Homeઆપણું ગુજરાતમોરબી હોનારતઃ વળતરપેટે સાડા સાત કરોડ ચૂકવ્યા ઓરેવા ગ્રુપે

મોરબી હોનારતઃ વળતરપેટે સાડા સાત કરોડ ચૂકવ્યા ઓરેવા ગ્રુપે

 

મોરબીમાં ઝૂલતા પુલની હોનારતે 135 લોકોના પોતાનો જીવ લીધાં હતા. પીડિતોએ કોર્ટના દ્ધાર ખખડાવતા જયસુખ પટેલને મૃતકોના પરિવારજનોને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો. જે આદેશના પગલે 7.31 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો ઓરેવા ગ્રુપે વળતર પેટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરટી (Gujarat State Legal Services Authority) ને ચૂકવી આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
દિવાળીના તહેવારોમાં મોરબીની મચ્છુ નદી પરનો 141 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઝૂલતા પુલની મરામતમાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કરતા જયસુખ પટેલે વાસ્તવમાં નજીવી રકમ વાપરી હતી. બ્રિજની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને જોખમી પુલ પર મોકલવામાં આવતા ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઐતિહાસિક પુલની મુલાકાત લેતા પ્રવાસીઓ પાસેથી નિયત રકમ કરતા વધુ રકમ ઉઘરાવવામાં આવતા હોવાના ટિકિટના ફોટા પણ ઘટના બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
આ ઘટના ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીના એક મહિના પહેલા જ ઘટી હતી. બાદ સરકારે તુરંત જ દિલસોજી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી દીધી હતી. દુર્ઘટનાગ્રસ્ત મોરબી ઝૂલતા પુલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નિરિક્ષણ કરી ઈજાગ્રસ્તોના હાલચાલ પણ પૂછ્યા હતા.
સુપ્રીમ કોર્ટનું હિયરિંગ થવાનું હતું તે અગાઉ ગુજરાત હાઈકોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુઓમોટો કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોને હાઈકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો અને સાથે-સાથે કેસની સુનાવણી નિયમિત રીતે હાથ ધરાય પીડિતોને સારુ વળતર મળે, સ્વતંત્ર તપાસ થયા વિગેરે દિશાનિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટમાં પીડિતોને વળતર આપવાની સંમતિ દર્શાવવામાં આવતા 15 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો વચગાળાનો આદેશ કરાયો હતો. જેના ભાગરૂપે આરેવા ગ્રુપે 7.31 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવી આપ્યો છે અને બીજો બાકી હપ્તો આગામી મુદ્દત પહેલાં આપવાની ખાતરી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. જયસુખ પટેલ હાલમાં જેલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -