Homeઉત્સવઑપરેશન તબાહી-૨૯

ઑપરેશન તબાહી-૨૯

‘સહી ફરમાયા આપને કેપ્ટન સા’બ, સબ સે ઉપર અપના મુલ્ક હૈ. ઇશ્ક તો હવા કા ઝોકાં હૈ… આતા જાતા રેહતા હૈ’

અનિલ રાવલ

બેગમ સાહિબા કી જાલ કો સમજના બહુત ઝરૂરી હૈ.’ સાંભળીને અન્સારીને ચડેલો દારૂ ઊતરી ગયો. એ વાતે એના માથા પર ફરી હથોડો માર્યો કે બેગમ સાહિબા આટલા મોટા ખાનદાનમાંથી આવે છે એની પોતાને ખબર કેમ ન પડી. પાકિસ્તાની જાસૂસી એજન્સીના ચીફની આબરૂ ધૂળધાણી થઇ ગઇ, ખાખમાં મળી ગઇ. બેગમ કા ચાલ ઔર જાલ દોનોં સમજના ઝરૂરી હૈ એને એટલું તો સમજાયું પણ મનોમન મૂંઝાઇ રહેલા અન્સારીનો અહમ એને કેપ્ટન અને ઝકરિયાની સામે ખુલીને… મોકળા મને વાત કરવા દેતો નહતો..
મૂંગે મોઢે ચૂપચાપ દારૂ પી રહેલા ડૉ. ઝકરિયાને થયું કે ચોક્કસપણે મરિયમ જાસૂસ છે. મારી સાથે પ્રેમનું નાટક કરીને મારી જ ઓફિસમાં ખાના ફંફોસી ગઇ છે. મરિયમ જિન્હા ખાનદાનની હોવાની હકીકત જાણ્યા પછી તો બેગમ સાહિબા અને ખાં સાહેબ પણ જાસૂસ ન હોય તો જ નવાઇ. ખાં સાહેબના સંગીતપ્રેમનો તો એ પોતે આશિક રહ્યો છે. અગાઉ એમના ઘરે સંગીતના જલસા માણી આવ્યો છે. ક્યારેય ખાં સાહેબ કે બેગમ સાહિબાએ અણસાર આવવા દીધો નથી. મરિયમ અચાનક આવી ને આખું ચિત્ર બદલાઇ ગયું. મને પ્રેમની જાળમાં ફસાવવા માટે મરિયમને બેગમ સાહિબા અને ખાં સાહેબે જ મોકલી હોવી જોઇએ. ઝકરિયા એના મનના વિવિધ તર્ક-વિતર્કનાં રસાયણોનું મિશ્રણ તૈયાર કરી રહ્યો હતો. એણે અન્સારી અને કેપ્ટનને કહેવાનું ટાળ્યું. આ તબક્કે એ એમની સામેલગીરી ઇચ્છતો નહતો. કારણ કે એણે અલગ રીતે બદલો લેવાનો નિર્ણય લીધો હતો. ઝકરિયા ચૂપ રહ્યો. આખરે કેપ્ટને ચાલાકીપૂર્વક ચૂપકિદી તોડી.
‘મૈને પહેલે હી કહા થા કી આપ દોનોં જઝબાતી હો. આપ લોગ જો ભી સોચ રહે હો વો સોચો, લેકિન સબસે પહેલે યહ ચૌકસી કરો કી બેગમ સાહિબા ઔર મરિયમ જિન્હા ખાનદાન સે હૈ ભી યા નહીં.’
‘બેગમને કહા ઓર હમને માન લિયા. હો સકતા હૈ.યહ બાત કેહ કર વો હમ સે કૂછ કામ કરવાના ચાહતી હો. વર્ના અચાનક પાર્ટીમે બુલા કર, બત્રા કે મૂંહ સે યહ બાત ક્યું….સોચો ઝરા સોચો.’ કેપ્ટને અત્યાર સુધી હાથમાં પકડી રાખેલો ગ્લાસ મોંએ માંડ્યો. ગટ, ગટ, ગટના અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. અન્સારી અને ઝકરિયાએ આવો તો વિચાર જ કરેલો નહીં.
‘કેપ્ટન અબ ક્યા કિયા જાય..?’ ઝકરિયા બોલ્યો.
‘બેગમ સાહિબા કે ખાનદાન કે બારે મેં પતા ચલને કે બાદ હી હમ અપની નઇ ચાલ ચલેંગે.’ કેપ્ટને બાટલી આગળ ધરતા કહ્યું: ‘સબ સે પહેલે મુલ્ક હૈ, ઇશ્ક નહીં અન્સારી સા’બ.’ અન્સારી આંખો પહોળી કરીને કેપ્ટનને જોતો રહ્યો અને ઝકરિયાએ નશો છવાયેલી આંખો પટપટવાની ઝાંખપ દૂર કરીને કહ્યું: ‘સહી ફરમાયા આપને કેપ્ટન સાબ, સબ સે ઉપર અપના મુલ્ક હૈ. ઇશ્ક તો હવા કા ઝોંકાં હૈ… આતા જાતા રેહતા હૈ.’
‘હમ તીનો મિલ કે ઢૂંઢતે હૈ બેગમ સાહિબા કી અસલિયત.’ અન્સારી બોલ્યો કે તરત જ કેપ્ટને સુધારીને કહ્યું: ‘હમ તીનો નહીં તૂમ દોનોં… મૈંને અપના દુસરા પ્લાન બનાયા હૈ.’
*****
કેપ્ટનના કહેવાથી ગાડી લઇને નીકળેલો રાહુલ સીધો તબરોઝા ગામે પહોંચ્યો. સવાર થવામાં બહુ વાર ન હતી. એ મહેશને મળીને પાર્ટીમાં બનેલી રસપ્રદ વાતો કહેવા આતુર હતો. રાહુલના ઘરથી થોડે દૂર જીપ ઊભી રાખીને એણે મોઢેથી પોતાની ઓળખ આપતી ખાસ વ્હીસલ વગાડી. થોડી જ વારમાં મહેશ ઊંઘમાં ચાલતો હોવાનો ઢોંગ કરતો બહાર આવ્યો. રાહુલે પાર્ટી અને મોર્સ કોડની વાત કરી. પછી પૂછ્યું: ‘બેગમ સાહિબા મોહમ્મદ અલી જિન્હાના ખાનદાનમાંથી આવે છે એની તને ખબર હતી.?’
‘ના, પણ એ વાતનું ગૌરવ છે કે જેણે દેશના ભાગલા પડાવ્યા એ મોહમ્મદ અલી જિન્હાના ખાનદાનની મહિલા ભારતની પડખે ઊભી છે અને માયા ત્યાંથી ઑપરેટ કરે છે અને
સલામત છે.’
‘કેપ્ટન કોઇપણ ઘડીએ પહોંચશે. મારે નીકળી જવું જઇએ. મને આવતીકાલે મારું આઇડી મળી જશે. પછી હું ખરીદી કરવાને બહાને બહાર નીકળી શકીશ.’
‘સાંભળ, હું ગઇકાલે મથકમાં ઘૂસી ગયો હતો.’ મોડું થતું હોવા છતાં રાહુલ ઊભો રહી ગયો. મહેશે અંદર શું જોયું એની આખી વાત કરી.
‘મને કાંઇક મોટું રંધાઇ રહ્યું હોય એવું લાગે છે. તું અંદર કેપ્ટન સાથે છો તારી પર કોઇને શંકા નહીં જાય. તું કેપ્ટનની હિલચાલ પર નજર રાખ. શું વાત કરે છે કોની સાથે વાત કરે છે એ જાણી લે.’ મહેશે કહ્યું ને રાહુલ જીપ હંકારીને ઝડપથી નીકળી ગયો.
******
વિજય બત્રા પરોઢિયે ઘરે જવા નીકળ્યો. નશાની હાલતમાં એ કાર ધીમે ધીમે ચલાવતો હતો એણે વાતાવરણને ઘેરી વળેલી ધુમ્મસમાંથી ચળાઇને દેખાતી એક ધૂંધળી આકૃતિ જોઇ. કદાચ નશાને લીધે ઝાંખું દેખાતું હશે એમ માનીને એણે આંખો પટપટાવી… આંખોના ભવાં તાણીને ઊંચા કરીને જોયું. એના બંગલાથી થોડે દૂર એક પોલીસ વેન ઊભી હતી. એણે હૃદયના થોડા થડકાટ સાથે ડ્રાઇવ કરવાનું ચાલુ રાખ્યું ને પોલીસ વેનની બાજુમાંથી પસાર થઇને બંગલામાં ગયો. પોલીસ તરફથી કોઇ હિલચાલ ન થઇ. એણે રૂમમાં જઇને ઝટપટ મોં ધોયું આંખોંમાં પાણીની છાલકો મારી. પછી ઉપર રૂમનો પરદો સહેજ હટાવીને બહાર જોયું. મોં સુઝણું થઇ ગયું હતું. ધૂંધળા ધુમ્મસમાંથી હવે પોલીસવેન ચોખ્ખી દેખાતી હતી. પોલીસવેનમાં બે પોલીસ હતા. એમાંનો એક બહાર નીકળ્યો બત્રા બારીની આડશમાં ઊભો રહીને જોવા લાગ્યો. પોલીસ બંગલાના ગેટ સુધી આવ્યો. અંદર નજર કરી. આસપાસ જોઇને ફરી પોલીસ વેનમાં અંદર જતો રહ્યો. બત્રાએ બેકયાર્ડમાં ખોદેલી કબર યાદ આવી. અલ્તાફનો ચહેરો સામે તરી આવ્યો. એના ધબકારા તેજ થઇ ગયા. એણે ઝડપથી સામે સામે બાજુની બારીમાંથી બેકયાર્ડમાં જોયું. બધું યથાવત હતું. એણે વિચાર્યું સારૂં થયું કે કબીરને ગુપ્ત સ્થળે મોકલી દીધો અને મોર્સ કોડ અને ગુપ્ત ફોન રફેદફે કરી દીધા. એ પથારીમાં પડ્યો, પણ ઊંઘ ન આવી. પોલીસ શા માટે અહીં આવી હશે. કદાચ અલ્તાફને શોધતી પોલીસ અહીં સુધી આવી પહોંચી હોઇ શકે. મગજ પર નશાની સાથે ચિંતા પણ છવાઇ ગઇ. દિમાગ પરનો બોજ વધી ગયો, આંખો ઘેરાવા લાગી. સવારે ડોરબેલે એકધારા કરેલા હુમલાથી આંખો ઉઘડી. ચિંતા સાથે બીડાયેલી આંખ ઉઘડતા બત્રા હાંફળોફાંફળો થઇ ગયો ને દરવાજો ખોલ્યો.
‘ક્યા સા’બ, કબ સે બેલ માર રહી હું.’ રસોયણ ઝાહીરાએ અંદર ધસી આવતા કહ્યું. બત્રાએ દરવાજાની બહાર નજર કરી. પોલીસ વેન નહતી.
‘સા’બ, મુઝે પોલીસ આપ કે બારે મેં પૂછ રહી થી.’
‘અચ્છા, ક્યા પૂછ રહી થી.?’ બત્રા પોતાનો ચિંતિત ચહેરો છુપાવવાના પ્રયાસમાં બોલ્યો.
સા’બ કહાં ગયે હૈ….કૌન આતાજાતા હૈ….યહાં કોઇ રહેતા હૈ ક્યા? યહ સબ પૂછા.’
બત્રાને પોલીસ પાસે કોઇ નક્કર માહિતી હોવાની ખાતરી થઇ ગઇ.
‘તુમને કૂછ બતાયા નહીંના?’ બત્રાએ તરત જ પૂછી લીધું.
નહીં સા’બ, મૈંને કૂછ નહીં કહા. લેકિન..’
‘લેકિન ક્યા?’
વો લોગોંને મુઝે પેન્સિલ સે બનાઇ એક તસવીર દીખા કે પૂછા કી ઇસે ઘર મેં દેખા હૈ.?’ બત્રાના પગ નીચેથી જાજમ સરકી ગઇ. એ કાંઇ કહેવાની કે બોલવાની હાલતમાં ન હતો. ઝાહીરા સાથે સોદાબાજી પણ ન થઇ શકે. એ ક્યારે ફરી જાય કહેવાય નહીં… નાના નોકર લોકો સાથે સોદાબાજી ન કરાય, એનો માત્ર વિશ્ર્વાસ જીતી શકાય.
‘તસવીર દેખ કર તૂમને ક્યા કહા?’
‘મૈંને કેહ દિયા કી મૈંને ઉસ કો કભી નહીં દેખા.’ બત્રાના ધબકારા ઓછા થયા. થડકાટ શમ્યો નહીં. ઝાહીરાનો જવાબ દર્દીને વેન્ટિલેટર પર મળતી થોડીવારની રાહત જેવી હતી…વેન્ટિલેટર ખસી ગયું તો…ખરી મુસીબત એ હતી કે પોલીસ ઘર સુધી પહોંચી ગઇ છે… હવે શું કરવું… પોલીસને બાતમી આપી કોણે.?
આપ કે સાથ રહેતા થા વહ કૌન થા.?’
બત્રાને લાગ્યું કે ઝાહીરાને પણ શંકા ગઇ છે. પોલીસની વધુ પૂછપરછથી કદાચ ઝાહીરા નામનું વેન્ટિલેટર ખસી જઇ શકે છે. ઝાહીરાની કબર ખોદવી પડશે. એણે હાલ પૂરતો, સાવચેતીપૂર્વક ટૂંકો જવાબ આપ્યો. મેરા દોસ્ત થા. તકલીફ મેં થા… તો મૈંને ઉસે યહાં રોક લિયા થા.’ ઝાહીરા બત્રા પર વિચિત્ર નાખીને બોલી: ‘સા’બ એક હપ્તે સે ગાર્ડન કો પાની નહીં દિયા… આજ દેતી હું.’
પોતાના વિચારોમાં ગૂંચવાયેલા બત્રાએ કોઇ જવાબ ન આપ્યો. થોડી વાર પછી ગાર્ડનમાંથી ઝાહીરાની બૂમ સંભળાઇ: ‘સા’બ, યહ દેખો.’
બત્રા હાંફળોફાંફળો દોડી ગયો.
‘વો દેખો સા’બ… ઉધર કિતને અચ્છે ફૂલ ખિલ ગયે હૈ.’ ઝાહીરાએ કબર પર ઉગેલા તાજાં ફુલ બતાવ્યા.
‘તુમ્હારે મુલ્ક કી મિટ્ટી હી ઐસી હૈ… દેખતી રહો કિતને રંગબીરંગી ફૂલ ખિલતે હૈ.’
*****
બીજે દિવસે ખાં સાહેબના ઘરમાં સૂરજ મોડો ઊગ્યો. બપોરે બારેક વાગ્યે ઊઠીને માયાએ
જોયું તો બેગમ સાહિબા સાફસફાઇ કરી રહ્યાં હતાં. ખાં સાબ હજી ઊંઘતા હતા.
‘અરે તમે રહેવા દો હું સફાઇ કરી લઇશ.’ માયાએ કહ્યું.
‘થોડી હું કરી લઉં છું થોડી તું કરજે.’ બેગમ અન્સારી, કેપ્ટન અને ઝકરિયાના સંદર્ભમાં કહી રહ્યાં હતાં.
‘બધી જ સફાઇ હું જ કરી નાખીશ. તમે છોડી દો.’ માયાએ કહ્યું.
‘અરે તમે બંને એ ચિંતા છોડી દો. હું જ પતાવી દઇશ.’ ખાં સા’બ આંખો ચોળતા બહાર આવ્યા. ત્રણેય હસ્યાં. ત્રણેય પાસે હસવાનું કારણ એક જ હતું.
‘ખાં સા’બ, તમે આવી મહેફિલ કરતા રહો, મનોરંજન અમે પૂરું પાડીશું.’ બેગમ સાહિબાએ કહ્યું.
‘જિન્હા ખાનદાનના છીએ એ વાત કરવા પાછળનું કારણ ન સમજાયું.’ માયાએ પૂછ્યું.
‘કારણ કે એ લોકો આપણા પર કોઇપણ જાતની શંકા ન કરે….અને બીજું કારણ, આ વાતની એમની પર કેવી અસર પડે છે એ જોવું હતું.’ બેગમ સાહિબા બોલ્યા અને ફોનની ઘંટડી વાગી. સાંભળીને એમણે કહ્યું: જો આને કહેવાય અસર. ત્રણમાંથી એકનો ફોન છે.’
‘હેલો,’ બેગમ સાહિબાએ કહ્યું. સામેનો અવાજ સાંભળીને એમણે ફોનના રિસિવર પર હથળી દાબીને કહ્યું: ‘જેની પર સૌથી વધુ અસર પડી એનો ફોન છે.’
કોનો ફોન હશે. માયા અને ખાં સાહેબ કલ્પના કરતાં રહ્યાં. બેગમે વાત શરૂ કરી: ‘બોલિયે જનાબ. કૈસી રહી પાર્ટી?’
‘મઝેદાર… શાનદાર… બહુત
બહુત શુક્રિયા પાર્ટી કે લિયે.’ કેપ્ટન અખ્તર હુસેનના અવાજમાં રાતભરનો ઉજાગરો અને નશાની અસર છલકાતા હતા.
‘થોડે કરીબ તો થે ઓર કરીબ આ ગયે’ બેગમ સાહિબા એક કદમ આગળ વધ્યાં.
‘બેગમ સાહિબા, આપ સિર્ફ હમારે નહીં, આપ ઔર આપ કા પૂરા ખાનદાન… હમારે મુલ્ક કે હર ઇક શેહરી, હર ઇક બચ્ચે કે કરીબ હો’
‘જી શુક્રિયા.’
‘શુક્રિયા. ચાય પર મિલે તબ કહીએગા.’
‘આપ બતાઓ તબ મિલે.’
‘લાહોર મેં એક હી બડા ફાઇવ સ્ટાર હોટેલ હૈ… કલ સામ પાંચ બજે કી ચાય સાથ પીએંગેં.’
જવાબમાં બેગમ સાહિબાએ શુક્રિયા કહ્યું.
‘નહીં નહીં અભી નહીં… મિલ કર કહીએગા.’ કેપ્ટને ફોન મૂક્યો. બેગમ સાહિબા ફોન મૂકે એની માયા અને ખાં સાહેબ રાહ જોતા હતા.
ક્રમશ:
****
કેપ્શન:
****

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -