. હસીને માસી બોલ્યા કે ‘પછી એ બોલીને કે’ પચા ને માથે વીહ ને માથે બે અને માથે ‘એક દઈ દ્યો’ એટલે મેં
તેને ૭૩ (૫૦ + ૨૦ + ૨ + ૧) રૂપિયા આપી દીધા. મેં ૭૩ આપ્યા પણ તેણે તો ચાર નોટની ગણતરી કરી પૈસા લીધા. ૭૩ ખબર ન હોય પણ એકેય પૈસો ઓછો ન
લીધો. ગણિત ન આવડે આ છોડીયુંને, પણ
હિસાબમાં ભૂલ ન કરે. એક પાઈ ઓછી
લીધા વિના ન જાય. હું તરત ઊભો થયો અને માસીને કહ્યું કે ‘મમ્મીએ બાળકો માટે વીહ વીહની પાચ અને માથે એકની નોટ (૧૦૧ રૂપિયા) મોકલ્યા છે.’ માસી મારી ગણતરી સાંભળી હસી પડ્યા.
તળપદા શબ્દોના અર્થ ન ખબર હોય અને સાંભળવામાં
ગફલત થાય તો કેવો લોચો થાય એ જાણવા જેવું છે. ‘મુંબીથી આવેલા ભાઈને અડાણી લાવવાનું કીધુંતું ને ઈવડા ઈ અડાયું
લઈ આયા’ એવું બોલનાર ભાઈ હસી પડે તો એ સ્વાભાવિક છે. કારણ કે અડાણી એટલે રકાબી અને અડાયું એટલે છાણું. હવે
તમે જ કયો કે અડાયુંમાં ચા રેડીને પી શકાય ખરી? તળપદો
શબ્દ અટાણે સમજવા જેવો છે. અહીં અ અક્ષરને પૂર્વગ
ગણીએ તો ટાણા (સમય) વગરનું એટલે કે ખોટા સમયે એવો અર્થ થાય પણ અટાણે એટલે અત્યારે – હમણાં એવો અર્થ છે.
—————-
एक शब्द के अनेक अर्थ
कनक का अत्यंत प्रचलित अर्थ सोना या सुवर्ण है. लेकिन क्या आपको पता है कि इसके अलावा धतूरा, पलाश और गेहूं भी इसके अर्थ है?  એક પણ કાનો માત્રા વિનાનો શબ્દ છે કનક અને એ બંને દિશામાં વાંચી શકાય છે. એનો અત્યંત પ્રચલિત અર્થ છે સોનુ – ગોલ્ડ. પણ શું તમને ખબર છે કે એ ઉપરાંત ધતુરો, પલાશ અને ઘઉં પણ એના અર્થ છે? कनक छडी मतलब સોનાની છડી – સોટી. કબીરના એક દુહામાં કહ્યું છે કે कनक छडी सी कामिनी काहे को कटि મતલબ કે કામિની એટલે કામણગારી ક્ધયા તો સોનાની સોટી જેવી છે. પણ એની કમર આટલી પાતળી કેમ છે?कनक का दूसरा अर्थ धतूरा भी है. धतूरा एक पादप है. अल्प मात्रा में ईसके उपयोग से अनेक रोग ठीक होने की वजह से चरक ने उसे कनक के नाम से सम्बोधित किया है. કનકનો બીજો અર્થ ધતુરો પણ થાય છે. ધતુરો એક છોડ છે અને અલ્પ પ્રમાણમાં એનો ઉપયોગ કરવાથી અનેક રોગ સારા થતા હોવાથી આયુર્વેદિક વિશારદ ચરકે એને કનક (સોનુ) કહ્યો છે. શિવજીને ધતુરો પસંદ હોવાથી તેમને ચડાવવામાં આવે છે. કનક પલાશ તરીકે પણ ઓળખાય છે. પલાશ એટલે કેસૂડો જે હોળીના તહેવારમાં વપરાય છે. આ સિવાય કનક એટલે ઘઉં અને સારું અનાજ પાકતું હોય એવું ખેતર कनक खेत તરીકે ઓળખાય છે. रहीम का एक दोहा है कनक कनक ते सौगुनी, मादकता अधिकाय। वा खाये बौराय नर, वा पाये बौराय॥ અહીં પહેલા કનકમાં સોનુ અને બીજામાં ધતુરો અર્થ સમજવો. આ દોહાનો ભાવાર્થ એ છે કે સોનુ અર્થાત્ ધનનો નશો ધતુરા મતલબ કે નશીલી વસ્તુથી ૧૦૦ ગણો વધારે હોય છે, કારણ કે નશીલી વસ્તુનું સેવન કર્યા પછી જ નશો ચડતો હોય છે જયારે સોનુ મતલબ કે ધન આવતાની સાથે જ નશો ચડી જાય કે એટલે કે ઘમંડ આવી જાય છે.
———-
शब्द एक अर्थ अनेक
દરેક ભાષામાં એવા શબ્દોની અચૂક હાજરી હોય છે જે એના વપરાશ અનુસાર અલગ અલગ અર્થ ધારણ કરી લે છે. એક શબ્દ એવો છે કે જેના મરાઠી ઉપરાંત ગુજરાતી અને હિન્દીમાં પણ એક સરખા અર્થ એના ઉપયોગ પ્રમાણે થાય છે. એ શબ્દ છે ઉત્તર જેનો અત્યંત પ્રચલિત અર્થ દક્ષિણ સામેની ઉત્તર દિશા. બીજો અર્થ પણ ખૂબ જાણીતો છે: ઉત્તર એટલે જવાબ. તમારા પ્રશ્ર્નનો ઉત્તર બહુ સહેલો છે. શિક્ષક ઉત્તર પત્રિકા તપાસી રહ્યા છે. હવે મરાઠીમાં શબ્દ એક, અર્થ અનેકના ઉદાહરણ જોઈએ. अंतर म्हणजे मन, लांबी, फरक आणि भेद. અંતર એટલે મન, લંબાઈ અથવા ફરક એવો અર્થ થાય છે. तुमच्या घरापासून स्टेशन किती अंतरावर आहे? मुंबईचा मिसळ आणि पुणेरी मिसळ यात अंतर असते. તમારા ઘરથી સ્ટેશન કેટલું દૂર છે? મુંબઈ અને પુણેના મિસળમાં ફરક હોય છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. वात म्हणजे ज्योत, वारा आणि विकार. વાત એટલે દીવાની વાટ, પવન અથવા વિકાર.ात पासून दिवेची प्रज्वलित वात सुरक्षित ठेवा। હવા – પવનથી દીવાની વાટ સુરક્ષિત રાખો.अनेकदा वातदोष है रोगाचे पहिले कारण असते. અનેકવાર વિકાર જ રોગનું પહેલું કારણ હોય છે. वर म्हणजे आशीर्वाद, नवरा आणि दिशा. વર એટલે આશીર્વાદ, પતિ અથવા દિશા સૂચન.आईचे वर मिळाले आता आणखीन काही नको. માના આશીર્વાદ મળી ગયા, હવે બીજું કંઈ ન જોઈએ. तो तुमच्या मांडीवर बसला आहे. એ તમારા ખોળામાં બેઠો છે. वर-वधू आले की पूजा शुरु करायची. પતિ-પત્ની આવે એટલે પૂજા શરૂ કરી દેજો.
————
IMPOSSIBLE EXPRESSIONS
કહેવતો અને રૂઢિપ્રયોગને કારણે અભિવ્યક્તિ કે રજૂઆતને એક વિશિષ્ટ સ્વરૂપ સાંપડે છે. એક જ વાત અલગ અલગ શબ્દપ્રયોગથી વ્યક્ત કરી શકાય છે. આજે આપણે કોઈપણ બાબત કે કાર્ય પાર પાડવું અશક્ય છે એ અંગ્રેજી ભાષામાં કેવી અલગ અલગ રીતે કહી શકાય એ જાણીએ. પહેલો પ્રયોગ છેBoil The Ocean. એનો શબ્દાર્થ થાય દરિયાને – દરિયાના પાણીને ઉકાળવું. તમે જોઈ શકો છો કે આ વાત અસંભવ છે. Convincing my boss for five days leave is like boiling the ocean. પાંચ દિવસની રજા માટે બોસને સમજાવવા એ સૂર્ય પર ઉતરાણ કરવા જેવું અશક્ય કામ છે. બીજો પ્રયોગ જરા વિચાર માંગી લે એવો છે. Fat Chance મતલબ કે મજબૂત – તગડી શક્યતા કે સંભાવના એવો એનો ભાવાર્થ છે. મજબૂત શક્યતા હોય તો કામ થવું જોઈએ ને! પણ અહીં નકારાત્મક ભાવ છે. There is a fat chance of a corruption free country. દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને એ અશક્ય છે. રણ પ્રદેશમાં લીલાંછમ વૃક્ષોની હારમાળાની અપેક્ષા રાખવા જેવી વાત થઈ. હવે આપણે જે રૂઢિપ્રયોગની વાત કરવાના છીએ એના શબ્દાર્થ પરથી જ વાત સ્પષ્ટ થઈ જાય છે.Getting Blood From A Stone એટલે પથ્થરમાંથી રક્ત ટપકવું કે મેળવવું. પહેલી નજરે જ મામલો અસંભવ હોવાનો ખ્યાલ આવી જાય છે.
Making a miser pay the hotel bill is like getting blood from a stone. કંજૂસ કે મખ્ખીચુસ માણસ હોટેલનું બિલ ચૂકવશે એ આશા ઠગારી જ નીવડે. The Twelfth Of Never પ્રયોગને ૬૭ વર્ષ પહેલાં લખાયેલા એક the 12th of never નામના ગીત સાથે સંબંધ છે. એક એવી તારીખ જ્યારથી એ પોતાની પ્રિયતમાને ચાહવાનું બંધ કરી દેશે. ટૂંકમાં અશક્ય બાબત કારણ કે એ કાયમ એને ચાહવાનો છે. All women of our society will stop shopping on the twelfth of never. સમાજની બધી સન્નારીઓ શોપિંગ કરવાનું બંધ કરી દે એ દરિયાનું પાણી ખારું ન હોવા જેવી બાબત છે. Out Of The Question એટલે આપણે ગુજરાતીમાં નથી કહેતા કે સવાલ જ ઊભો નથી થતો, બસ એ જ અર્થ સમાયેલો છે. Asking my son not to eat junk food is completely out of the question. મારા દીકરાને જંક ફૂડ ખાવાની ના પાડવાથી એ થોડો માણવાનો છે? Not A Prayer એટલે પ્રાર્થના પણ કામ ન આવે એવી અશક્ય બાબત એવો અર્થ તારવી શકાય. I tried hard to beat my wife in an argument but I didn’t have a prayer. દલીલમાં પત્નીને હરાવવાની મારી કોશિશ વ્યર્થ જ સાબિત થાય, કારણ કે એ અસંભવ બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -