હાલમાં Go First નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે . અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસમાં આ એર લાઇન્સ લગભગ 180-185 ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી અને દરરોજ લગભગ 30,000 મુસાફરો આ એર લાઇન્સમાં મુસાફરી કરતા હતા. પરંતુ ટેક્નિકલ રીતે, એરલાઈન્સની ફ્લાઈટ કામગીરી ઠપ્પ થઈ ગયા બાદ દરરોજ 30,000થી વધુ લોકો ટિકિટની શોધમાં અન્ય એરલાઈન્સનો સંપર્ક કરી રહ્યા છે અને આ પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો અન્ય એરલાઇન્સ ઉઠાવી રહી છે.
ટિકિટ વિન્ડો પર તપાસ કરતા માહિતી મળી હતી કે પ્રવાસીને 15,000ની ફ્લાઈટ ટિકિટ માટે હવે 45000 રૂપિયા ચૂકવવાની ફરજ પડી રહી છે. એમાં પણ ખાસ કરીને અન્ય એરલાઇન્સ કંપની કે જે ગો ફર્સ્ટનો વિકલ્પ બની હતી તે તમામ એરલાઇન છે તકનો ફાયદો ઉપાડ્યો છે. એક તરફ ગો ફર્સ્ટ એરલાઇન્સ દ્વારા ટિકિટનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે લોકોને પ્રવાસ કરવા માટે અન્ય એરલાઇન્સની ટિકિટ ખરીદવી પડે છે અને એ માટે તેમણે વધુ પૈસા પણ ચૂકવવા પડી રહ્યા છે. Go First ફ્લાઈટ્સનું બંધ થવું અન્ય એરલાઇન્સ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. તકનો લાભ લઈને આ એરલાઈન્સે દિલ્હી-મુંબઈ, દિલ્હી-લેહ, મુંબઈ-લખનૌ અને અન્ય રૂટ પર તેમના ભાડામાં વધારો કર્યો છે.
એરલાઇન્સ Go Firstની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. નાણાકીય તંગીનો સામનો કરી રહેલી એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ કેન્સલ થઇ રહી છે અને એવિએશન રેગ્યુલેટર (DGCA)એ ટિકિટના સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પેડ્યો હતો. Go First એ માત્ર ફ્લાઇટ્સ રદ કરી નથી, પરંતુ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પ્ણ અજી કરી છે અને તેના પર શક્ય તેટ્લી વ્હેલી તકે નિર્ણય લેવા માટેની વિનંતી પણ કરી છે.