ઓસ્કાર 2023 ભારતીયો માટે નવા સારા સમાચાર લઈને આવ્યું છે. ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ધ એલિફન્ટ એ ભારતની એક હૃદય સ્પર્શી ટૂંકી ફિલ્મ છે જે એક ત્યજી દેવાયેલા હાથી અને તેના સંભાળ રાખનારા દંપતી વચ્ચેના અતૂટ બંધનને દર્શાવે છે.
કાર્તિકી ગોન્સાલ્વિસની આ ફિલ્મ 95માં એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં ટોચનું સન્માન મેળવી ગઈ છે. આ ડોક્યુમેન્ટરી નેટફિ્લક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ડોક્યુમેન્ટરીમાં માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. સાથે સાથે આ ફિલ્મ હાથીઓના રક્ષણ અને સંરક્ષણની જરૂરિયાતોનો સંદેશ પણ પહોંચાડે છે.
આ ફિલ્મમાં તામિલનાડુના મુદુમલાઈ નેશનલ પાર્કમાં બોમન અને બેલી નામના એક દંપતીને દર્શાવવામાં આવ્યું છે, જેઓ અનાથ હાથી અમ્મુ અને રઘુની દેખભાળમાં પોતાનું જીવન સમર્પિત કરે છે અને અન્ય લોકોની જેમ પોતાનો કુટુંબ વિસ્તાર કરતા નથી.
ગોનસાલ્વિસે આ પુરસ્કાર તેની માતૃભૂમિ ભારત અને તેના પરિવારને સમર્પિત કર્યો