Homeટોપ ન્યૂઝOscar 2023 Winners List: આ ફિલ્મે બેસ્ટ ફિલ્મ સહિત સાત એવોર્ડ્સ જીત્યા,...

Oscar 2023 Winners List: આ ફિલ્મે બેસ્ટ ફિલ્મ સહિત સાત એવોર્ડ્સ જીત્યા, જુઓ સંપૂર્ણ યાદી

ફિલ્મ જગતના સૌથી મહત્વપૂર્ણ એવાર્ડ એકેડેમી એવોર્ડસની જાહેરાત થઇ ગઈ છે. અમેરિકાના લોસ એન્જલસમાં આજે 95માં એકેડેમી એવાર્ડ સમારોહનું આયોજન કરવમાં આવ્યું હતું. આ વર્ષે ભારતને બે એવોર્ડસ મળ્યા છે. ‘દ એલિફેન્ટ વિસ્પરર્સ’ ને બેસ્ટ ડૉક્યુમેંટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઑસ્કર મળ્યો જયારે RRR ફિલ્મના ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરીજીનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો.
95માં એકેડેમી અવોર્ડસમાં ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ છવાયેલી રહી, ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ સહીત સાત ઓસ્કાર એવોર્ડસ જીત્ય છે. બ્રેન્ડન ફ્રેઝરને ધ વ્હેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. મિશેલ યોહને ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જણાવી દઈએ કે મિશેલ યોહ ઓસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ અભિનેત્રી છે.
ઓસ્કાર વિજેતાઓની સંપૂર્ણ યાદી:
બેસ્ટ ફિલ્મ – એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ ઓલ એટ વન્સ (Everything Everywhere All at Once)
બેસ્ટ ડાયરેક્ટર – ડેનિયલ કવાન અને ડેનિયલ શીનર્ટ (Everything Everywhere All at Once)
બેસ્ટ એક્ટર – બ્રેન્ડન ફ્રેઝર (The whale)
બેસ્ટ એક્ટ્રેસ – મિશેલ યોહ (Everything Everywhere All at Once)
બેસ્ટ ઓરીજીનલ સોંગ – નાટુ નાટુ (RRR)
બેસ્ટ સાઉન્ડ – ટોપ ગન: માવેરિક
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે – સારાહ પોલી (Women Talking)
બેસ્ટ ફિલ્મ એડીટીંગ – એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે – એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – અવતારઃ ધ વે ઓફ વોટર

બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (All Quiet on the Western Front)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ ઓરીજીનલ સ્કોર – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સ
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ મેક-અપ એન્ડ હેરસ્ટાઇલ – ધ વ્હેલ
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ – નવલ્ની (Navalny)
બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ – એન આઇરિશ ગુડબાય (An Irish Goodbye)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ – જેમી લી કર્ટિસ (Everything Everywhere All at Once)
બેસ્ટ સપોર્ટીંગ એકટર – કે હુય ક્વાન (Everything Everywhere All at Once)
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – ગ્યુલેર્મો ડેલ ટોરોસ પિનોચિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -