રાજ્યના રસ્તાઓ સમયસર બની રહ્યા છે, અકસ્માતોમાં થયો વધારો
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ૨૦૨૨માં કુલ ૧૪,૮૮૩ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ત્રણ વર્ષ પહેલા ૨૦૧૯માં આ આંકડો ૧૨,૭૮૮ હતો. સત્તાવાર આંકડામાં આ માહિતી સામે આવી છે. આંકડા અનુસાર ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ૨,૦૯૫ નો વધારો થયો છે જ્યારે ત્રણ વર્ષ પહેલાની સરખામણીમાં ૨૦૨૨ માં આવા બનાવોની સંખ્યામાં ૧૪૪ નો વધારો થયો છે. માર્ગ અકસ્માતનો મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે શનિવારે રાજ્યના રાયગઢ જિલ્લામાં જૂના મુંબઈ-પુણે હાઈ-વે પર સંગીત મંડળના યુવક-યુવતીઓને લઈ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. માહિતી અનુસાર ૨૦૧૯ માં ૩૨,૯૨૫ની સરખામણીએ ગયા વર્ષે રાજ્યમાં ૩૩,૦૬૯ માર્ગ અકસ્માતો થયા હતા. ૨૦૧૯ ની સરખામણીમાં ૨૦૨૨ માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ૦.૪૪ ટકાનો વધારો થયો હતો, જ્યારે મૃત્યુદરમાં ૧૬.૩૮ ટકાનો વધારો થયો હતો, જોકે આ સમયગાળા દરમિયાન અકસ્માતોમાં ઘાયલ લોકોની સંખ્યા ૨૮,૬૨૮ થી ઘટીને ૨૭, ૨૧૮ થઈ હતી.
—
ઘણા જિલ્લાઓ અને મોટા શહેરોમાં ઘટાડો
સત્તાવાર માહિતી અનુસાર મહારાષ્ટ્રના ૩૪ જિલ્લાઓ અને ૧૧ મોટા શહેરોમાં, મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં માર્ગ અકસ્માતો, મૃત્યુ અને ઇજાઓની સંખ્યામાં વધારો થયો છે. લોકડાઉનને કારણે ૨૦૨૦માં મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતો અને તેના કારણે થતા મૃત્યુમાં ઘટાડો થયો હતો. ઉ