અમદાવાદ: રાજકોટ શહેરમાં નળિયાવાળા ખખડધજ મકાનમાં ચાલતી કૉલેજને અંતે તાળા મારવા આદેશ કરાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેશનલ કૉલેજ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કૉલેજને ક્રમશ બંધ કરવા આદેશ કરાયો હતો.
રાજકોટ શહેરમાં નળિયાવાળા મકાનમાં કૉલેજ ચાલતી હતી, છેલ્લા ૧૦ વર્ષથી આ સ્થળ પર કૉલેજ ચાલતી હતી. ૧૦ વર્ષ સુધી યુનિવર્સિટીને જાણ નથી, તે સૌથી મોટો સવાલ છે. રાજકોટમાં ઝૂંપડા જેવી જગ્યાએ કૉલેજ ચાલતી હતી અને યુનિવર્સિટીને પણ તેની જાણ નહોતી. છેલ્લા ૧૦ વર્ષથી આ કૉલેજ ચાલી રહી છે. હવે આ નળિયાવાળા ખખડધજ મકાનમાં ચાલતી કોલેજને તાળા વાગશે. યુનિવર્સિટી આ કૉલેજને તાળા મારશે. આવી ખખડધજ મકાનમાં ચાલતી કોલેજમાં વિદ્યાર્થીઓ પણ ભણવા આવતાં હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કૉલેજ ના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, અમને પણ હમણા જાણ થઇ છે કે આવો કોઇ ર્નિણય લેવામાં આવ્યો છે. જેની અમે રજૂઆત કરીશું. વેકેશનમાં તેનું સ્ટ્રક્ચર નવું થાય તેની કાર્યવાહી હાથ ધરવાની જ હતી. કોન્ટ્રાક્ટરને બધું નક્કી જ હતું. જે તે સમયે રાષ્ટ્રીય શાળામાં મંજૂરી નહોતી મળતી. કારણ કે, શાળાના ટ્રસ્ટી જૂના હતા. નવા ટ્રસ્ટી સમજે છે શાળાના શિક્ષણને. એટલે શાળાનું બાંધકામ નવું થઇ જવાનું છે. જે ખાતરી અમે યુનિવર્સિટીને આપીશું. અમે વિદ્યાર્થીઓને બિલકુલ તકલીફ પડવા નહોતા દેતા. આ કૉલેજ વિદ્યાર્થીઓ પાસેથી વર્ષે ૭૫ હજાર રૂપિયા ફી વસૂલતી. આ કૉલેજ ઇન્ટિરિયલ ડિઝાનિંગમાં બેચરલ ડિગ્રી પ્રોગ્રામ ચલાવે છે. હાલમાં જ મળેલી અકાદમી કાઉન્સિલની બેઠકમાં આ કૉલેજ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો