હેનોન પ્રાંતમાં એકસાથે 200 કારની થઈ ટક્કર, અનેક ઈજાગ્રસ્ત
ચીન અત્યારે કોરોનાને કારણે તો લાઈમલાઈટમાં છે, પરંતુ તાજેતરમાં હેનાન પ્રાંતમાં સર્જાયેલા અકસ્માતથી લાઈમલાઈટમાં આવી ગયું છે. ચીનમાં ‘Fog’ને કારણે હેનાન પ્રાંત ઝેંગ્ઝોમાં મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક પુલ પર લગભગ 200થી વધુ કારની ભીષણ ટકરાઈ હતી. આ ટક્કરમાં અનેક કાર એકબીજા પર ચઢી ગઈ હતી, જ્યારે અનેક કારને જોરદાર નુકસાન થયું હતું. આ અકસ્માત કદાચ આ સદીનો સૌથી ભયાનક જ નહીં, વિચિત્ર અકસ્માત હોવાનું કહી શકાય. આ અકસ્માતનો વીડિયો જોરદાર વાઈરલ થયો છે. વીડિયોમાં કાર એકબીજાને જોરદાર ટકરાતી પણ જોવા મળી રહી છે. લગભગ એક માઈલથી વધુ લંબાઈ ધરાવનાર આ પુલ (યલો રિવર) પર અનેક કાર, કાર્ગો ટ્રક્સ, લોરી અને અન્ય વાહનોની એકબીજા સાથે ટક્કર થઈ હતી.
લોકલ મીડિયાના અહેવાલ અનુસાર અકસ્માતના સ્થળે અનેક લોકો ઘાયલ થયા હતા અને કારમાં ફસાઈ ગયા હતા, જ્યારે અનેકને ઈજા પહોંચી હતી. ‘Fog’ને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ વીડિયો એટલો ખતરનાક છે કે પુલ પરની ગાડીઓ જાણી કબાડી બની ગઈ હોવાનું લાગ્યું હતું. બુધવારે વહેલી સવારના અકસ્માતના સમયગાળા દરમિયાન સવારની વિઝિબિલિટી ફક્ત 200 મીટરની હતી. આ અકસ્માત પછી ફોગને કારણે પોલીસે લોકોને બ્રિજ પરથી અવરજવર કરવામાં બંધી લગાવી હતી. જોકે, આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ લોકોએ તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.