ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓસ્કર એવોર્ડને સૌથી મૂલ્યવાન એવોર્ડ માનવામાં આવે છે અને તેની એક અલગ જ ગરિમા છે. આ સિવાય આ એવોર્ડ સાથે જોડાયેલા એક ફેક્ટ વિશે આપણે અહીં વાત કરવાના છીએ અને આ નિયમ એટલે કે આ એવોર્ડને વેચી શકાતો નથી. આ એવોર્ડની પોતાની વિશેષતા છે અને આ જ કારણસર તેના સંબંધિત અમુક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. લોકોના મનમાં જાત જાતની મૂંઝવણો જોવા મળે છે અને એમાંથી એક મૂંઝવણ એટલે જો કોઈ વ્યક્તિ ઓસ્કાર એવોર્ડ જીતે તો શું તે આ ઓસ્કર એવોર્ડ વેચી શકે કે? જો કોઈ ઓસ્કર એવોર્ડ વેચે તો તેના બદલામાં તેને કેટલું વળતર મળી શકે.
ઓસ્કર એવોર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ લોકોને એવો ભ્રમ છે કે આ આખી ટ્રોફી સોનાની છે. પણ હકીકતમાં આવું નથી. આ ઓસ્કર એવોર્ડ બ્રોન્ઝનો બનેલો છે અને એના પર જેના પર 24-કેરેટ સોનાનો એક લેયર આપવામાં આવેલો છે. હવે આ બધું સાંભળીને તમને એવું થાય કે આ કારણસર જ આ એવોર્ડની કિંમત ખૂબ ઊંચી હોવી જોઈએ. તો આ રહ્યો તમારી આ મૂંઝવણ કે સવાલનો ઉકેલ. ઓસ્કર એવોર્ડ બનાવવા માટે 1000 ડોલર એટલે કે લગભગ 82 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. 13.5 ઇંચ લાંબા આ એવોર્ડનું વજન 450 ગ્રામ જેટલું છે. પરંતુ નક્કી કરવામાં આવેલા નિયમ અનુસાર આ એવોર્ડ વેચી શકાતો નથી.
આ એવોર્ડ શો કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન પર આપવામાં આવે છે અને તેનમા માટે એક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ એવોર્ડને પૈસાથી તોળી શકાતો નથી. જો કોઈ ઓસ્કર વિજેતા પોતાનો એવોર્ડ વેચવાનો પ્રયાસ કરે છે, તો તેને તરત જ એકેડેમીની લીગલ ટીમ તરફથી ફોન કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે ઓસ્કર ટ્રોફીમાંથી કોઈ પણ ટ્રોફી તે વેચી શકાશે નહીં અને તેને વેચવાનો પ્રથમ અધિકાર એક જ જણ પાસે છે અને એ સંસ્થા એટલે એકેડેમી ખુદ. એટલે કે જો કોઈ કલાકાર આ એવોર્ડ વેચવા માંગે છે, તો તે તેને ફક્ત એકેડમીને જ વેચી શકે છે અને તેના માટે તેને માત્ર 10 ડોલર એટલે કે 820 રૂપિયા મળશે. આવી સ્થિતિમાં, એકેડમી એ વાત પર ભાર મૂકે છે કે એવોર્ડનો હેતુ પૈસા કમાવવાનો નથી પરંતુ પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો છે અને આ કારણે આ મોટો એવોર્ડ વેચાણ માટે નથી….