Homeઉત્સવઑપરેશન તબાહી-૧૩

ઑપરેશન તબાહી-૧૩

‘જનાબ, જે ગુનો તમે કર્યો છે એ જ ગુનો અમે કર્યો છે, પકડાઇ ગયા તો સજા એકસરખી જ થશે તો મજા પણ સરખે ભાગે વહેંચવી પડેને?’

અનિલ રાવલ

ઇજાઝ ખાનની લટકતી લાશ જોવા મળશે એવી બેમાંથી એકેયને કલ્પના નહોતી. કેપ્ટન અખ્તર હુસેન અને હારૂન અહમદ એકમેક સામે જોઇ રહ્યા.
કેપ્ટનની આંખો શંકાથી ઝીણી થઇ ગઇ હતી અને હારૂનની આંખોથી પહોળી.
‘ગેટ પર ફોન કર કે સિક્યોરિટી કો બુલાઓ.’ હારૂન અહમદે આમતેમ નજર ફેરવી. ખુણાના એક ટેબલ પર પડેલો ઊચકીને રિંગટોન આવે છે કે નહીં એની ખાતરી કરીને ફોન જોડ્યો.
‘અરજન્ટ ઇજાઝ ખાન કે ક્વાર્ટર સી-૧૬ મેં આ જાઓ.’ સિક્યોરિટીવાળો ગેટ પરથી બાઇક પર આવ્યો અને લાશ જોઇને સેલ્યુટ કરવાનું ચૂકી ગયો.
‘કિસી કો અંદર આતે દેખા હૈ તુમને.?’ કેપ્ટને અખ્તર હુસેને સીધો સવાલ કર્યો.
‘નહીં જનાબ.’ આઘાતમાંથી બહાર આવવા મથી રહેલા સિક્યોરિટીવાળાએ કહ્યું.
‘ઇજાઝ ખાન કો લાસ્ટ કબ દેખા થા.?’ હારૂન અહમદે પૂછ્યું.
‘ઠીક સે યાદ નહીં, લેકિન શાયદ દો દિન પહેલે દેખા થા. વો ઝ્યાદા બહાર નહીં નિકલતે થે. ડ્યૂટી કરકે ઘરમેં હી રહેતે થે.’
‘ઇજાઝ ખાન કી ફેમિલી નહીં હૈ.?’ કેપ્ટન અખ્તર હુસેને હાથ મોજાં પહેરતા પૂછ્યું.
‘જનાબ. અકેલા હી રહેતા થા. શાદી નહીં હુઇ થી.’ આ વખતે હારૂન અહમદે જવાબ આપ્યો.
કેપ્ટનની નજર સિલિંગ ફેન સાથે બાંધેલા દોરડા પરથી સરકતી લાશ પર થઇને બાજુમાં હડસેલી દેવાયેલા સ્ટૂલ સુધી પહોંચી.
‘અકેલા થા. શાયદ ડિપ્રેશન મેં હોગા…ખુદકૂશી કરલી.’ હારૂન અહમદે કહ્યું.
‘ઇજાઝ ખાનને ખુદકૂશી નહીં કી હૈ…કિસીને મર્ડર કિયા હૈ.’
‘હારૂન અહમદ અને સિક્યોરિટીવાળો એકબીજાની સામે જોતા રહી ગયા. કેમ કે નજર સામે ઇજાઝ ખાનની લટકતી લાશ હતી. ગળામાં ગાળિયો હતો. અને સાઇડમાં હડસેલી દેવાલેયું સ્ટૂલ હતું.
‘ખુદકૂશી કરનેવાલા સ્ટૂલ કો અપને પૈર સે સામને કી ઓર ધકેલતા હૈ. ઇસ કેસ મેં સ્ટૂલ લેફ્ટ સાઇડ મેં ગિરા પડા હૈ. અગર ઉસને લેફ્ટ સાઇડ મેં ધક્કા મારા ભી હૈ તો સ્ટૂલ ઇતની દૂર નહીં ગિરતા.’
મિલિટરી ઇન્ટેલિજન્સ મિલિટરી પોલીસ કરતા એક ડગલું કેમ આગળ છે એવું એક જ સેક્ધડમાં કેપ્ટન અખ્તરે પુરવાર કરી બતાવ્યું, છતાંપણ હારૂન અહમદે પોતાની ટંગડી ઊંચી રાખવા દરવાજો બતાવતા કહ્યું:
‘જનાબ, લેકિન દરવાજા અંદર સે બંધ થા. રૂમ મેં કૂછ ટૂટાફુટા નહીં હૈ.’
કેપ્ટન અખ્તર હુસેન ચાલતા ચાલતા બારી પાસે પહોંચ્યા. ઉઘાડ-બંધ થતી બારી બતાવતા કહ્યું: કોઇ યહાં સે અંદર આયા હૈ.’ એમણે બારીની બહાર બંને બાજુ નજર કરી.
‘ગ્રિલ લોહે કી હૈ..લેકિન સ્ક્રૂ સે ફીટ કી હૈ. સ્ક્રૂ ડ્રાઇવર સે ગ્રિલ નિકાલી હૈ. એક સ્ક્રુ ગાયબ હૈ. ચલો બહાર સે દેખતે હૈ.’
ત્રણેય બહાર નીકળીને બારી પાસે પહોંચ્યા. લશ્કરી કોમ્પલેક્ષની ફરતે ૨૫ ફૂટની ઊંચી દીવાલ બાંધેલી હતી. સ્ક્રૂ શોધવા એમણે નીચે-આસપાસ જોયું. નીચે પડેલો એક સ્ક્રૂ ઉપાડીને હારૂન અહમદને બતાવ્યો. ઇસ દિવાર સે કૂદા હોગા.’ એમણે બૂટ ઉતારીને સિક્યુરિટીવાળાને બે હાથની આંગળીઓ એકબીજામાં ભેરવીને ઊભા રહેવા કહ્યું. ભેગી થયેલી હથેળી પર પગ મૂકીને બહાર નજર કરી. દૂર સુધી પથરાયેલા મેદાનમાં સૂકું ઘાસ ઊગેલું હતું. એમણે લાંબે સુધી નજર દોડાવી. ત્રણેય અંદર આવ્યા. લાશ પાસે જઇને કેપ્ટને એના પગના તળિયાં જોયા. કેપ્ટનના ઇશારે ત્રણેયે ભેગા મળીને લાશને નીચે ઉતારી. કેપ્ટને ગળાની આસપાસ જોયું. પછી હારૂન અહમદને જોઇને કહ્યું: ‘દેખ સકતે હો યહ નિશાન. ગલા ઘોંટ કર કતલ કી હૈ…ફિર લટકાયા હૈ….પૈર એડિયાં દેખો…ધૂલ લગી હૈ. ઉસકો ઘસીટા ગયા હૈ. ગલે કે નિશાન, એડિયોં પર ધૂલ, ખુલ્લી ખિડકી ઔર સ્ટૂલ કા ઇતની દૂર ગિરના. ખુદકૂશી નહીં, મર્ડર હૈ….જનાબ પૂરી ઇન્ક્વાયરી કિજિયે.. ઔર ઇસકો પોસ્ટમોર્ટમ કે લિયે ભેજને કા બંદોબસ્ત કરો.’
‘જનાબ, ઇસ તરહા કી રસ્સી મિલિટરી પુલીસ યુઝ કરતી હૈ.’ હારૂન અહમદની વાતથી કેપ્ટનના ભંવાં ઊંચા થયા.
‘હમ યહાં આને વાલે થે યે કિસ કો પતા થા.?’
‘કિસી કો નહીં, જનાબ.’
‘અભી આપને ઇજાઝ ખાન કી ડ્યૂટી કે બારે મેં કિસકો ફોન કિયા થા.?’
‘હેડ કોન્સ્ટેબલ જલાલ અકબરી કો’
‘હમમમમમ, અબ હમેં જલાલ અકબરી કો પૂછના પડેગા. મેરા તજુર્બા કેહતા હૈ કી મર્ડર હુએ દેર નહીં હુઇ. યહ આપકા કચ્છ બોર્ડર કેસ નંબર ૧૦૦ હો ચુકા.’
વધારાની પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવાઇ. પંચનામું થયું. ઇજાઝ ખાનના ઘરની ફરતે ક્રાઇમ સીનની પટ્ટી લાગી ગઇ.
***
પાછા વળતા કેપ્ટન અખ્તર હુસેન અને હારૂન અહમદની સામે ઇજાઝ ખાનની લટકતી લાશ તરવરતી હતી. ઇજાઝ ખાનની લાશે હારૂન અહમદને વિચારતા કરી દીધા હતા. કેપ્ટન અખ્તર હુસેન પગેરું કાઢતા અહીં સુધી આવી પહોંચ્યા છે એટલે સરહદ પરની ઘટના સપાટી પર દેખાય છે એના કરતાં વધુ ઊંડી છે, પણ કેપ્ટન અખ્તર હુસેન મને કેમ ફોડ પાડીને કાંઇ કહેતા નથી. બીજી બાજુ, કેપ્ટનને ઇજાઝ ખાનની લાશ જોયા બાદ સરહદ પર સામસામે ગોળી મારીને એકબીજાને ખતમ કરનારા મિલિટરીના બે સૈનિકોના મોત પાછળનું રહસ્ય વધુ ઘેરું લાગવા માંડ્યું હતું. જે રાતે સલામત અલીની લાશ મળી એ રાતે સરહદ પર અસદ નવાઝ, ફૈઝલ ખાન અને ઇજાઝ ખાન ડ્યૂટી પર હતા. આમાંથી બે ઝગડ્યા અને સામસામે ગોળી ચલાવી અને ઇજાઝ ખાનનું મર્ડર થઇ ગયું. મતલબ કે ઇજાઝ ખાન રાઝદાર હતો. જેને માર્ગમાંથી હટાવવો પડ્યો. મિલિટરી પોલીસ ફાઇલમાં દર્જ હકીકત ખોટી છે. આ મામલો ઘૂસણખોરીનો છે પણ ઘૂસણખોર સામાન્ય નથી.
કેપ્ટને અડધે રસ્તે પહોંચ્યા પછી હારૂન અહમદને સરહદે બનેલી ઘટનાને સલામત અલીના મર્ડર તથા ઇજાઝ ખાનના કહેવાતા સુસાઇડ સાથે જોડતી વાત કરીને એની ઇન્તેજારીનો અંત લાવી દીધો. જોકે, હારૂન અહમદના દિલને ટાઢક થઇ, પણ પોતે ખોટા પડશે અને પોતાની તપાસ ખોટી સાબિત થશે એની ચિંતા વધી ગઇ.
‘લગતા હૈ ઇજાઝ ખાન બહુત કૂછ જાનતા થા. ઇસલિયે હી ઉસકો રાસ્તે સે હટાયા હૈ. લેકિન ઇજાઝ ખાનકી કતલ કરનેવાલા કૌન હો સકતા હૈ.?’ કેપ્ટન અખ્તર હુસેન વિચારી રહ્યા હતા.
*******************
ઇજાઝ ખાનની લાશ મળી એના લગભગ ત્રણેક કલાક પહેલાં હારૂન અહમદે મિલિટરી પોલીસના હેડ કોન્સ્ટેબલ જલાલ અકબરીને ફોન કરીને ઇજાઝ ખાન વિશે પૂછ્યું એ વખતે શેખ મુલ્તાનીએ આખી વાત સાંભળી લીધી હતી. આ શેખ સુલ્તાની બીજો કોઇ નહીં પણ ‘મિશન શાદી’ના દુલ્હા મિયાનું અપહરણ કરનારા સુશાંત અને શેખરમાંનો શેખર પોતે હતો. ગોપીનાથ રાવે મિલિટરી પોલીસમાં ગોઠવી રાખેલી અમૂલ્ય એસેટ હતી. પોલીસખાતામાં એ કોઇ મોટા હોદા પર નહતો, પણ રૂઆબ જબરજસ્ત હતો. કામકાજમાં એક નંબર. ભલભલા ઇન્સ્પેકટરો એને પૂછે. બધાનો માનીતો અને લોકપ્રિય. કચ્છની સરહદે બનેલી આખીય ઘટનાથી એ વાકેફ હતો. સરહદ પર અસદ નવાઝ અને ફૈઝલ ખાને સામસામે બંદૂક ચલાવીને એકબીજાને ખતમ કર્યા અને નજરે જોનારા સાક્ષી ઇજાઝ ખાનની જુબાનીને આધારે ફાઇલ બંધ થઇ ગયેલી ફાઇલ શેખ મુલ્તાનીએ ચોરીછૂપીથી વાંચી લીધી હતી. એને એક વાતે સંતોષ થયો હતો કે પાકિસ્તાનમાં ઘૂસેલા બારાતીઓને માથે કોઇ ખતરો નથી, પણ ઇજાઝ ખાનની તપાસ કરતો ફોન આવ્યો કે તરત હારૂન અહમદ અને કેપ્ટન અખ્તર હુસેન પહોંચે એ પહેલાં બાઇક પર ઇજાઝ ખાનના ઘરે પહોંચી ગયો હતો….મેઇન ગેટમાંથી નહીં પણ પાછળના રસ્તેથી. એણે સ્ક્રૂ ડ્રાઇવરથી બારી ખોલી. એક હાથમાં રસ્સી અને બીજા હાથમાં રિવોલ્વર સાથે અંદર ઘૂસ્યો. બરાબર એ જ વખતે બીજા રૂમમાંથી ઇજાઝ ખાન દાખલ થયો. અજાણ્યા માણસના હાથમાં રસ્સી અને રિવોલ્વર જોઇને મિલિટરીનો એ માણસ સહેજેય ડર્યો નહીં.
‘કૌન હો તુમ.?’ એણે પૂછ્યું.
‘તારો જીવ ખતરામાં છે. હું કહું એટલું કર અને પૂછું એનો જવાબ આપ.’
શેખરે કહ્યું.
‘મેં કાંઇ કર્યું નથી તો ખતરાનો સવાલ જ ક્યાં આવે છે.?’
‘તેં કાંઇ કર્યું નથી તો મિલિટરી ઇન્ટેલિજન્સ તને શા માટે શોધતી આવી રહી છે.?’
ઇજાઝ ખાન ચૂપ થઇ ગયો.
કચ્છની સરહદે એ રાતે ખરેખર શું બન્યું હતું સાચેસાચું કહી દે તો તારો જીવ હું બચાવીશ.
‘એ ફાઇલ તો બંધ થઇ ગઇ છે. તું કોણ છો એ મને કહે.?’ ઇજાઝ ખાને કહ્યું.
‘દાટેલા મડદાં બહાર કાઢવા પડે છે તો આ તો ફાઇલ છે…તારી ફાઇલ ખુલી ગઇ છે. સમજી લે કે હું તારો મસીહા છું અને તારી પાસે બહુ સમય નથી.’
સાંભળીને ઇજાઝ ખાન વાતની ગંભીરતા સમજાઇ. એ ખૂણામાં પડેલું સ્ટૂલ ખેંચીને બેઠો. ઇજાઝ ખાને એક લાંબો શ્ર્વાસ લઇને એ રાતે બનેલી ઘટનાનો સાચો ચિતાર આપવાની શરૂઆત કરી.
એ રાતે બારાતીઓને ઘૂસાડ્યા પછી ફૈઝલ ખાને મીઠાઇના ડબ્બો જોવા માગ્યો, પણ અસદ નવાઝે ના પાડી ને કહ્યું કે ‘મીઠાઇ મારા માટે છે.’ અમને ખબર હતી કે મીઠાઇના ડબ્બામાં પૈસા હતા અને દુલ્હાના બાપે આપસમાં વહેંચી લેવાનું કહ્યું હતું. અસદ નવાઝની નિયતમાં ખોટ હતી.
ફૈઝલ ખાને અસદ નવાઝને કહ્યું: ‘જનાબ, જે ગુનો તમે કર્યો છે એ જ ગુનો અમે કર્યો છે, પકડાઇ ગયા તો સજા એકસરખી જ થશે તો મજા પણ સરખે ભાગે વહેંચવી પડેને?’
તારે જે ઉખાડવું હોય તે ઉખાડી લે. પૈસાના ભાગ નહીં પડે.’
હું ફરિયાદ કરીશ કે પૈસા ખાઇને લગ્નની જાનને જવા દીધી હતી.’ ફૈઝલ બોલ્યો કે તરત જ અસદ નવાઝ વોકીટોકી બતાવીને બોલ્યો: ‘હું જ કમ્પલેઇન દઉં છું કે હું સૂતો હતો ત્યારે આ બંનેએ બરાતની જવા દીધી છે.’
‘હું જોઉં છું તમે કેમ ફરિયાદ કરો છે તે.’ ફૈઝલ અસદની સામે ધસી ગયો. બંને પોતપોતાની બંદૂકો બાજુએ મૂકીને બથંબથી આવી ગયા.
‘આ બંનેની લડાઇમાં હું હોમાઇ જઇશ એવા ડરને લીધે મેં કંઇક બીજું જ વિચારી લીધું. અસદની બંદૂકથી ફૈઝલ પર અને ફૈઝલની બંદૂકથી અસદ નવાઝ પર ગોળી છોડીને બંનેની લાશ પાડી દીધી. મારા હાથની છાપ મિટાવીને એમની પોતાની બંદૂકો એમના જ હાથોમાં પકડાવી. પૈસા ભરેલું બોક્સ મારી બેગમાં મૂકી દીધું. અને વોકીટોકી પર જાણ કરી કે બંને બાખડ્યા અને માર્યા ગયા. જુબાની આપી દીધી અને ફાઇલ બંધ થઇ ગઇ.’ ઇજાઝે વાત ખતમ કરી.
‘પૈસા ક્યાં છે.?’ શેખરે પૂછ્યું.
‘અંદર છુપાવીને રાખ્યા છે.’
‘ચાલ, આપ મને.’
‘તું મને કઇ રીતે બચાવીશ એ કહે પહેલાં.’
‘ના, પહેલા પૈસા.’ શેખરની સામે ઝૂકવા સિવાય ઇજાઝ પાસે બીજો કોઇ માર્ગ નહતો. બંને અંદર ગયા અને પૈસાનું બોક્સ લઇને પાછા ફર્યા.
અબ બતાઓ તુમ મુઝે કૈસે બચાઓગે.?’ ઇજાઝ ખાને સ્ટુલ પર બેસતા કહ્યું.
શેખર સ્ટૂલ પર બેઠેલા ઇજાઝની પાછળ ગોળ ગોળ ફરતા બોલવા લાગ્યો.
યહ રૂપૈયા હી તુમ્હે બચાયેગા. જિસ રૂપૈયોં સે બરાતી અંદર આયે….જિસ રૂપૈયોંને દોનોં કી જાન લી…જિસ રૂપૈયોં સે તુમ્હારી જાન બચ જાચેગી યહ વોહી રૂપૈયા હૈ….ઇસસે ઉનકા મુંહ બંધ હોગા….લેકિન પહેલે તુમ્હારા મુંહ બંધ કરના હોગા.’ કહીને સ્ટૂલ પાછળ ઊભા રહેલા શેખરે એની ગળચી પકડી લીધી. ઇજાઝ ખાને સ્ટૂલ પરથી ગબડી પડ્યો. એણે સ્ટૂલને લાત મારી. સ્ટૂલ દૂર જઇને પડ્યું. ઇજાઝ તરફડવા લાગ્યો. એના પગની એડીઓ ઘસડાવા લાગી. ઘસડાતા પગ ઢીલા પડવા લાગ્યા. આંખો ઉપર ચડી ગઇ. છાતીની ધમણ ધીમી પડવા લાગી. ઇજાઝ ખાનના છેલ્લા શ્ર્વાસ સાથે શેખરની પક્કડ ઢીલી પડી. ઇજાઝના ગળામાં કચકચાવીને ગાળિયો નાખ્યો. પંખે લટકાવીને પોતાના કપડા ઝટક્યા. માથાના વાળ સરખા કર્યા. પૈસાનું બોક્સ અંદર જઇ જ્યાંથી લીધું હતું ત્યાં જ મૂકી આવ્યો. ઇજાઝ ખાને સુસાઇડ કરી લીધું હોવાનો પરફેક્ટ સિનારિયો ગોઠવીને શેખર બારીની બહાર નીકળ્યો અને ઘાંસમાં સરકતા સાપની જેમ દૂર પાર્ક કરેલા બાઇક પર ચૂપચાપ નીકળી ગયો, પણ સ્ટૂલ ગોઠવવાનું ચુકી ગયો.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -