મુંબઈઃ વિરોધ પક્ષના નેતા અજિત પવારે વિધાન સભામાં ફરી એક વખત ચોંકાવનારું નિવેદન કર્યું છે અને આ નિવેદન અનુસાર એકનાથ શિંદે મુખ્ય પ્રધાન થયા બાદથી જ ભાજપના 80 વિધાનસભ્યો બંડ પોકારવાના હતા. દેવેન્દ્ર ફડણવીસે આ બંડને રોકી દીધો હતો અને આઠ મહિના વીતી ગયા હોવા છતાં પણે મંત્રીમંડળનો વિસ્તાર નથી કરવામાં આવ્યો, એવી ટીકા અજિત પવારે કરી હતી.
ભાજપના બધા વિધાનસભ્યોને એવું લાગી રહ્યું હતું કે મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે શપથ લેશે. તત્ત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હું મળવા પણ ગયો હતો. એ વખતે તેમણે પણ એવું જ કહ્યું હતું કે અજિતજી યે ક્યા હુઆ? હું પ્રધાનમંડળમાં જઈશ નહીં એવું ફડણવીસે કહ્યું હતું અને એ વખતે કોની આંખમાં પાણી આવ્યા હતા એ ગિરીશ મહાજનને ખૂબ જ સારી રીતે ખબર છે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
એ સમયે શું કરવું એવી ચર્ચા પણ ભાજપના વિધાનસભ્યોમાં ચાલી રહી હતી. કેટલાક લોકોએ કહ્યું કે 8-85 વિધાનસભ્યોએ બંડ પોકાવું કે? એ સમયે દેવેન્દ્ર ફડણવીસે તેમને રોક્યા અને કહ્યું કે આવું કંઈ કરશો નહીં. એ બંનેને (પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ)ને ખબર પડશે તો આપણા સુપડા સાફ થઈ જશે. ઉપરથી આદેશ આવ્યો છે એટલે આપણે સૌએ એનું પાલન કરવું જ જોઈએ.
સરકાર બની, એ સમયે બંનેએ સાથે મળીને રાજ્ય ચલાવ્યું. તેઓ કહી રહ્યા હતા કે અમે લોકો અડીખમ છીએ અને આજે આઠ મહિના બાદ પણ મંત્રીમંડળનો વિસ્તાર નથી નથો. મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી આપવામાં આવ્યું એવી ટીકા પણ પવારે કરી હતી.