(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરણી લડાયક મુડમાં આવી ગયા છે. છેલ્લા બે દિવસથી ચેમ્બર અને ગાડીની સવલત છીનવી લેતા કૉંગ્રેસી અગ્રણીઓએ ભાજપના નેતાઓ પર આકરા આક્ષેપો કર્યા હતા.
કૉંગ્રેસના નેતા અશોક ડાંગરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની ફાઈલો ગાંધીનગર પહોંચાડતા ભાજપના કોર્પોરેટર , સત્તાધીશોના પેટમાં તેલ રેડાયું છે. વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. કોર્પોરેશનમાં રોજબરોજના પ્રશ્ર્નો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા ભજવાઈ રહ્યો છે.
કાર્યાલય તેમજ ગાડી મેયર દ્વારા પાછી ખેંચતા રાજકોટ વિરોધ પક્ષના નેતાએ મહાનગર પાલિકાના બગીચામાં વિરોધ પક્ષની ઓફિસ ખોલી શાશક પક્ષ પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી એ અરજદારોની બગીચામાં બેસી રજુઆત સાંભળી હતી.