બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલો ડેરા પ્રમુખ રામ રહીમ 40 દિવસના પેરોલ પર બહાર આવ્યો છે. હરિયાણાની સુનેરિયા જેલ છોડ્યા બાદ તે શનિવારે બાગપતના બરનવા આશ્રમ પહોંચ્યો હતો. હવે તલવાર વડે કેક કાપીને ઉજવણી કરતા રામ રહીમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોતાની જામીન અરજીમાં રામ રહીમે કહ્યું હતું કે તે 25 જાન્યુઆરીએ પૂર્વ ડેરા ચીફ શાહ સતનામ સિંહની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માંગે છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક કથિત વિડિયોમાં ડેરાના વડાને એમ કહેતા સાંભળી શકાય છે કે, “પાંચ વર્ષ પછી મને આ રીતે ઉજવણી કરવાનો મોકો મળ્યો છે, તેથી મારે ઓછામાં ઓછી પાંચ કેક કાપવી જોઈએ. આ પહેલી કેક છે.” આર્મ્સ એક્ટ હેઠળ શસ્ત્રોના જાહેર પ્રદર્શન (તલવાર વડે કેક કાપવું) પર પ્રતિબંધ છે.
હવે તેના આવા વીડિયો બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.